Site icon News Gujarat

નાનકડી સ્કૂલ જતી છોકરી સાથે સાથી વિદ્યાર્થીએ કર્યું ના કરવાનું, ગર્ભવતી થયા પછી સચ્ચાઈ આવી સામે…

બન્ને પગે અપંગ એવી 5માં ધોરણમાં અભ્યાસ કરતી દિવ્યાંક બાળકી બની ગર્ભવતિ – આરોપિ વિદ્યાર્થીની કરવામાં આવી ધરપકડ

હજુ ગઈ કાલે જ દિલ્લીમાં 90 વર્ષના વૃદ્ધા સાથે થયેલા બળાત્કારની ખબર હજુ તો તાજી છે ત્યાં ફરી એકવાર માનવતાને લાંછન લગાવતી બીજી ઘટના ઘટી ગઈ છે. આ ઘટના ઝારખંડની છે. અહીં એક હોસ્ટેલમાં ભણતી પાંચમાં ધોરણની દિવ્યાંગ બાળકીને ગર્ભવતિ બનાવી દેવામા આવી છે. અને આ વાતની જાણ થયાના તરત જ બાદ બાળકીને શાળામાંથી કાઢી મૂકવામા આવી હતી અને CWCએ બાળકીને બાલિકા ગૃહમાં મોકલી દીધી છે. આ મામલામાં વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો સામે આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટની સાથેસાથે સીડબ્લૂસી, ચાઇલ્ડ લાઈન તેમજ પ્રશાસન સક્રિય થઈ ગયા છે.

જાણવા મળ્યું છે કે આ ઘટના માટે જવાબદાર આરોપિ છાત્રની અટકાયત કરવામા આવી છે અને તેને રિમાંડ હોમમાં મોકલી દેવામા આવ્યો છે. પિડિતા કીશોરી 13 વર્ષની છે અને તેણી 5માં ધોરણમાં અભ્યાસ કરે છે. અને પિડિતા બન્ને પગે દિવ્યાંગ છે.

પિડિતા કિશોરી છેલ્લા ત્રણ વર્ષથી આ આવાસીય શાળામાં રહીને અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીનીની તબિયત ખરાબ થતાં તેના ગર્ભવતિ હોવાની જાણકારી મળી હતી. ચાઈલ્ડ લાઇને આ બાબતમાં બાળ કલ્યાણ સમિતિને જાણકારી આપી હતી. સીડબ્લૂસીએ વિદ્યાર્થીનીને શાળામાંથી તેમના કાર્યાલય પર લાવી હતી અને ત્યાં તેણીની પૂછપરછ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આ મામલો સામે આવ્યા બાદ તે માટે જવાબદાર આરોપિ વિદ્યાર્થી વિરુદ્ધ પિડિતાના પિતાના નિવેદન પર ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપિ વિદ્યાર્થી પણ સગીર છે. તે પણ આ જ શાળામા રહીને અભ્યાસ કરતો હતો. બાળ સંરક્ષણ પદાધિકારી પ્રકાશ કુમારે આ મામલાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ આ મામલાતની તપાસ ચાલી રહી છે. તેમજ શાળાના બીજા વિદ્યાર્થીઓ સાથે પણ પૂછપરછ ચાલી રહી છે.

આજે સમાજમાં નથી તો કોઈ બાળકી સુરક્ષિત કે નથી તો કોઈ કીશોરી સુરક્ષિત કે નથી તો કોઈ વૃદ્ધા સુરક્ષિત. તો બીજી બાજુ દુષ્કર્મ કરનાર વ્યક્તિ પણ કોઈ પણ ઉંમરનો હોઈ શકે છે. તે 10-12 વર્ષનો છોકરો હોઈ શકે છે 30-35 વર્ષનો યુવાન હોઈ શકે છે તો વળી આધેડ પણ હોઈ શકે છે. આવા લોકોની માનસિકતા અત્યંત વિકૃત બની ગઈ હોય છે. જે સમાજ માટે તેમજ દેશના ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ રહી છે. જો આપણી આવનારી પેઢીને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ન મળે, યોગ્ય ઉછેર ન મળે તો તેમનું અને તેમની સાથે જોડાયેલા લોકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version