Site icon News Gujarat

WHOના આ રિપોર્ટને ખાસ લેજો ધ્યાનમાં, જેમાં ચેતવણી આપતા કહ્યું કે…કોરોનાના કેસ વધતા જ વધશે આ મોટું જોખમ અને…

WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે. અત્યારે 1 વર્ષમાં 20 લાખથી વધારે ‘સ્ટિલબર્થ’ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો કોરોના મહામારી વધશે તો તેનો ખતરો પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે મુશ્કેલીઓ લાવશે.

મહામારીથી સ્થિતિ બગડશે

image source

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ 19 મહામારીને કારણે વૈશ્વિક આંકડો વધી શકે છે. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટિલબર્થના 40 ટકાથી વધારે કેસ પ્રસૃતિ દરમિયાનના છે.

image source

જો મહિલાઓની પ્રસૃતિ તાલિમ મેળવેલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તો આવા બનાવોને રોકી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેના પરિણામે 117 વિકાસશીલ દેશોમાં બે લાખ વધારાના ‘સ્ટિલબર્થ’ થઈ શકે છે.

જાણો શું છે સ્ટિલબર્થ

WHO તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે અત્યારે દર વર્ષે 20 લાખ શિશુ મૃત (સ્ટિલબર્થ) પેદા થાય છે. જેમાં મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હોય છે. ગર્ભધારણ કર્યાના 28 અઠવાડિયા કે તેના પછી બાળકનું જન્મ અથવા પ્રસૃતિ દરમિયાન શિશુ મૃત થાય તો તેને ‘સ્ટિલબર્થ’ કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે ગત વર્ષે ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં દર ચાર જન્મમાંથી ત્રણ ‘સ્ટિલબર્થ’ હતા. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)ના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરે કહ્યું કે, “દર 16 સેકન્ડમાં ક્યાંક કોઈ માતા ‘સ્ટિલબર્થ’ની પીડા સહન કરે છે. તેમણે કહ્યુ કે ખૂબ જ કાળજી, પ્રસૃતિ પહેલા યોગ્ય સારસંભાળ અને સુરક્ષિત પ્રસૃતિ માટે ડૉક્ટરોની મદદથી આને રોકી શકાય છે.

વિશ્વમાં કોરોના કેસમાં સતત વધારો

image source

વિશ્વમાં 3 કરોડ 67 લાખથી વધુ કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોના બાદ કુલ 2 કરોડ 76 લાખથી વધુ લોકો સાજા થયા છે. આ સિવાય અત્યારે કોરોનાના 80 લાખથી વધુ એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3 લાખ 44 હજાર નવા કેસ નોંધાયા છે. આ આંક પણ ચિંતા જન્માવનારો છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version