વોટ્સએપ, ફાસ્ટેગ, ચેક પેમેન્ટ સહિતના આ કામ માટે નવા વર્ષે બદલાશે નિયમો, આજે જ જાણવા જરૂરી

જાન્યુઆરી 2021 એટલે કે નવું વર્ષ. આા નવા વર્ષે જ્યાં લોકો મહામારીમાંથી મુક્તિ મેળવવાનું વિચારી રહ્યા છે ત્યારે સાથે એ પણ જાણવું જરૂરી છે કે ભારતમાં આવનારા વર્ષે તમારા કામ સંબંધિત અનેક મોટા ફેરફાર આવવાના છે. આ બદલાવની તમારા જીવન પર સીધી અસર થશે.

image source

આ નવા નિયમોથી એક તરફ જ્યાં તમને રાહત મળી શકે છો તો અન્ય તરફ કેટલીક વાતોનું ધ્યાન નહીં રાખવામાં આવે તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમાં ફાસ્ટેગ, જીએસટી, ગેસ સિલિન્ડર, ચેક પેમેન્ટ, કોલિંગ, વોટ્સએપ, ગાડીઓની કિંમત વગેરે સામેલ છે. તો જાણી લો મહત્વના ફેરફારો વિશે. જે તમારા ખિસ્સાને અસર કરી શકે છે.

અનિવાર્ય હશે ફાસ્ટેગ

image source

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક જાન્યુઆરી 2021થી દરેક ફોર વ્હીલર માટે ફાસ્ટેગ અનુવાર્ય કરી દીધો છે. ડિજિટલાઈઝેશનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દેશના દરેક ટોલ પ્લાઝા પર રોકડ લેન દેનને પૂરી રીતે ખતમ કરી રહી છે. આ વિશે એનએચએએઈની પરિયોજના નિર્દેશક એનએન ગિરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 31 ડિસેમ્બર સુધી ફાસ્ટેગનો ઉપયોગ 100 ટકા કરવા ઈચ્છે છે. જો વાહન માલિકો પોતાના વાહન પર ફાસ્ટેગ લગાવ્યું નથી તો 1 જાન્યુઈરીથી તેને અસુવિધા થઈ શકે છે.

અહીંથી ખરીદી શકાશે ફાસ્ટેગ

ભારતીય રાજમાર્ગ પ્રાધિકરણ અનુસાર ફાસ્ટેગ ઈ કોમર્સ વેબસાઈટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર પણ મળી રહે છે. ફાસ્ટેગ લેતા ધ્યાન રાખો કે જે બેંકમાં તમારું ખાતું હોય તેનાથી ફાસ્ટેગ ખરીદો.

બદલાશે ચેક પેમેન્ટનો નિયમ

image source

નવા વર્ષની શરૂઆતમાં ચેક પેમેન્ટનો નિયમ બદલાવવા જઈ રહ્યો છે.બેંકિંગ ફ્રોડ પર લગામ લગાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021થી ચેકના પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરવાનું નક્કી કર્યું છે. પોઝિટિવ પે સિસ્ટમના આધારે કોઈ થર્ડ પાર્ટી ચેક જાહેર કરનારા વ્યક્તિને પોતાની બેંક પોતાના ચેકની જાણકારી આપશે. આ સિસ્ટમ 50000 રૂપિયા કે તેનાથી વધારેના પેમેન્ટને રિ કન્ફર્મ કરવા માટે છે. આ સિસ્ટમની મદદથી ચેકના ક્લીયરન્સમામં પણ સમય લાગશે. ચેક જાહેર કરનારા વ્યક્તિને ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચેકનની તારીખ, લાભાર્થીનું નામ, લેનારી વ્યક્તિ અને પેમેન્ટની રકમ જણાવવાની રહેશે.

