બ્રિટેનની આ વૈભવી હોટેલમાં થયું હતું જેમ્સ બોન્ડનું શૂટિંગ, હવે તેના માલિક બન્યા મુકેશ અંબાણી

બ્રિટનનો પ્રખ્યાત અને આઇકોનિક કંટ્રી કલબ સ્ટોક પાર્ક હવે ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની માલિકીનો થઈ ગયો છે. 300 એકરમાં બનેલા આ ક્લબને મુકેશ અંબાણીએ 592 કરોડ રૂપિયા (5.70 કરોડ પાઉન્ડ) માં ખરીદ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની પેટાકંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ અને હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) દ્વારા આ સંપાદન કરવામાં આવ્યું હતું. ગુરુવારે કંપનીએ આ માહિતી આપી હતી.

હમણાં સુધી રાજવી પરિવારની માલિકી હતી

image source

સ્ટોક પાર્ક હમણા સુધી બ્રિટીશ રાજવી પરિવારની માલિકીનો હતો. તે ઘણા વર્ષોથી તેને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતા. ત્યાં 49 લક્ઝરી રૂમ, 21 મેંશન અને 28 પેવેલિયન છે. બધાને 5AA રેડ સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે. તેને કેપેબિલીટી બ્રાઉન અને હમ્ફ્રે રેપ્ટન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. બિટ્રેનના કિંગ જ્યોર્જ થર્ડના આર્કિટેક્ટ જેમ્સ વોટ દ્વારા આ પાર્કને ખાનગી સ્થાન તરીકે બનાવવામાં આવ્યો હતો. તેમાં ઘણીવાર સેલિબ્રિટી કોન્સર્ટ કરવામાં આવે છે.

રિલાયન્સ સ્પોર્ટ્સ અને હોસ્પિટેલિટી વધારશે

image source

બકિંગહામશાયરમાં બનાવવામાં આવેલ સ્ટોકિંગ પાર્કમાં ઘણા વૈભવી સ્પા, હોટલ અને ગોલ્ફ કોર્સ હાજર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મતે, આ ઐતિહાસિક સ્થળે રમતગમત અને હોસ્પિટાલિટી સેવાને વધારવાની યોજના છે. આ રિલાયન્સને હોસ્પિટાલિટી ક્ષેત્રે મજબૂત રીતે આગળ વધવામાં મદદ કરશે. આ પાર્કમાં 27 હોલ ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને 14 એકરનો ખાનગી બગીચો છે. આ પાર્ક 900 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. 1908 સુધી તેનો ઉપયોગ ખાનગી રહેણાક તરીકે થતો હતો.

ઘણી હોલીવુડ મૂવીઝનું થયું છે શૂટિંગ

image source

સ્ટોક પાર્ક ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહ્યો છે. જેમ્સ બોન્ડ સિરીઝ સહિતની ઘણી ફિલ્મોના શૂટિંગને કારણે આ સ્થાનને યુ.કે.નું હોલીવુડ કહેવામાં આવે છે. અહીં જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મો 1964માં આવેલી ગોલ્ડફિંગર અને 1997માં આવેલી કાલે નેવર ડાઇઝની શૂટિંગ થઈ હતી. બ્રિગેટ જોહ્નસ ડાયરી (2001) નું મિનિ બ્રેક અને રોઇંગ સીન પણ શૂટ કરાયું હતું, જેમાં હ્યુ ગ્રાન્ટ, રેને જેલ્વેગર અને કોલિન ફેર્થ અભિનેતા હતા.

રિલાયન્સ જૂથ સતત રોકાણ કરી રહ્યું છે

image source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા 4 વર્ષમાં 330 કરોડ ડોલરના ટેકઓવરની જાહેરાત કરી છે. તેમા રિટેલમાં 14 ટકા, ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ ક્ષેત્રે 80% અને ઉર્જા ક્ષેત્રે 6% ભાગીદારી છે.

તમને જણાવી દઈએ કે આ યુકેમાં મુકેશ અંબાણીની પહેલી ડિલ નથી.આ પહેલા મુકેશ અંબાણી 2019માં યુકેની કંપની ‘હેમલીઝ’ ને ખરીદી ચૂક્યા છે. નોંધનિય છે કે, હેમલીઝ વિશ્વના અગ્રણી ટોય સ્ટોરમાં સામેલ છે. તે યુકેની સૌથી મોટી ટોય સ્ટોર કંપની છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીની રિલાયન્સે પણ તેના નવનિર્માણ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

image source

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી તાજેતરમાં જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગયા વર્ષે શરૂઆતમાં, રિલાયન્સ ગ્રૂપના જિયો પ્લેટફોર્મ્સએ ફેસબુક, ગુગલ અને સિલ્વરલેક જેવી ટેક કંપનીઓ પાસેથી ફંડિંગ મળ્યું હતુ. તો બીજી તરફ હાલમાં મુકેશ અંબાણી દેશમાં ઓક્શિજનની અછતને લઈને મદદ કરી રહ્યા છે. તેઓએ ગુજરાત અને મહારાષ્ટ્રને ફ્રીમાં ઓક્શિજન સપ્લાઈ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!