વિરાટ કોહલીના ઈંડા ખાવાને લઈને સોશ્યલ મીડિયામાં થયો હોબાળો, ડાયટ પ્લાનને લઈને કહી આ વાત

હાલમાં જ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અનેક પર્સનલ વાતોને શેર કરી હતી. આસ્ક મી એનિથિંગ નામે ઈન્સ્ટાગ્રામ પર એક સેશન રખાયું હતું. તેમાં તેણે પોતાના ફેન્સની સાથે વાતચીત કરી હતી. તેણે આ સમયે પોતાની ફિટનેસ અને ડાયટમાં શું લે છે તે વાતો પણ ફેન્સ સાથે શેર કરી હતી. તેણે આ સમયે પોતે ઈંડા ખાતો હોવાનો ખુલાસો પણ કર્યો હતો.

સોશ્યલ મીડિયામાં ફેન્સે વિરાટના ઈંડા ખાવાને લઈને અને પોતે શાકાહારી હોવાનો દાવો કરવાને લઈને વાતો કરી હતી. ફેન્સે કહ્યું કે જો વિરાટ ઈંડા ખાય છે તો તે શાકાહારી કઈ રીતે છે. ઈંડાને શાકાહારી ગણવા કે માંસાહારી તેને લઈને અનેક સમયથી પ્રશ્નો રહ્યા છે. હાલમાં વિરાટ એક જાણીતું નામ હોવાને લઈને હોબાળો મચી રહ્યો છે.

image source

શું કહ્યું વિરાટે પોતાના ડાયટ પ્લાન વિશે


એક ઓપન સેશનમાં વિરાટે સવાલના ભાગરૂપે ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર પોતાનો ડાયટ પ્લાન શેર કર્યો હતો. તેણે કહ્યું કે હું વિવિધ શાકભાજીનો ડાયટમાં વધઆરે ઉપયોગ કરું છું, આ સિવાય હું ઈંડા, કોફી, દાળ, કિનુ અને પાલકને વિવિધ રીતે ઉપયોગમાં લઉં છું. આ સિવાય વિરાટે એક વાતનો પણ ખુલાસો કર્યો કે તે ક્યારેક ફ્રેશ થવા અને મૂડ ચેન્જ માટે ઢોંસા અને ચાઈનીઝ ફૂડને પણ સામેલ કરી લે છે.

અગાઉ એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે શુદ્ધ શાકાહારી બની ગયો છે. આ લગભગ 2018ની વાત છે. આ સમયે તેને નોનવેજ ખાવાથી અનેક મુશ્કેલીઓ થઈ હતી અને તેને થોડી ટ્રીટમેન્ટથી સુધારી શકાય તેમ ન હતી. આથી તેણે નોન વેજ ન ખાવાનો નિર્ણય કર્યો હતો. આ સમયથી તે શાકાહારી છે તેવો ખુલાસો થયો હતો. પરંતુ આજે ફરી ફેન્સ સાથેની વાતમાં તે ઈંડા ખાય છે તેવું કહેતા સોશ્યલ મીડિયામાં ફરી ગરમી આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!