ટી 20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી મુસીબત, આ મોટા ખેલાડીની ફિટનેસ નથી સારી

ટી 20 વર્લ્ડ કપ 2021 ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા સામે એક સમસ્યા ઉભી થઈ છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ખેલાડીની ફિટનેસને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

image soucre

આગામી મહિને યુએઈ અને ઓમાનમાં ટી 20 વર્લ્ડ કપ 2021 રમાવાનો છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ 24 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. પરંતુ આ મોટી ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા સામે મોટી સમસ્યા ઉભી થઈ છે.

image soucre

ટીમ ઈન્ડિયાના સૌથી મોટા મેચ વિનર ગણાતા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ફિટ નથી અને તેની ફિટનેસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા આઈપીએલ 2021 ના બીજા તબક્કાની બંને મેચ રમી શક્યો નથી, ત્યારબાદ તેની ફિટનેસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો ટેન્શનમાં છે કે આ ડેશિંગ ખેલાડીને શું થયું છે. આ એક મોટું કારણ રહ્યું છે કે મુંબઈએ આઈપીએલની શરૂઆત બાદ તેની બંને મેચ હારી છે.

image source

જો હાર્દિક પંડ્યા ફિટ ન હોય તો આગામી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં, તાજેતરમાં સમાપ્ત થયેલા શ્રીલંકા પ્રવાસ દરમિયાન પણ હાર્દિક ખૂબ જ ખરાબ ફોર્મમાં હતો. એક વખત ફોર્મમાં પરત ફરવા માટે તેના માટે IPL માં રમવું ખૂબ જ જરૂરી છે. પરતુ તેની ફિટનેસના કારણે તે પ્રથમ બે મેચમાં મેદાન પર ઉતરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે મોટી સમસ્યા ઉભી થઈ છે.

image soucre

મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ નિયામક ઝહીર ખાને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે એક મહત્વની વાત કહી છે. ઝહીર ખાને મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘અમે પ્રેક્ટિસ સેશન કરીશું અને પછી જ નિર્ણય લઈશું. હાર્દિકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને આ તે જ છે જે અત્યારે અમે તમારી સાથે શેર કરી શકીએ છીએ. અમને આશા છે કે તે ફિટ રહેશે અને RCB સામેની મેચ માટે હાજર રહેશે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સબા કરીમે તેની ફિટનેસ પર પ્રશ્નાર્થ ચિહ્ન હોવા છતાં આગામી મહિને યુએઈ અને ઓમાનમાં શરૂ થનારા આઈસીસી ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે. ગયા વર્ષે બેક ઓપરેશન બાદ હાર્દિક પંડ્યાએ ભાગ્યે જ બોલિંગ કરી છે. તે આઈપીએલમાં સતત બે મેચ રમ્યો ન હતો, પરંતુ બોન્ડે કહ્યું કે ઓલરાઉન્ડર સારી પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેને ટૂર્નામેન્ટની છેલ્લી મેચોમાં તક મળી શકે છે.

image socure

આમ હવે ટી 20 વર્લ્ડ કપમા ઘણો જ ઓછો સમય બાકી રહ્યો છે, તૈયારી માટે પણ ટીમ ઈન્ડિયાને પૂરતો સમય મળવાનો નથી, સીરિઝ માટેની સ્કવોડની ઘોષણા પણ થઈ ચૂકી છે, જેના લીધે હવે ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે અને ખેલાડીઓની ફિટનેસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.