યુધિષ્ઠિરે સ્ત્રીઓને આપ્યો હતો આ શ્રાપ, આજે પણ સ્ત્રીઓ ભોગવી રહી છે માતા કુંતીએ કરેલ આ ભુલની સજા

માતા કુંતીએ કરેલ ભુલની સજા સ્ત્રીઓ આજે પણ ભોગવી રહી, યુધિષ્ઠિરે સ્ત્રીઓને આપ્યો હતો શ્રાપ

image source

પૌરાણિક કાળથી જ સ્ત્રીઓને લઈને એવું માનવામાં આવે છે કે કોઇપણ વાત તે લાંબો સમય સુધી છુપાવીને રાખી શકતી નથી, અને ન ઈચ્છવા છતાં પણ કોઈને કોઈ વ્યક્તિને તો તે બધી વાતો જણાવી જ દે છે. લોકો સ્ત્રીઓને એટલા માટે જ પોતાના રહસ્યો નથી જણાવતા, કારણ કે તે રહસ્યને છુપાવી શકતી નથી અને કોઇને કોઇ વ્યક્તિ સામે તે પોતાની વાત જણાવી દે છે. આ આદતને સ્ત્રીઓની સહજ પ્રવૃત્તિ માનવામાં આવે છે કે તેમના પેટમાં કોઈ પણ વાત વધુ સમય ટકતી નથી. જો કે સ્ત્રીઓની આ આદત પાછળનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે. ધર્મરાજ યુધિષ્ઠિરે માતા કુંતીને એવો શ્રાપ આપ્યો હતો, જેનો દંડ સ્ત્રીઓ આજે પણ ભોગવી રહી છે.

દુર્વાસા ઋષીએ આપ્યું હતું વરદાન

image source

જો તમે મહાભારતની કથા વિશે જાણતા હશો તો તમને ખબર હશે કે સૂર્યદેવના માનસ પુત્ર જેષ્ટ પાંડવ હતા. માતા કુંતીની તે પ્રથમ સંતાન હતા. કહેવાય છે કે લગ્ન પહેલા કુંતીએ પિતાના ઘરે આવેલા દુર્વાસા ઋષિની ખુબ જ ભક્તિ પૂર્વક સેવા કરી હતી. આ સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા ઋષિએ કુંતીને એક મંત્ર આપ્યો હતો. એમણે કહ્યું હતું કે આ મંત્રને જપીને તમે જે પણ દેવતાનું સ્મરણ કરશો, તેનાથી તમને સંતાનની પ્રાપ્તિ થશે અને તમારી મનોકામના પણ પૂર્ણ થશે. કુંતી એક રાજકુમારી હતી, તેને આ સમયે વિશ્વાસ થયો નહી કે આ મંત્ર આટલો કારગર બની શકે છે.

કર્ણનો જન્મ કવચ અને કુંડળ સાથે થયો હતો

image source

આવા સમયે નાદાનીમાં કુંતીએ સૂર્યદેવને સ્મરણ કરી મંત્રનું જાપ કર્યું અને મંત્રના જાપ કરવા સાથે જ સૂર્યદેવે કુંતી સમક્ષ પ્રકટ થઈને એમનાં ખોળામાં એક તેજસ્વી બાળક ધરી દીધું. પણ, કુંતી ગભરાઈ ગઈ. આ પાછળ મૂળ કારણ હતું કે કુંતી હજુ કુવારી હતી, વિવાહ વિના બાળકને રાખવું સમાજમાં સ્વીકાર્ય ન હતું. પિતાની સમાજમાં પ્રતિષ્ઠા જળવાઈ રહે એ માટે કુંતીએ બાળકને એક ટોપલામાં મુકીને ગંગામાં વહાવી દીધું હતું. જો કે આ બાળકની રક્ષા માટે નિયતિ મુજબ જન્મથી જ સૂર્યદેવના આશીર્વાદ સાથે હતા. એના કાનમાં કુંડળ અને શરીર પર દિવ્ય કવચ જન્મથી જ હતું.

