વિદેશમાંથી ગુજરાતમાં આવતા દરેક લોકોનું થશે સ્ક્રિનિંગ, નવા સ્ટ્રનને લઈને ફફડાટ

રાજ્યમાં થોડો સમય શાંત રહેલા કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. જો કે હાલમાં ગુજરાતમાં પૂર્ણ થયેલી ચૂંટણી દરમિયાન પણ વરવા દ્રશ્યો સામે આવ્યા હતા, રાજકીય પક્ષોવી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેરીરા ઉડતા જોવા મળ્યા હતા. લોકો દાખવેલી બેદરકારી ફરી એકવાર રાજ્યને ભારે પડી શકે છે. તો બીજી તરફ દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં કોરોનાએ માથું ઉચક્યું છે. જેને કારણે અમુક શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની પણ ફરજ પડી છે.

image source

હાલમાં કોરોનાના કેસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ અલર્ટ થયું છે. રાજ્યના અનેક શહેરમાં ફરી કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરવામાં આવ્યાં છે.

image source

નોંધનિય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા શહેરમાં રેપિડ ટેસ્ટ માટે બનાવામાં આવેલા 85 જેટલાં ડોમને બંધ કરી દેવામાં આવ્યાં હતાં. સામે આવી માહીતી અનુસાર અમદાવાદમાં રોજ 50 જેટલા કોરોનાના કેસો સામે આવતા હોવાથી આ ડોમને બંધ કરવામાં આવ્યા હતા.

image source

જો કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પુરૂ થતા જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેને લઈને હાલમાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં દેશમાં કોરોના સંક્રમણમા ઘટાડો થયો હોવાના વાત સામે આવી રહી છે તો બીજી તરફ કેટલાક પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે.

image source

જો કે એક ચિંતાની વાત એ પણ છે કે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોના વાયરસનો જે નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો તેની એન્ટ્રી ભારતમાં પણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા બ્રિટનમાં સામે આવેલા નવા સ્ટ્રેનના કેસના કેસો ભારતમાં પણ નોંધાયા હતા જો કે તેની સામે લડવામાં ભારતને સફળતા મળી હતી.

image source

તમને જણાવી દઈએ કે જે નવા સ્ટ્રેનના કેસો સામે આવ્યા હતા તે કેરળ અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા હતા. જો કે આ બધાની વચ્ચે નવા કોરોનાના કેસને લઈને ગુજરાત સરકાર પણ ફરી એલર્ટ થઈ ગઈ છે અને આરોગ્ય વિભાગને પણ અલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં હજુ એક પણ નવા વેરિએન્ટનો કેસ નોંધાયો નથી. જેથી હાલમાં કોઈ ચિંતા જેવુ કારણ નથી.

image source

છતા પણ ગુજરાત સરકાર નવા સ્ટ્રેનને હળવાસમાં લેવા માગતી નથી. નવો સ્ટ્રેન ગુજરાતમાં માથુ ઉચકે તે પહેલા જ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે અને રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશથી આવતા યાત્રીઓ પર પુરતુ ધ્યાન આપવામાં આવેશે, વિેદેશથી આવતા દરેક લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

image source

આ અંગે રાજ્ય સરકારના એક અધિકારીઓના કહ્યું હતું કે, હાલમાં વિદેશી આવતા વિમાનોની સંખ્યા મર્યાદિત છે પરંતુ દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદેશી લોકો કે જેઓ બાદમાં ગુજરાતમાં આવે છે તેઓ પણ નવો સ્ટ્રેન લઈને ન આવે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. નોંધનિય છે કે બ્રિટનમાં જોવા મળતા નવા સ્ટ્રેનના ગુજરાતમાં 9 કેસ સામે આવ્યા હતા. જો કે તેમની સમયસર જાણ થઈ જતા તેમને એરપોર્ટથી જ અલગ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!