આ વિચિત્ર પરંપરા વિશે જાણીને તમે પણ રહી જશો દંગ, અહીં મરેલા વ્યક્તિ સાથે કરાવવામાં આવે છે લગ્ન, અને પછી…

લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. બધા લોકો તેના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે ઘણા પ્રયત્નો પણ કરતા હોય છે. પરંતુ એક એવી જગ્યા છે જ્યાં મૃત્યુ પામેલા લોકો સાથે લગ્ન કરવામાં આવે છે. ત્યાના વ્યક્તિઓ રાષ્ટ્રપતિને અરજી કરે છે. ત્યાં બધા નિયમોનું પાલન કરીને પછી જ તેમના લગ્ન થાય છે.

તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો પછી તે વ્યક્તિ સાથે કોઈ લગ્ન કરી શકે. પરંતુ આ દુનિયામાં એવા ઘણા દેશો છે, જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવે છે. લગ્ન કરવા પાછળ તે લોકોના કોઈ કારણ પણ હોય છે.

image source

ક્યાં થાય છે આવા લગ્ન ?

આવા લગ્ન ફ્રાન્સ દેશમાં થાય છે. આ પ્રકારના લગ્નને લઈ કોઈ રોકટોક પણ ત્યાં થતી નથી. તે દેશમાં મરેલા વ્યક્તિઓ સાથે લગ્ન કરવાની મંજુરી પણ આપવામાં આવે છે. જો કે આવા લગ્ન કરવા પાછળ તેનું કોઈ મોટું કારણ પણ હોઈ શકે છે. આવા લગ્ન કરવા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળવી ખુબ જરૂરી હોય છે.

image source

ફ્રાન્સના કાયદાઓ અનુશાર ૧૯૫૦ ના દાયકામાં આવેલા એક કાયદા અનુસાર ફ્રાંસમાં લોકોને કાયદાકીય રીતે મરેલા લોકો સાથે લગ્ન કરવાની અનુમતિ આપવામાં આવે છે. મરણો ઉપરાંત વિવાહ માટે ઇચ્છુક વ્યક્તિએ પહેલા તે દેશના રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.

તસ્વીર સાથે લગ્ન :

લગ્ન કરતી વખતે મૃત્યુ પામેલા વ્યક્તિની તસ્વીર દ્વારા બધા રીતી રીવાજો કરવામાં આવે છે. માત્ર આટલુ જ નહી પરંતુ જ્યાં સુધી મોત આપણને અલગ ન કરે ત્યાં સુધી. આ વાક્યનો ઉપયોગ કરવામાં નથી આવતો.

image source

ઘણા નિયમોનું કરવું પડે છે પાલન :

મૃત વ્યક્તિ ની સાથે લગ્ન કરવા માટે ઘણા બધા નિયમોના પાલન પણ કરવા પડે છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ કાયદો મૃત વ્યક્તિની કોઇ પણ વિરાસતને જીવનસાથી દ્વારા પ્રાપ્ત કરવાની અનુમતિ આપતો નથી. કારણ કે એવું માનવામાં આવે છે કે તેમની વચ્ચે કોઇ પણ પ્રકારની વૈવાહિક સંપત્તિ મોજુદ હોતી નથી.

image source

આ લગ્ન માટે ફ્રાંસ સરકાર ને લાખો અરજીઓ આવે છે :

મરેલા લોકો સાથે લગ્ન કરવા માટે લોકોની ફ્રાંસની સરકારને લાખો અરજીઓ દર વર્ષે આવતી રહે છે. પરંતુ તેમાં તે જ વ્યક્તિને મંજૂરી આપવામાં આવે છે, જે વ્યક્તિના કારણ ખુબ જ મોટા હોય છે, અને તેઓ સંપૂર્ણ રીતે વૈધાનિક હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!