કર્ણનું પાલન પોષણ સારથીએ કર્યું હતું

image source

આ બાળકનું પાલન પોષણ એક સારથીએ કર્યું હતું. આ કારણે એમને જન્મથી જ પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવો પડયો હતો. જો કે નિયતિ પણ કદાચ એવું જ ઈચ્છતી હતી જેથી કરીને એ સમયમાં ઉદભવેલા ભેદભાવો દુર કરવાની લડતનો પ્રારંભ થાય. જો કે કુંતીના લગ્ન પછી હસ્તીનાપુર નરેશ રાજા પાંડુ સાથે થયા અને પછી તેમણે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને મંત્રો દ્વારા જન્મ આપ્યો. વળી પાંડુ અને માદ્રી થી નકુલ તથા સહદેવેનો પણ જન્મ થયો હતો. કુંતી માતાએ જ્યારે પહેલી વખત રંગભૂમિમાં કર્ણને જોયો હતો, ત્યારે તે સમજી ગયા હતા કે કર્ણ તેમનો જ પુત્ર છે. જો કે આ રહસ્યને ક્યારેય તેઓ જાહેર કરી શક્યા નહી.

મહાભારતના યુધ્ધમાં મૃત્યુ પામ્યા હતા કર્ણ

image source

જો કે મહાભારતના યુદ્ધ પહેલા આ સત્ય કર્ણ સામે આવી ગયું હતું. આ વાત સાંભળીને કર્ણ અસમંજસમાં જરૂર પડયા હતા પણ તેઓ પોતાના મિત્ર દુર્યોધનને આપેલા વચનથી બંધાયેલા હતા. આ કારણે એમણે માતા કુંતીને વચન આપ્યું કે આ યુદ્ધ પછી પણ એમના પાંચ પુત્રો જરૂર જીવતા રહેશે. અથવા તો અર્જુન અથવા પોતે આ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરશે. જો કે અધર્મના સાથ આપવાના પરિણામે યુધ્ધમાં કર્ણનું અર્જુન સામેના યુધ્ધમાં મૃત્યુ થયું હતું.

કર્ણનું મૃત્યુ અર્જુનના બાણથી થયું હતું

image source

યુદ્ધમાં જ્યારે અર્જુન અને કર્ણનું યુદ્ધ થયું ત્યારે શીવીરમાં બેઠેલા માતા કુંતી ચિંતામાં હતા. બીજી તરફ અન્ય ભાઈઓ પણ એ અસમંજસમાં હતા કે શા માટે કર્ણ એમને હરાવવા છતાં જીવતા છોડીને આગળ વધી ગયો હતો. આ બધા વિચારો કોઈ નિષ્કર્ષ પર પહોચે એ પહેલા જ અર્જુન સાથેના યુધ્ધમાં કર્ણ લાંબી ચાલેલી લડત અને એમને મળેલા શ્રાપના કારણે મૃત્યુ પામ્યા. આ ઘટના સાથે જ કુંતી કર્ણના દેહને ભેટીને રડતી રહી હતી. દુશ્મન સેનાના યોધ્ધાના મૃત્યુ પર માતાના આવા વિલાપને જોઇને જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, ત્યારે સત્ય સમક્ષ આવ્યું હતું કે કર્ણ વાસ્તવમાં કુંતીના જેષ્ઠ પુત્ર હતા. જો કે આ સત્ય સામે આવવાનો હવે કોઈ અર્થ ન હતો. અર્જુનના બાણ સત્ય સામે આવે એ પહેલા કર્ણના દેહને ભેદી ચુક્યા હતા.

યુધિષ્ઠિરે માતા કુંતીને આપ્યો હતો શ્રાપ

image source

જ્યારે પાંડવોને આ વાતની જાણ થઈ તો તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. યુધિષ્ઠિરને એ જાણીને આંચકો લાગ્યો કે પોતાના મોટા ભાઈને પણ તેઓ ઓળખી શક્યા નહીં. ક્રોધિત થયેલા યુધિષ્ઠિરે માતા કુંતીને આટલા વર્ષો સુધી આ રહસ્ય છુપાવી રાખવા માટે શ્રાપ આપતા કહ્યું કે, “હે માં! આજે તમારા આ રહસ્યને કારણે આપણે આટલું બધું દુઃખ સહન કરવું પડયું છે. હવે પછી સમસ્ત નારી જાતને મારો શ્રાપ છે કે, તેમના મનમાં કોઈ પણ વાત વધારે સમય સુધી રહસ્ય રહી શકશે નહીં. જો તે કોઈ રહસ્ય રાખવા માંગશે તો પણ તે રાખી શકશે નહીં.” યુધિષ્ઠિરના આ શ્રાપને કારણે આજે પણ સ્ત્રીઓ કોઈ રહસ્ય વધુ સમય છુપાવી શકતી નથી અને તેમના પેટમાં વધારે સમય સુધી કોઈ વાત ટકી શકતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત