વિશ્વનું સુપર-ડુપર ફાસ્ટ ઇન્ટરનેટ થઈ ગયું છે તૈયાર, જાપાને સ્પીડ મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં

ઇન્ટરનેટએ આજે આપણા બધાના જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે અને તેના વિના મોટા ભાગના કમલ કરવા ખૂબ મુશ્કેલ છે. ધીમી ઇન્ટરનેટ સ્પીડ બધા માટે એક મોટી સમસ્યા છે ત્યારે હવે જાપને આ અંગે મહત્ત્વની શોધ કરી છે. જાણવા મળ્યું છે કે જાપાને એક સેકંડમાં 319 ટેરાબિટની ઇન્ટરનેટ સ્પીડ સાથે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

internet
image source

જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (એનઆઈઆઈસીટી)ની ટીમે 0.125 mmની 4-કોર ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીને આ સ્પીડ વિશે ટેસ્ટ કર્યો હતો. આ દરમિયાન તેણે 178 ટીબી / સેકન્ડનો આ અગાઉ જે રેકોર્ડ હતો તેને તોડી નાખ્યો હતો. આ પરીક્ષણ એક વર્ષ પહેલા જાપાન અને યુકેના ઇજનેરો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષણમાં વિશેષ શું છે:

image source

આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ઇજનેરોએ બે વિશેષ પ્રકારનાં ફાઇબર એમ્પ્લીફાયર્સનો ઉપયોગ કર્યો હતો. આ સાથે ટ્રાન્સમિશન લૂપની રચના કરી હતી. એર્બીયમ અને થ્યુલિયમ ફાઇબર એમ્પ્લીફાયર્સ અને રમન એમ્પ્લીફાયરેશન 3,001 કિ.મી લાંબા ટ્રાન્સમિશનને શકય બનાવ્યું હતું. આ સાથે ટીમનું માનવું છે કે હજું પણ વધુ સ્પીડ પ્રાપ્ત કરી શકાય છે.

ઇન્ટરનેટ સ્પીડની દ્રષ્ટિએ ભારત ક્યાં ઉભું છે?

image source

બીઝનેસલાઈમાં બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમના અધ્યક્ષ ટીવી રામચંદ્રન જણાવ્યું છે કે ભારતમાં લગભગગભગ 50 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમયે ભારતમાં ડિજિટલ કન્ટેન્ટની માંગ વધી રહી છે જેના કારણે ઇન્ટરનેટ ટ્રાન્સમિશનની માંગ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં ભારતે હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળી શકે તે માટે જલ્દીથી કોઈ પગલાં ભરવા જોઇએ. માર્ચ મહિનામાં આવેલા Ookla Speedtest Global Indexના અહેવાલ મુજબ આપણો પડોશી દેશ પાકિસ્તાન પણ ઇન્ટરનેટની બાબતમાં ભારત કરતા વધુ સારી સ્થિતિમાં છે.

image source

આ અગાઉ રિસર્ચરની એક ટીમે 178,000Gbps (178 Tbps)ની સાથે દુનિયાના સૌથી ફાસ્ટ ઈન્ટરનેટનો રેકોર્ડ સ્થાપી દીધો હતો. હાલ જે ઑપ્ટિકલ ફાઈબર ઈનેબલ ડેટા સેન્ટર્સ છે તે પણ માત્ર 35Tbpsની સ્પીડથી જ ડેટા ટ્રાન્સફર કરવામાં સક્ષમ હતું. આ રેકોર્ડ યૂનિવર્સિટી કૉલેજ લંડને રિસર્ચરની એક ટીમે ડૉ. લિડિયા ગાલ્ડિનો દ્વારા સ્થપાયો હતો. આ ઈન્ટરનેટ સ્પીડ એટલી હતી કે જો તમે ઈચ્છો તો એક સેકન્ડથી પણ ઓછા સમયમાં સમગ્ર Netflix લાયબ્રેરી ક્લિક કરતાની સાથે જ ડાઉનલોડ કરી શકો છો. સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનો જૂનો રેકોર્ડ 44.2 Tbpsનો હતો, જે ઓસ્ટ્રેલિયન રિસર્ચર્સે બનાવ્યો હતો. જૂની સ્પીડની સરખામણીએ નવો રેકોર્ડ ચાર ગણી હતી.