વાદળોને લીધે સૂર્યદેવના દર્શન ના થાય તો આ દિશામાં મોં રાખીને લો ભગવાનનું ધ્યાન

આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે નથી કરી શકતાં સૂર્યદેવના દર્શન – તો પૂર્વ દિશા તરફ મોઢું રાખી આ રીતે ધરો સૂર્યદેવનું ધ્યાન

હિન્દુ પરંપરા મુજબ સવારે ઉઠીને નીત્યકામ પતાવ્યા બાદ સૌ પ્રથમ સૂર્યદેવના દર્શન કરીને તેમને જળ ચડાવવામાં આવે છે. આજે પણ લાખો હિન્દુઓ આ પરંપરા નિભાવી રહ્યા છે. પણ હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને તેના કારણે ઉગતા સૂર્યદેવના દર્શન કરવા મુશ્કેલ થઈ પડે છે. અને જે લોકોને નિત્ય સૂર્ય દેવના દર્શનની આદત હોય છે તેમનું મન મોળુ થઈ જાય છે. પણ આવી સ્થિતિમાં જ્યોતિશશાસ્ત્રમાં એક ઉપાય દર્શાવવામાં આવ્યો છે.

image source

જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે આવા સંજોગોમાં તમારે પૂર્વ દિશા તરફ તમારું મુખ કરવું જોઈએ અને મનમાં સૂર્યદેવની છવીનું કે પછી સાક્ષાત સૂર્ય દેવનું ધ્યાન ધરવું જોઈએ. અને તેમ કરતાં કરતાં તાંબાના લોટામાં સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત તમે ત્યાર બાદ સૂર્યનારાયણની છવી કે પ્રતિમાના દર્શન પણ કરી શકો છો.

હિન્દુ શાસ્ત્રોમાં પાંચ મુખ્ય દેવોને ગણવામાં આવ્યા છે. જેમાં શ્રીગણપતિ, ભોળાનાથ, વિષ્ણુ ભગવાન, દુર્ગામાતા અને સૂર્યદેવનો સમાવેશ થાય છે. આ બધા જ ભગવાનને તમે મૂર્તિ સ્વરૂપે જોતા હશો પણ સૂર્યદેવ જ એક માત્ર દેવ છે જેના તમે સાક્ષાત દર્શન કરી શકો છો. સૂર્ય દેવની નિત્ય નિયમિત પૂજા કરવામાં આવે તો તમારા ઘરમાં હંમેશા ઉન્નતિ રહે છે, સમાજમાં તમારું માન સમ્માન વધે છે અને ભવિષ્ય ઉજ્વળ રહે છે.

image source

સૂર્ય પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ તો તમારે સૂર્ય ઉગે એટલે કે સુર્યાસ્ત પહેલાં જ ઉઠી જવું જોઈએ. ત્યાર બાદ સ્નાન તેમજ નિત્ય ક્રમ પતાવી લેવો. ત્યાર બાદ સૂર્ય દેવને નમન કરી ને જળ અર્પણ કરવું જોઈએ. અને જો તમારી આસપાસ ક્યાંય સૂર્ય દેવનું મંદિર હોય તો મંદિરના શીખરના દર્શન કરવા જોઈએ.

સૂર્યનારાયણને આ રીતે કરો જળ અર્પણ

સુર્યાસ્તના દર્શનનું જેમ ખાસ મહત્ત્વ છે તેવી જ રીતે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. બને ત્યાં સુધી સૂર્યનારાયણને જળ ચડાવવા માટે તમારે તાંબાના લોટાનો જ ઉપયોગ કરવો જોઈએ. સૂર્યદેવનો વાર રવિવાર છે તે દિવસે તમારે ગોળનું દાન કરવું જોઈએ.

image source

સૂર્ય નારાયણને તાંબાના લોટામાં જળ અર્પણ કરતી વખતે તમારે “ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરવો જોઈએ. જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય અથવા તેની સ્થિતિ યોગ્ય ન હોય તો તમારે રોજ અચૂક, નિયમિતપણે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેમ કરવાથી તમારી કુંડળીમાં જે સૂર્ય દોષ હશે તે દૂર થશે.

શું છે સુર્યનારાયણની સાધનાનું મહત્ત્વ

સૂર્યનારાયણને ભાસ્કર પણ કહેવાય છે. તેમની સાધના તેમજ તેમની પૂજાથી પૂજા કરનારને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. જો સાચા મનથી સૂર્યનારાયણની સાધના કરવામાં આવે તો સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને સુખ-સમૃદ્ધિ તેમજ સારા સ્વાસ્થ્યના આશિર્વાદ આપે છે. જીવન સાથે જોડાયેલા બધા જ દુઃખ તેમજ રોગ વિગેરેને દૂર કરવાની સાથે સાથે જેમને સંતાન પ્રાપ્તી નથી થતી તેમને સૂર્યનારાયણની સાધના લાભ આપે છે. તેમજ પિતા-પુત્રના સંબંધમાં પણ જો પુત્ર સૂર્યનારાયણની સાધના કરે તો તેને ખૂબ લાભ થાય છે.

image source

રવિવારનો દિવસ સૂર્યનારાયણની સાધના માટે સમર્પિત છે

રવિરવારનો દિવસ સૂર્યનારાયણને સમર્પિત છે. આ દિવસે ભગવાન સૂર્યની સાધના તેમજ પૂજા કરવામાં આવે છે અને તેમ કરવાથી તેમની કૃપા ખુબ જ જલદી તમારા પર થાય છે. રવિવારના દિવસે ભક્તિ ભાવથી કરવામાં આવેલી સૂર્ય પુજાથી પ્રસન્ન થઈ પ્રત્યક્ષ સૂર્યદેવ પોતાના ભક્તોને સારા આરોગ્યના આશિર્વાદ આપે છે.

સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને નવ ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. શનિદેવ, યમુના તેમજ યમરાજને સૂર્યદેવના સંતાન માનવામાં આવે છે. તેમજ સૂર્ય હનુમાનજીના ગુરુ પણ છે. પુરાણો પ્રમાણે હનુમાનજીએ સૂર્ય પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત