દિલ્હીની આ વિદ્યાર્થીની ઠંડીથી ઠુંઠવાતા કુતરાઓ માટે બનાવી રહી છે ટાયર બેડ

મદદની જરૂરત ફક્ત માણસોને જ નથી પડતી પરંતુ અબોલ જીવોને પણ જરૂર હોય છે. જ્યારે હાડ થીજવી દેતી ઠંડીમાં માણસોના ટુટિયા વળી જતા હોય ત્યારે ખુલ્લામાં રહેતા અબોલ જીવોની શી વલે થતી હશે. ત્યારે દિલ્હીમાં ધ્રુજાવી દેતી ઠંડીમાં બહાર ખુલ્લામાં રહેતા કુતરાઓની મદદે એક વિદ્યાર્થી વિભા તોમર મેદાને આવી છે અને કુતરાઓ માટે ઠંડીથી બચવા ટાયર બેડ બનાવી તેની સેવા કરી રહી છે. વિભા તોમરને આ આઈડિયા સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ જોઈને આવ્યો હતો. જો કે વિભા તોમર પહેલાથી જ ઠંડીના કારણે ઠુઠવાતા કુતરાઓ માટે કઈંક કરવાની ભાવના ધરાવતી હતી.

image source

સોશ્યલ મીડિયા પર વિભાને એક પોસ્ટ જોવા મળી હતી જેમાં એક વ્યક્તિએ પોતાનાં પાલતુ કૂતરા માટે ટાયર બેડ બનાવ્યું હતું. ત્યારબાદ વિભાએ પણ આ વિકલ્પને દિલ્હીમાં રખડતા અને ઠંડીમાં ઠુઠવાતા કુતરાઓ માટે અમલમાં લાવવાનું નક્કી કર્યું. આ માટે વિભા બેકાર ટાયરો ભેગા કરી તેના ટાયર બેડ બનાવવાના અભિયાનમાં લાગી ગઈ છે.

image source

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે વિભા તોમર રખડતા કુતરાઓ માટે કામ કરી રહી હોય. આ પહેલા પણ લોકડાઉનના સમય દરમિયાન વિભા લગભગ 300 જેટલા કૂતરાઓને દરરોજ ભોજન ખવડાવી પુણ્યનું કામ કરતી હતી. વિભા તોમરના જણાવ્યા મુજબ તેને બાળપણથી જ જાનવરો પ્રત્યે દયાભાવ છે. સાથે જ તે પોતે એક પશુ ચિકિત્સક પણ છે જેથી નધણીયાત રીતે રખડતા પશુઓની સેવા કરવી તેની ફરજ પણ છે.

દિલ્હીમાં પડી રહી છે કાતિલ ઠંડી

image source

આમ તો હાલ શિયાળાની ઋતુ આખા દેશમાં છે પણ અમુક પ્રદેશો એવા છે જ્યાં સામાન્ય કરતા વધુ ઠંડી અથવા તો એમ કહીએ કે કાતિલ ઠંડી પડી રહી છે. આ પ્રદેશો પૈકી દિલ્હી પણ એક છે જ્યાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નવા વર્ષની શરૂઆતના દિવસે જ એટલે કે 1 જાન્યુઆરી 2020 ના દિવસે દિલ્હીનું તાપનામ 1 ડીગ્રી જેટલું નોંધાયું હતું.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આ તાપમાન છેલ્લા 15 વર્ષનું રેકોર્ડબ્રેક નીચું તાપમાન છે. આ પહેલા વર્ષ 2006 માં દિલ્હી ખાતે આટલું નીચું તાપમાન નોંધાયું હતું. એટલું જ નહીં પણ ઠંડીની સાથોસાથ દિલ્હીમાં ઘુમ્મસ પણ ગાઢ છે. જેના કારણે દિલ્હીના ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે વહેલી સવારે બે અકસ્માત સર્જાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત