જો લાંચ માગે ને તો વીડિયો ઉતારી લેજો અને મને મોકલજો પછી હું….મહેસૂલ મંત્રીની ભ્રષ્ટાચારીઓને કડક ચેતવણી

સરકારની કામગીરીમાં લાંચિયાઓને ડામવા માટે મહેસૂલ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. કેબિનેટ બેઠક બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, સરકારી કર્મચારી લાંચ માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. આ સાથે જ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતની જનતાને અપીલ કરી કે, તમારું કામ કરવા માટે કર્મચારી પૈસા માંગે તો તેમનો વીડિયો બનાવો. કામ કરવા માટે પૈસા માંગનાર સામે પગલાં લેવામાં આવશે.

image socure

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાંચિયા અધિકારી-કર્મચારીઓને લઇને જનતાને અપીલ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કોઇ અધિકારી-કર્મચારી પૈસા માગે તો રેકોર્ડ કરી લો…રેકોર્ડિંગ મને મોકલજો તાત્કાલિક પગલાં લેવાશે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ACB લાંચિયા અધિકારીઑ પર સકંજો કશી રહી છે. અનેક નાના મોટા સરકારી અધિકારીઑ લાંચ લેતા પકડાયા છે. ત્યારે જનતાને વધુ જાગૃત કરવા અને અધિકારીઑને એક કડક મેસેજ આપવા કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય લોકોને મીડિયા થકી આ વિનંતી કરી છે.

લાંચિયા કર્મચારીઓને મહેસુલ મંત્રીની ખુલ્લી ચીમકી

image soucre

લાંચિયા કર્મચારીઓને મહેસુલ મંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે. મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ પૈસા માગતા હોય તો તેમનો વીડિયો રેકોર્ડિંગ કરી લેવા લોકોને અપીલ કરી છે. આ મામલે મહેસૂલ મંત્રીએ જણાવ્યુ હતું કે, મહેસુલ વિભાગમાં તમામ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમની સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરાશે. મહેસુલ વિભાગ કેટલીક ટીમો બનાવવામાં આવી રહી છે, તે કલેકટર ઓફિસમાં સીધી જઈને ચકાસણી કરશે. લોકોના પેન્ડિંગ પ્રશ્નોના ઝડપથી નિકાલ આવે એ દિશામાં કામગીરી કરવામાં આવશે.

કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ

આવતીકાલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બેઠક યોજશે. રાજ્યના તમામ કલેક્ટરો-પ્રાંત સાથે બેઠક યોજશે. જે અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બેઠકમાં મહેસૂલના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે…મહેસૂલ વિભાગે કેટલીક ટીમો બનાવી છે. ટીમો કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે. લોકોના પ્રશ્નો જાણવા ટીમો પ્રયાસ કરશે. સેવા સેતુની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેના થકી લોકોને મુઝવતા પ્રશ્નો ઘરે બેઠા સોલ્વ થઈ શકશે.કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાશેમહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહેસુલી પ્રશ્નોના સત્વરે નિકાલ થકી નાગરિકોને મહેસુલી સેવાઓ ઝડપી અને પારદર્શકતાથી મળે એ માટે આવતીકાલે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાશે. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાય તે માટે સૂચનાઓ અપાશે. સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે.

આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે. મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે પણ વિભાગીય પગલા લેવાશે.

લાંચ કેસમાં સરકાર લડાયક મુડમાં

image source

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એન્ટી કરપ્શન બ્યુરોની તાબડતોડ કાર્યવાહી જોવા મળી રહી છે…છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં અનેક નાના મોટા લાંચિયા અધિકારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે.. જેમાં અમુક અધિકારી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે. અને આવા મોટા અધિકારીઓ ઝડપાઈ જાય તેવું ગુજરાતમાં બહુ ઓછું બન્યું છે. જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યુ છે ત્યારથી જ સરકાર ખુબ એક્શનમાં જોવા મળી રહી છે…તમામ મોર્ચે સરકાર હાલ લડાયક મુડમાં છે.

ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?

ભ્રષ્ટ વહીવટદારો સામે આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ ઓફિસરોમાં પણ ફફડાટ ફેલાયો છે…અને હોવો પણ જોઈએ…કારણ કે અધિકારીઓને કામના બદલામાં ઉચ્ચ વેતન મળે છે…જાતભાતના ભથ્થા મળે છે. તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ લોકો પાસેથી નાણાં પડાવે છે…જે ક્યારેય ચલાવી ન લેવાય….અહીં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે અધિકારીઓની ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?. લાંચિયાઓની લાલચ પર લગામ કેવી રીતે આવશે? સરકારના મંત્રીની જાહેરાત બાદ હવે લોકોએ જાગવાનું છે અને કોઈ પણ કામ માટે જો સરકારી અધિકારી રૂપિયાની માગણી કરે તો વીડિયો ઉતારી મંત્રીજીને મોકલવાનો છે. મંત્રીએ ખાતારી આપી છે કે વીડિયોની ખરાઈ કરી તાબડતોબ એક્શન લેવાશે

અધિકારીઓ સામે પગલા લેવાશે

image socure

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી પાસે પણ કેટલીક ફરિયાદો પણ આવી છે, તેની સામે ચકાસણી કરીને પગલાં લેવાશે. અધિકારીઓ સામે પણ જરૂર પડે વિભાગીય કાર્યવાહી કરી શકાય છે. કેટલીક ફરિયાદો એવી પણ છે કે અધિકારી નકારાત્મક વલણ લઈને હુકમ કરતા હોય છે. આવા કિસ્સા પણ અમારા ધ્યાનમાં આવ્યા છે. જે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિની સહયોગથી લખાણો થઈ મિલકત તબદીલ થઇ હોય તેવા કિસ્સા પણ કાને પડ્યા છે. ત્યારે નવા કિસ્સા ધ્યાનમાં આવે છે કે તેમાંથી સરકારની આવક જાય છે. જેથી કામ કરવા માટે કર્મચારીઓ કામ કરવા માટે પૈસા માગતો હોય તો તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લેવા તેમણે અપીલ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેવી મહેસુલ મંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે.

