આ 5 જીવોના મોંની તસવીરો જોઈને તમને પણ લાગશે નવાઇ, કારણકે..

દુનિયાભરમાં અનેક પ્રકારના જીવજંતુઓ રહે છે જેમાં અમુક જીવો તો એવા છે જેના વિષે આપણી પાસે બહુ ઓછી માહિતી હોય છે અને મોટાભાગના લોકો તો તેના વિષે સાવ અજાણ છે.

જીવોની અનેક જાતો એવી છે જે જોવામાં બહુ સુંદર દેખાય છે જયારે અમુક જીવોનો આકાર એવા પણ છે જેને જોઈને આપણે ઘડીભર ભયભીત પણ થઇ જઈએ. આજના જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવા જીવો વિષે જણાવવાના છીએ જેને તમે કદાચ પહેલા ક્યારેય નહિ જોયા હોય અને કદાચ પહેલીવાર જોઈને તમે ભલે તેનાથી ભયભીત ન થાવ તો આશ્ચર્યચકિત તો થઇ જ જશો.

image source

1). આ છે સ્ટાર નોઝડ મોલ. આ જીવનું મોં અજબ ગજબ છે. સ્ટાર નોઝડ મોલની સૌથી ખાસ વિશેષતા એ છે કે તે પ્રતિ સેકન્ડ 13 શિકારની ઓળખ કરી શકે છે. આટલા ઓછા સમયમાં માણસ માંડ બે થી ત્રણ વ્યક્તિને ઓળખ કરી શકે છે ત્યારે આ જીવ તેમાં માણસથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે.

image source

2). બતક જેવી ચાંચ ધરાવતા આ જીવનું નામ પ્લેટિપસ છે. મોં પર જાણે કાળું મોજું પહેર્યું હોય તેવો દેખાવ કરતા આ જીવ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. પ્લેટિપસની એક વિશેષતા એ પણ છે કે તે પાણીની અંદર પણ શ્વાસ લઇ શકે છે.

image source

3). આ જીવ પણ વિશ્વના અજબ-ગજબ જીવો પૈકી એક છે. શોબિલ નામનું આ પક્ષી મધ્ય આફ્રિકા અને ઉષ્ણ તાપમાન ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. આ પક્ષી વીજળી વેગે પોતાના શિકાર પર ત્રાટકે છે અને તેને પોતાની ચાંચ વડે એવી રીતે પકડી લે છે કે તેના માટે ભાગવું મુશ્કેલ બની જાય છે.

image source

4). આ પક્ષીનું નામ છે સ્પૂનબિલ. નામ મુજબ જ આ પક્ષીની ચાંચ અસ્સલ એવી જ લાગે છે જાણે લાકડાનો ચમચો ન હોય. સ્પૂનબિલ પોતાની આ ધારદાર ચાંચ વડે શિકારને એવી રીતે પકડે છે કે પછી તે તેનો ખોરાક જ બની જાય.

image source

5). આ છે હમીંગબર્ડ. આ પક્ષીને દુનિયાનું સૌથી નાનું પક્ષી પણ ગણવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે વિપરીત દિશામાં એટલે કે પાછળની તરફ પણ ઉડી શકે છે. તેની ચાંચ પાતળી અને ધારદાર તથા તલવારની જેમ સહેજ વળાંક વાળી હોય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત