વરસાદ વિશેના પૂર્વાનુમાન લઈને ફરી આવ્યા અંબાલાલ, જાણો કેવી રહેશે આવનાર સમયમાં વરસાદી લહેર…

હાલ, મોટાભાગના રાજ્યમાંથી દુષ્કાળે વિદાય લઈ લીધી છે. ત્યારે આવનાર સમયમા ગુજરાત રાજ્યમાં ભાદરવાએ મન મૂકીને મેઘ વરસાવ્યો છે. હાલ રાજ્યમાં જે વરસાદની ઘટ પડી હતી તે મોટાભાગની ઘટ સપ્ટેમ્બરના વરસાદે પુરી કરી નાખી છે. આ ઘટ પૂર્ણ થવાના સાથે જ જામનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં તારાજીનો માહોલ પણ સર્જાયો હતો. અહીંના ખેડૂતોને સિંચાઈ લાયક પૂરતું પાણી મળી રહેશે ત્યારે હજુ પણ આ રાજ્યમાં વરસાદ પડવાની તજજ્ઞ અંબાલાલ ભવિષ્યવાણી કરી રહ્યા છે. હાલ આવનાર પાંચ દિવસોમા હજુ પણ મેઘરાજા આગમન કરશે તેવા પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

image soucre

બંગાળમાં આવેલી ખાડીમાં હાલ હવાનું એક ભારે દબાણ એક્ટિવ થયું છે. આ હવાનું દબાણ વાવાઝોડામાં બદલાવવાની સંભાવનાઓ સર્જાઈ રહી છે. તજજ્ઞ અંબાલાલનું એવુ અનુમાન છે કે, આ હવાનું દબાણ વાવાઝોડામાં પલટાઈ શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. આ સમય દરમિયાન હજુ પણ હવામાન વિભાગની વરસાદની આગાહી તો યથાવત છે જ ત્યારે વધુ એક વરસાદની આગાહી સામે આવી રહેલી જોવા મળી રહી છે.

image socure

આ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ પર વધુ પડતી રહેશે. ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભાર વરસાદનું આગમન થઈ શકે છે. આવનાર પાંચ દિવસોમાં આ વાવાઝોડું ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવી શકે છે. તજજ્ઞ અંબાલાલ એવી આગાહી કરી રહ્યા છે કે , હસ્ત નક્ષત્ર કાલ સવારે બેસી રહ્યો છે ત્યારે આ સમય દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતાઓ સર્જાઈ રહી છે.

image socure

આ સાથે જ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, હાથીયો વરસે તો ઘઉંનો પાક સારો થાય તેમ ગણાય છે. ત્યારે હાલ આ વાતને બીજા દ્રષ્ટિકોણ સાતે સમજાવતા તેમણે જણાવ્યું છે કે, જો વરસે હાથીયો તો મોતીએ પુરાય સાથીયો. હાથીયો ગાજે તો તીડ ભાગી જાય. જો વાત કરીએ તો ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટ માસ દરમિયાન વરસાદનુ પ્રમાણ ખુબ જ ઓછું રહ્યું હતુ . જ્યારે સપ્ટેમ્બરની શરુઆતથી જ મેઘરાજાએ દરેક રાજ્યમાં પાણી પાણી કર્યું છે.

image soucre

હાલ હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર જેટલા જિલ્લાઓમાં હજુય પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ સર્જાઈ રહી છે. ત્યારે હવામાન ખાતાની આ આગાહીઓ અને પૂર્વાનુમાન કેટલા સાચા પડશે? તે તો આવનાર સમય જ જણાવશે.