મુખ્યમંત્રી પોતે પણ આપી ચૂક્યા છે ચેતવણી

image soucre

મનમાની કરતા સરકારી બાબુને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકોના નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો કારણ કે તમામ લોકો નિતી નિયમ જાણતા હોતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અરજદાર નીતિ નિયમો દર્શાવીને હેરાન કરો. તેમણે સરાકારી અધિકારીઓની કાર્ય નિષ્ઠા પર સવાલ કરતા કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઇ જાય? એ વિચારવું જોઇએ. ભૂપેન્દ્ર પટેલે નીતિ નિયમોની આંટીઘુંટીમાં જનતા પરેશાન ન થાય તેવી સરળ કાર્ય પદ્ધતિથી કામ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અધિકારી જનતાની મદદ કરવાના બદલે તેમને નિતી નિયમોનો હવાલો આપીને ડરાવવાનું કામ ન કરે. બોટાદમાં ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું કર્યું કે, જનતાને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવાની બદલે તેમની મદદ કરીને સરળ રસ્તો બતાવીને તેમને કામ પાર પાડવા જોઇએ.

વડોદરામાં દેખાયો હતો મહેસૂલ મંત્રીનો અભિગમ

આ પહેલા વડોદરા શહેરની મુલાકાત વખતે રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે પણ કલેક્ટર કચેરીને ખુલ્લી રખાવી હતી, તેમણે નિર્દેશ આપ્યા હતા કે કોઈ પણ અરજીઓનો ન્યાય પૂર્વક અને ઝડપી નિકાલ આવે તેવી રીતની સિસ્ટમ બનવી જોઈએ, અને કામ થવું જોઈએ. જો અરજદારની અરજીમાં ભૂલ છે તો તેને એકવારમાં બોલાવીને સમજાવો, અલગ અલગ જગ્યાએ ધક્કા ન ખવડાવવા જોઈએ, આવા કર્મચારીઓની સામે તેમણે કડક કાર્યવાહીની ચીમકી આપી હતી.

એસીબીએ બોલાવ્યો સપાટો

image socure

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ક્લાસ વન સહિતના અધિકારીઓ પર સપાટો બોલાવ્યો છે. તેમાં પણ નોરતામાં જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવીને એક પ્રાંત અધિકારી અને બે તાલુકા વિકાસ અધિકારીઓ ને લાંચ લેવાના ગુનામાં પકડ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના પીઆઈ પણ ACBની ઝપટે ચડ્યા છે.

મહેસૂલ મંત્રીનો પહેલાથી જ સ્પષ્ટ અંદાજ

image socure

પોતાનો ચાર્જ સંભાળવા સમયે જ નવા મહેસૂલ અને કાયદા પ્રધાને પોતાના ઈરાદા જાહેર કરી દીધા હતા, મીડિયા સાથેની વાતમાં તેમણે મહેસૂલ ખાતામાં થતાં ભ્રષ્ટાચારને નેસ્તો નાબુત કરવાની હામ ભરી હતી. તેમણે કહ્યું હતું કે કેબિનેટમાં કાયદા પ્રધાન બનાવવામાં આવ્યો છે તેમાં મારા વકીલાતના બહોળા અનુભવનો ઉપયોગ કરીશ, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિવસ રાત એક કરી કામ કરીશ. કોઈ પણ પડકાર અમારી સામે નથી ભૂતકાળની સરકારે બધાજ સારા કર્યો કર્યા છે તે આગળ ધપાવવાની જવાબદારી અમને મળી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે લોકો સરળ રીતે ન્યાય મળે તે દિશામાં આગળ કામ કરવામાં આવશે.

આ બાબતને લઈને તેમણે વધુમાં કહ્યું હતું કે મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, મારા ધ્યાનમાં જો કોઈ આ રીતની ફરિયાદ આવશે તો તેની ખરાઈ કરી તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવશે સાથે ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કદાપી પણ નહીં ચલાવી લેવાય તેવો સૂચન કર્યું હતું. સાથે જ મહેસૂલ ખાતાના વધુ તકનીકી બનાવશે તેવો અંદેશો પણ આપ્યો હતો તમેં જણાવી દઈએ કે ભૂતકાળમાં હાલના પૂર્વ મુખ્યમંત્રી પણ જાહેર કાર્યક્રમમાં મહેસુલ ખાતાંમાં થતાં ભ્રષ્ટાચાર ખૂલીને બોલ્યા હતા તેમણે પણ મહદઅંશે મહેસૂલ ખાતામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મહત્વના પગલાં લીધા હતા ત્યારે હવે આગળ દિવસોમાં મહેસૂલ ખાતામાં રાજેન્દ્ર ત્રિવેદી કઈ રીતે કામ કરે અને કેટલા હદે ભ્રષ્ટાચારી બાબુઑ અને કર્મચારીઑ પર લગામ લગાવે તે આગળના સમયમાં જ ખબર પડશે.