ચમત્કાર! વરમાળા અને સિંદૂરની વિધી બાદ અચાનક થયું દુલ્હનનું મોત, છતાં વરરાજાના લગ્ન થયા

કહેવાય કે જોડી ઉપરથી ભગવાન બનાવીને જ મોકલે છે અને હાલમાં એવો જ કિસ્સો સામે આવ્યો છે જે આ વાત સાબિત કરે તેવું લાગે છે. આ ઘટના ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશનાં ઇટાવાહથી બહાર આવેલ આ ઘટનાં ત્યાં ઉપસ્થિત બધા માટે ખુબ જ આશ્ચર્ય જનક હતી. મળતી માહિતી મુજબ અહી અચાનક જ દુલ્હનનું મોત નીપજતાં લગ્ન સમારોહમાં અફરાતફરી મચી ગઇ હતી. સૌ કોઈ એક જ સવાલ કરી રહ્યાં હતાં કે અચાનક એવું શું થઈ ગયું કે દુલ્હનનું મૃત્યુ થઈ ગયું. અહીં બન્યું એવું હતું કે લગ્નની ધાર્મિક વિધિ પૂર્ણ થવા જઇ રહી હતી અને સાત ફેરા હવે શરૂ થવાનો સમય હતો.

image source

વરમાળા અને સાત ફેરા વચ્ચેનાં સમયમાં દુલ્હનનું મૃત્યુ થઈ ગયું. સાત ફેરા પહેલા જ દુલ્હનનું મોત થઈ જવાનું જે કારણ સામે આવ્યું છે તે ખૂબ નવાઇ પમાડે તેવું છે. કહેવામાં આવ્યું છે કે અચાનક દુલ્હનનાં હૃદયની ગતિ થંભી ગઈ હતી અને તેણે પોતાના લગ્ન સમારોહમાં જ અંતિમ શ્વાસ લીધા. મંડપમાં જ્યારે વરમાળાની રસમ ચાલી રહી હતી તે દરમિયાન વરવધૂનાં ફોટાઓ પણ સામે આવ્યાં છે અને તેમાં તે કન્યા એકદમ સ્વસ્થ દેખાઈ રહી હતી.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો આ કિસ્સો ઇટાવાના ભરથાણા ક્ષેત્રનો છે. આ ઘટના અહીંના સમસપુરમાં થઈ રહેલા લગ્નમાં બની છે. આ અંગે ત્યાં ઉપસ્થિત કન્યા પક્ષના મહેશ ચાંદે જણાવ્યું હતું કે 25 મે મંગળવારે તેની બહેન સુરભીના લગ્ન મંજેશ ગામ નાવલી ચિત્રભવન સાથે ધૂમધામથી થવાનાં હતાં. શોભાયાત્રાના આગમન પર કન્યા પક્ષે શોભાયાત્રાને આવકારી હતી અને કાર્યક્રમ શરૂ થયો હતો.

image source

આ પછી દ્વારચરાથી શરૂ થયેલી વિધિ રાત્રે 8.30 વાગ્યે શરૂ થઈ હતી અને વરમાળા, માંગ ભરાય સહિતની ઘણી અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. વધૂ અને વરરાજા બંને સાત ફેરાની લેવાની તૈયારી જ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક લગભગ અઢી વાગ્યે દુલ્હન બેહોશ થઈ ગઈ હતી. આ રીતે અચાનક દુલ્હનને બેહોશ જોઈને ઘરમાં અફરતફરી મચી ગઈ હતી. આ પછી તરત જ પરિવારે કન્યાને ગામમાં જ રહેતાં એક ડોક્ટર પાસે લઈ ગયા.

image source

ત્યાં તપાસ કર્યા બાદ ડોકટરે જે કહ્યું તે સંભળીને બધાનાં હોશ ઉડી ગયા હતાં. ડોકટરે તેની તપાસ કરતા કહ્યું કે હૃદય બંધ થઈ જવાનાં કરણે તેનું મોત થયું છે. આ પછી બંને પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. કન્યાનું આ રીતે મોત નિપજતા મૃતકની નાની બહેનને દુલ્હન બનાવવામાં આવી હતી અને લગ્ન સમારોહમાં ઉપસ્થિત વરરાજાના સંબંધીઓ અને દુલ્હનનાં પરિવારની પરસ્પર સંમતિથી તેણે વરરાજા સાથે લગ્ન કર્યાં હતાં. જાણવા મળ્યું છે કે જ્યારે આ લગ્ન ચાલી રહ્યાં હતાં તે દરમિયાન મૃત કન્યાના મૃતદેહને ઘરના ઓરડામાં રાખ્યો હતો અને વિદાય બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!