ઉત્તર કોરિયમાં છે રહસ્યમય હોટલ, પૂરી વિગતો જાણીને તમે ક્યારે નહિં વિચારો ત્યાં જવાનુ

દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. આ બાબતમાં ઉત્તર કોરિયાને દુનિયા એક રહસ્યમય દેશના રૂપમાં પણ જાણવામાં આવે છે. તો આજે ઉત્તર કોરિયા સાથે જોડાયેલ એક એવા રહસ્ય વિષે આપને જણાવીશું. ઉત્તર કોરિયામાં આવેલ એક હોટલ છે, જેના પાંચમા માળ પર કોઈનો પણ પ્રવેશ મનાઈ છે. આની પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે તો ચાલો હવે જાણીશું ઉત્તર કોરિયાની આ હોટલ વિષે.

image source

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં આવેલ આ હોટલનું નામ છે યંગાકડો હોટલ છે. આ હોટલ ઉત્તર કોરિયાની સૌથી મોટી હોટલ તરીકે જાણીતી છે અને આ હોટલ ઉત્તર કોરિયાની સાતમા કે આઠમા નંબરની સૌથી ઉંચી બિલ્ડીંગમાં પણ સામેલ છે. આ તાઈડોંગ નદીની વચ્ચે આવેલ યાંગાક આઈલેન્ડ પર બનાવવામાં આવી છે.

image source

આ હોટલ ૪૭ માળ ધરાવે છે અને આ હોટલમાં કુલ એક હજાર રૂમ આવેલા છે. આ હોટલમાં ચાર રેસ્ટોરંટ, એક બાઉલિંગ એલે અને એક મસાજ પાર્લરની પણ સુવિધા છે. આ હોટલ ઉત્તર કોરિયાની પહેલી લક્ઝુરીયસ હોટલ છે, આ હોટલના એક રૂમનું ભાડું અંદાજીત ૨૫ હજાર રૂપિયા જેટલું છે. આ હોટલને વર્ષ ૧૯૯૨માં છ વર્ષમાં બનીને તૈયાર થઈ ગઈ હતી. આ હોટલને ફ્રાંસની કૈપેનન બનાર્ડ કન્સ્ટ્રકશન દ્વારા બનાવવામાં આવી હતી, જેને વર્ષ ૧૯૯૬માં સામાન્ય વ્યક્તિઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી હતી.

image source

કહેવાય છે કે, આ હોટલની લીફ્ટમાં પાંચમા માળનું બટન છે જ નહી. એટલે કે એનો સીધે સીધો અર્થ એવો જ થાય છે કે, લોકો અન્ય કોઇપણ માળ પર અવર જવર કરી શકે છે પરંતુ પાંચમા માળ પર કોઇપણ વ્યક્તિ અવર જવર કરી શકતી નથી. આ હોટલના પાંચમા માળને લઈને ઉત્તર કોરિયામાં ખુબ જ સખ્ત નિયમો બનાવવામાં આવ્યા છે, જેના મુજબ જો કોઈ વિદેશી વ્યક્તિ પાંચમા માળ પર ચાલ્યો જાય છે તો તેને આજીવન જેલની સજા થઈ શકે છે.

image source

વર્ષ ૨૦૧૬માં ઓટ્ટો વાર્મબિયર નામના એક અમેરિકન વિદ્યાર્થી યંગાકડો આ હોટલના પાંચમા માળ પર ચાલ્યો ગયો હતો, ત્યાર પછી ઉત્તર કોરિયાની પોલીસએ આ અમેરિકન વિદ્યાર્થીને ગિરફ્તાર કરી લીધો હતો. આ વિદ્યાર્થી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે હોટલની પાંચમા માળ પર લગાવેલ એક પોસ્ટરને ઉખાડી દીધું હતું. ત્યાર પછી ત્યાં ઓટ્ટો વાર્મબિયર વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો અને ઓટ્ટો વાર્મબિયરને ૧૫ વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી હતી.

image source

કહેવાય છે કે, પુછપરછ દરમિયાન તેને ખુબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો. જો કે, પછીથી તેને છોડી દેવામાં આવ્યો, પરંતુ ઓટ્ટો વાર્મબિયરના અમેરિકા પાછા આવ્યા પછી કોમામાં ચાલ્યા ગયા અને જુન, ૨૦૧૭માં ઓટ્ટો વાર્મબિયરની મૃત્યુ થઈ ગઈ.

Source : DailyHunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત