આ વાયરલ તસવીર જોઇને ડરી ગયા અનેક લોકો, જેમાં દેખાઇ રહી છે ખાલી આંગળીઓ અને નખ, શું છે આ તસવીરમાં ખાસ વાંચો તમે પણ

ટ્વીટર પર વાયરલ થયેલ એક તસવીરે વપરાશકર્તાઓને મૂંઝવણમાં મૂકી દીધા, જાણો મામલો શું છે

ભારતીય વન વિભાગના અધિકારી સુશાંત નંદા દ્વારા ટ્વીટ કરવામાં આવેલી એક તસ્વીરે માઇક્રો બ્લોગિંગ સાઇટના વપરાશકર્તાઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. જો કે રવિવારના દિવસે સુશાંત નંદાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક તસ્વીર પોસ્ટ કરી હતી અને સવાલ પૂછ્યો હતો કે શું તમે આ અંગે જણાવી શકો છો કે આ તસ્વીરમાં શું દેખાડવામાં આવી રહ્યું છે.

image source

આ તસ્વીરમાં દેખવા મળતી આકૃતિ એક ફૂગની છે, જે મોટા ભાગે બ્રિટેન અને આયરલેન્ડમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ આકૃતિને જોઇને આને ડેડ મેન ફિંગર (એટલે કે મરેલા માણસની આંગળીઓ) નામ આપવામાં આવ્યું છે, જે દક્ષીણ અમેરિકાના અનેક વિસ્તારોમાં તેમજ યુરોપમાં જોવા મળે છે.

ગ્રે રંગની આંગળીઓ અને નખ દેખાય છે

image source

રવિવારે વન વિભાગના આ અધિકારીએ તસવીર શેર કરતા ટ્વીટર વપરાશકર્તાઓને આ વસ્તુને ઓળખવા પડકાર આપ્યો હતો. જો કે, આ પોસ્ટ પર અનેક પ્રકારના જવાબો આવ્યા છે. અહી દેખાતી આ તસવીરમાં, ઘણા દિવસોથી મુકાયેલા લાકડાના ભાગ નીચેથી કોઈ માણસની આંગળીઓ નીકળતી હોય એવો આકાર જોવા મળી રહ્યો છે. જેમાં પાંચ આંગળીઓ અને એને નખ પણ દેખાય છે. અને એનો રંગ ગ્રે દેખાય છે.

વપરાશકર્તાઓ પણ ગભરાઈ ગયા

image source

રવિવારે જ્યારે આ તસવીર શેર કરવામાં આવી હતી, ત્યારે એક હજારથી વધુ લોકોએ એને લાઈક કરી હતી. આ ટ્વીટ પર એકસો પચાસ જેટલી ટિપ્પણી થઇ ચુકી છે, જેમાં ઘણા વપરાશકર્તાઓએ આ ચિત્રને ડરામણી ગણાવી છે. એક વપરાશકર્તાએ તો એમ પણ લખ્યું હતું કે હું એને મારી યાદથી ભૂંસી નાખવા માંગુ છું. આ સિવાય આ પોસ્ટને 122 વખત રિટ્વીટ પણ કરવામાં આવી છે. જો કે, ઘણા વપરાશકર્તાઓએ વન વિભાગના અધિકારીના પડકારને પૂરો કરવાના બનતા પ્રયાસ કર્યા હતા. કેટલાકે તો આ ઈમેજમાં જે છે એને લંગુર ગણાવ્યું હતું, તો કેટલાક લોકોએ તેને ચિમ્પાંજી અને ગોરિલ્લા હોવાનું જણાવ્યું હતું, જો કે આ જવાબ સંપૂર્ણપણે ખોટો છે.

‘ડેડ મેન ફિંગર’ નહી આ ફંગસ (ફૂગ) છે

image source

જો કે ટ્વીટર પર કોઈ આનો જવાબ ન આપી શક્યું, ત્યારે થોડાક સમય પછી એમણે જાતે જ આ પ્રશ્નનો જવાબ આપીને ઉત્સુકતાનો અંત આણ્યો હતો. એમણે જવાબમાં કહ્યું હતું કે આ ચિત્ર કોઈ માણસનો પંજો નથી અને આનાથી ડરવાની પણ કોઈ જરૂર જણાતી નથી. આ એક પ્રકારની ફૂગ છે, જેનું નામ ઝાયલેરિયા પોલિમોર્ફા (Xylaria polymorpha) છે. આ સાથે એમણે વધુ માહિતી માટે એક લીંક પણ શેર કરી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત