યુવક રાત્રે સુતો હતો અને એવી ઘટના ઘટી કે, ૭ કલાક પિલર પકડીને ઉભા રહેવું પડયું

સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ જેવા જીવ નીકળતા હોય છે. પણ આ ઘટના ત્યારે વધુ ઘટક બની જાય છે ત્યારે આવા જીવનો સામનો માણસો સાથે થાય છે. જો કે ખેતરોમાં, જંગલોમાં અને અવાવરું જગ્યાઓ પર આ ઘટના ખુબ જ સામાન્ય હોય છે. જો કે મીર્ઝાપુરમાં આવા પ્રકારની એક વિચિત્ર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અહી મીર્ઝાપુરમાં કોબ્રા સાપ એક વ્યક્તિના પેન્ટમાં ઘુસી ગયો હતો.

image source

જો કે પછી કલાકો સુધી આ યુવક ડરના માર્યો પિલર પકડીને ઉભો રહ્યો હતો. જ્યારે સવાર પડી ત્યારે સાપ પકડનાર ટીમની મદદથી યુવકના પેન્ટમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ પ્રસાશન અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પર સાપ પકડવાની ટીમ સાથે એમ્બયુલન્સ પણ બોલાવી લેવામાં આવી હતી, જેથી કરીને કોઈ પણ અણધારી સ્થિતિ માટે તૈયાર રહી શકાય.

રાત્રીના સમય દરમીયાન સાપ આવ્યો હતો

આ ઘટના મીર્ઝાપુરની છે, આ ઘટના અંગે જણાવતા આસપાસના લોકોએ કહ્યું હતું કે પ્રાથમિક શાળામાં કેટલાક મજુર સૌભાગ્ય યોજના અંતર્ગત કામ કરતા હોય છે. આવા સમયે રાત્રી દરમિયાન આ લોકો ત્યાં જ જમીને સુઈ પણ જતા હોય છે. આવા સમયે વરસાદના સમયને કારણે અચાનક ક્યાંકથી આવેલો કોબ્રા સાપ અલ્હાબાદના રહેવાશી અને મજુર લવલેશના પેન્ટમાં ઘુસી ગયો હતો. આ વાતની જાણકારી જયારે એ યુવકને થઇ તો એ ધ્રુજવા માગ્યો હતો અને જેમ તેમ કરીને એ મકાનના પિલર પાસે જઈને ઉભો રહી ગયો હતો.

આખી રાત પીલરના સહારે ઉભા રહીને વિતાવી

ઓચિંતા પેન્ટમાં ઘુસી ગયેલા સાપની જાન થતા જ લવલેશ જેમ તેમ કરીને ડરના માર્યો મકાનના પિલર પાસે પહોચ્યો હતો અને ત્યાં જ ઉભો રહી ગયો હતો. સાપ જાતે જ નીકળી જાય એવી આશા સાથે આખી રાત લગભગ ૭ કલાક સુધી આ યુવક જીવ બચાવવા પિલર પકડીને ઉભો રહી ગયો હતો. જો કે સવાર પડતા જ લોકોએ એને જોયો અને એમને જયારે આ મુશ્કેલી સમજાઈ તો એમણે પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન ત્યાં ભીડ પણ ભેગી થઇ ગઈ હતી.

image source

પોલીસ દ્વારા સાપ પકડનારી ટીમ બોલાવાઈ

આખી રાત ઉભા રહેલા લવલેશને સવારે આવેલા લોકોએ જોયો હતો. જ્યારે એમને વાસ્તવિક સમસ્યાની જાણ થઇ તો એમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ અપર આવીને સાપ પકડનારી ટીમને બોલાવી લીધી હતી. આ દરમિયાન ત્યાં આસપાસના લોકોની ભીડ પણ જમા થઈ હતી, જેમાંથી ઘણા લોકોએ તો આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. જો કે ઘટના સ્થળે આવેલ સાપ પકડનારી ટીમે પણ લાંબી જહેમત બાદ પેન્ટને કાપીને સાપને બહાર કાઢ્યો હતો. જો કે યુવકના નસીબ સારા હતા કે સાપે એને ડંખ માર્યો ન હતો.

image source

જીન્સ કાપીને પછી સાપને બહાર કઢાયો

યુવક જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ અચાનક એના પેન્ટમાં ક્યાંકથી આવેલો કોબ્રા સાપ ઘુસી ગયો હતો. ત્યાર બાદ એણે પિલર પકડીને આખી રાત વિતાવી હતી પણ સાપ નીકળ્યો ન હતો. જો કે પોલીસ દ્વારા બોલાવવામાં આવેલા સાપ પકડવા વાળી ટીમને પણ ઘણી મુશ્કેલી પડી હતી, આ સાપ કાઢવામાં. આ સાપ કાઢવા માટે ધીરે ધીરે કરીને યુવકના જીન્સને કાપવું પડ્યું હતું. જો કે આ સાથે જ સાપ અને યુવકને મુશ્કેલીમાં મુકાય એવી સ્થિતિ ન હતી, કારણ કે સાપ મુશ્કેલી જણાતા ડંખ મારી શકે એમ હતો. જો કે અંતમાં સુરક્ષિત રીતે જ સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.

image source

ઘટના સ્થળે એમ્બયુલન્સ પણ બોલાવવામાં આવી હતી

પેન્ટમાં ઘુસી ગયેલા સાપને કાઢવો એ સરળ ન હતું, અને એવા સમયે જો સાપ ડંખી જાય તો સમસ્યા સર્જાય એવી ભીંતી સાથે જ એમ્બ્યુલેન્સ પણ બોલાવી લેવામાં આવી હતી. જેથી કરીને જો સાપ પકડનારી ટીમ દ્વારા અથવા યુવક દ્વારા રેસ્ક્યુ સમયે કોઈ ચૂક થાય તો અણધારી સ્થિતિને પહોચી વાળવામાં સરળતા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત