સાવધાન : નવા વર્ષમાં આ મોબાઈલ પર નહિં ચાલે WhatsApp, ચેક કરો ક્યાંક તમારો ફોન તો નથી ને

WhatsApp યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 2021 થી કેટલાક iPhone અને અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં WhatsApp કામ કરશે નહીં. ખરેખર, લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp લગભગ દર વર્ષના અંતે જૂની આઇઓએસ અને એન્ડ્રોઇડ વર્ઝન પર તેની એપ્લિકેશનનું સપોર્ટ આપવાનું બંધ કરે છે. આ જ કડીમાં, આ વર્ષના અંતે, WhatsApp કેટલીક જૂની આઇઓએસ અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમો પર ચાલતા સ્માર્ટફોન પર કામ કરશે નહીં. વૉટ્સએપ વાપરનારાઓ માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. આગામી 2021ની શરૂઆત થતાં જ કંપની કેટલાક ફોનમાંથી વૉટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે, એટલે કે હવે કંપનીના લિસ્ટિંગમાં જે ફોન હશે તેના પર વૉટ્સએપનો સપોર્ટ નહીં મળે અને વૉટ્સએપ ઓટોમેટિક બંધ થઇ જશે,

વૉટ્સએપ ચાલતુ બંધ થઇ જશે

image source

ફેસબુક અધિકૃત વોટ્સએપએ કહ્યું કે, આ પરિવર્તનથી મર્યાદિત વર્ગને અસર થવાની સંભાવના છે. આ ફક્ત એવા વપરાશકર્તાઓને અસર કરશે કે જેમણે નવો ફોન ખરીદ્યો નથી અથવા તો જેમણે છ વર્ષથી વધુ સમયથી તેમના ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરી નથી. કંપનીના રિપોર્ટ પ્રમાણે આગામી વર્ષથી કેટલાક એન્ડ્રોઇડ અને આઇઓએ સ્માર્ટફોનમાંથી વૉટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામા આવશે. રિપોર્ટ છે કે વૉટ્સએપ કંપની આઇઓએસ 9 અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમ પર રન થનારા સ્માર્ટફોનમાંથી વૉટ્સએપ ચાલતુ બંધ થઇ જશે, કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી વૉટ્સએપ સપોર્ટ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

વૉટ્સેએપ ચાલુ રાખવા માટે તેને અપડેટ કરવું જરૂરી

image source

આઇઓએસ 9 પર ચાલતા ફોનમાં એપલના આઇફોન 4નો સમાવેશ થાય છે. પરંતુ આ સાથે આઇફોન 4એસ, આઇફોન 5, આઇફોન 5એસ, આઇફોન 6 અને આઇફોન 6એને પણ વૉટ્સએપ ચલાવવા માટે આઇઓએસ 9થી ઉપરની આઇઓએસને અપડેટ કરવી પડશે.

image source

એન્ડ્રોઇડની વાત કરીએ તો 4.0.3 એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ સપોર્ટ બંધ થશે, એચટીસી ડિઝાયર, એલજી ઓપ્ટીમસ બ્લેક, મોટોરોલા ડ્રૉઇડ રેઝર અને સેમસંગ ગેલેક્સી એસ2 સહિતના કેટલાક મૉડલો હજુ પણ જુની ઓપરેટિંગ સિસ્ટમ પર રન થઇ રહ્યાં છે, તેઓએ પણ વૉટ્સેએપ ચાલુ રાખવા માટે તેને અપડેટ કરવું જરૂરી છે.

આ રીતે કરો સેટિંગ

image source

આ ફોન પર વૉટ્સએપ ચાલુ રાખવુ હોય તો, આઇફોન યૂઝર્સે Settings > General > Information જવુ પડશે, અહીંથી અપડેટ ફોન અપડેટ કરવો પડશે. જ્યારે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે Settings > About Phone જઇને ફોનના ઓએસ વર્ઝનને અપડેટ કરવુ પડશે. ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ ગયા વર્ષે આઇઓએસ 8 અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ સપોર્ટ બંધ કરી દીધો હતો. જ્યારે એન્ડ્રોઇડમાં 2.3.7 અથવા તેનાથી જુની ઓએસ પર વૉટ્સએપ સપોર્ટને ક્લૉઝ કર્યો હતો.

આ મોડેલમાં નહી ચાલે WhatsApp

image source

વોટ્સએપની આ નવી ઘોષણા પછી, નવા વર્ષથી આઇફોન 4 સુધી મોડેલમાંWhatsAppનો સપોર્ટ નહીં મળે. તો iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6, અને iPhone 6S માં WhatsAppનો ઉપયોગ કરવા માટે, તેમને ઓછામાં ઓછા આઇઓએસ 9 માં અપગ્રેડ કરવાનું રહેશે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે વાત કરીએ તો, HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, અને Samsung Galaxy S2 માં નવા વર્ષથી વોટ્સએપ નહીં ચાલે. જો કે, જે સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમના અપડેટ સાથે પેંચ મળ્યો છે તેમા વ્હોટ્સએપ ચાલશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત