કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું, જાણો કયું નવું નામ છે લિસ્ટમાં સામેલ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ આપ્યું રાજીનામુ, આજે જ પુરા થયા સરકારના 2 વર્ષ.

કર્ણાટકની રાજનીતિમાં ફરી એકવાર હલચલની ગતિ ઝડપી બની છે. સોમવારે બી એસ યેદીયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામુ ત્યારે અપાયું જ્યારે આજે જ કર્ણાટકની બીજેપી સરકારને બે વર્ષ પુરા થયા છે. એવામાં હવે બધાની જ નજર એ વાત પર છે કે હવે બીજેપી કર્ણાટક રાજયની કમાન કોને સોંપે છે.

પોતાના રાજીનામાંની ઘોષણા કરતા બી એસ યેદીયુરપ્પાએ કહ્યું હતું કે લોકો માટે ઘણું જ કામ કરવાનું છે. આપણે બધાએ મહેનત સાથે કામ કરવું જોઈએ. યેદીયુરપ્પાએ કહ્યું કે એ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે.યેદીયુરપ્પાએ ખાતરીપૂર્વક કહ્યું હતું કે, ‘હું મુખ્યમંત્રીપદે રહું કે ન રહું પરંતુ ભાજપ માટે આવનારાં 10થી 15 વર્ષ સુધી કામગીરી કરતો રહીશ. યેદિયુરપ્પએ કર્ણાટક ભાજપમાં મોટાભાગના હોદ્દાઓ પર કામ કર્યુ છે અને આટલા હોદ્દાઓ પર લગભગ કોઇએ કામ નહીં કર્યું હોય. જેના માટે તેઓ કેન્દ્રીય નેતાગીરીના આભારી છે.

સોમવારે કર્ણાટકના બીજેપી સરકારને બે વર્ષ પુરા થવાનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું, બી એસ યેદીયુરપ્પા પણ સવારથી જ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે કર્ણાટકની રાજનીતિને લઈને લાંબા સમયથી અલગ અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી જતી. હાલમાં જ બી એસ યેદીયુરપ્પાએ નવી દિલ્લી આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડા સાથે મુલાકાત કરી હતી. ત્યારે જ આ વાત કહેવામાં આવી રહી હતી કે હવે યેદીયુરપ્પા પોતાનું પદ છોડી શકે છે.

જ્યારે બી એસ યેદીયુરપ્પાના રાજીનામાની અટકળો વધી ગઈ હતી ત્યારથી લિંગાયત સમુદાયના લોકોનું બીએસ યેદીયુરપ્પા સાથે મળવાનું ચાલુ હતું. એવામાં આ મુલાકાતોનો કેન્દ્રીય નેતૃત્વને આપવામાં આવેલા એક સંદેશ તરીકે જોવામાં આવી રહી હતી. જો કે પછીથી બીએસ યેદીયુરપ્પાએ ચોખવટ કરી હતી કે જો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે તો એ રાજીનામુ આપી દેશે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2018ના વિધાનસભાની ચૂંટણી પછી કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી પણ આ સરકાર એક વર્ષ પણ નહોતી ચાલી અને પછી બીજેપીએ બીએસ યેદીયુરપ્પાની આગેવાનીમાં પોતાની સરકાર બનાવી લીધી હતી.

બુકનાકરે સિધ્ધલિંગપ્પા યેદીયુરપ્પાનો જન્મ 27 ફેબ્રુઆરી 1943ના રોજ થયો હતો. ઘણીવાર તેમને બીએસવાય દ્વારા ઓળખવામાં આવે છે. યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા હતા. કર્ણાટકમાં આવું કરનાર એક માત્ર મુખ્યમંત્રી છે અને કર્ણાટક વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે 3 વખત સેવા આપનારા કર્ણાટકમાં તેઓ અત્યાર સુધીમાં એક માત્ર એવા નેતા છે. તેઓ શિમોગા જિલ્લાના શિકરીપુરા મત વિસ્તારના આઠ વખતના ધારાસભ્ય પણ છે.