વધશે કોન્ટેક્ટલેસ કાર્ડથી લેનદેનની લિમિટ

image source

ભારતીય રિઝરિવ બેંક એટીએમ કાર્ડ અને યૂપીઆઈ કાર્ડ પર લેન દેનના નિયમોમાં ફેરફાર કરે છે. આ રીતે સુરક્ષિત રીતે ડિજિટલ પેમેન્ટને અપનાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે. યૂપીઆઈથી કોન્ટેક્ટલેસ લેન દેનની સીમાને 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા સુધી કરાઈ રહી છે. આ સુવિધા જાન્યુઆરીથી લાગૂ થશે.

લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરતા પહેલાં શૂન્ય લગાવવો

image source

દેશમાં લેન્ડલાઈનથી મોબાઈલ પર ફોન કરવા માટે ગ્રાહકોએ 1 જાન્યુઆરીથી નંબરની પહેલાં શૂન્ય લગાવવાનો જરૂરી રહેશે. ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણે કોલ માટે 29 મે 2020ને નંબરથી પહેલાં શૂન્ય લગાવવાની ભલામણ કરી હતી. સેવા પ્રદાતા કંપનીઓને વધારે નંબર બનાવવાની સુવિધા મળશે.

આ ફોન પર નહીં કામ કરે વોટ્સએપ

image source

નવા વર્ષ પહેલાં એન્ડ્રોઈડ 4.3 અને આઈઓએસ-9 થી જૂના ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપ દર વર્ષે આઉટડેટેડ આઈઓએસ અને એન્ડ્રોઈડ સ્માર્ટફોનને સપોર્ટ કરવાનું બંધ કરે છે. જે ગ્રાહક જૂના ઓપરેટિંગ સિસ્ટમને વાપરે છે તેઓ માટે જરૂરી છે કે તેઓ તેમના ફોન અપગ્રેડ કરતા રહે.

આવતા મહિનાથી મોંઘી થશે ગાડીઓ

image source

આવતા મહિનાથી અનેક કાર કંપનીઓ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. એક જાન્યુઆરી 2021થી 10 મોટી ગાડીઓ પોતાની કારની કિંમતો વધારવા જઈ રહી છે. કિંમતોને વધારવા પાછળ ઉત્પાદન લાગતમાં આવેલા વધારા અને કાચા માલની કિંમતો મોંઘી થવાનું એક મોટું કારણ છે. એવામાં તમે તમારી કારની હાલની કિંમતમાં ખરીદવા ઈચ્છો છો તો તમે 31 ડિસેમ્બર સુધી તેમની ખરીદી કરી શકો છો.

કંપની પોતાની કારની કિંમતમાં એક જાન્યુઆરી 2021થી 3 ટકા સુધી મોંઘુ કરી શકે છે. વધતી કિંમતોમાં વેરિઅંટ અને મોડલના આધારે અલગ અલગ રહેશે. એમજી મોટર ઈન્ડિયા ભારતીય બજારમાં MG Hector, MG ZS EV MG Gloster જેવી કારનું વેચાણ કરી શકે છે.

રેનો ઈન્ડિયો પોતાની કારની કિંમતો 1 જાન્યુઆરી 2021થી 28000 રૂપિયા સુધી વધારી શકે છે. વધેલી કિંમતો વેરિએંટ અને મોડલના આધારે અલગ અલગ રહેશે. રેનો ઈન્ડિયા ભારતીય બજારમાં kwid, Duster Triber જેવી કાર પણ વેચી શકે છે.

ગેસ સિલિન્ડરના ભાવ

image source

તેલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવને વિચારશે. દેશમાં ગેસ સિલિન્ડરની કિંમત બદલાઈ જશે. આ રાજ્યમાં ટેક્સ અલગ અલગ હોય છે, તેના આધારે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર આવે છે. હાલમાં 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર પર સબ્સિડી મળે છે. જો ગ્રાહક તેમાંથી સિલિન્ડર લેવા ઈચ્છે છે તો તેને બજાર ભાવના આધારે સિલિન્ડર મળે છે. તેની કિંમત આંતરરાષ્ટ્રિય બેંચમાર્ક અને વિદેશી વિનિમય ભાવમાં ફેરફાર નક્કી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત