ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી પાંચને નવું જીવન મળ્યું

સુરત શહેરના ગણદેવી તાલુકાના ધમડાછા ગામની ભુરાવાડીમાં રહેતી દિશા દેવાંગભાઈ નાયક (ઉ.વ.૨૦)એ ૧૬ જુન, ૨૦૨૦ મંગળવારના રાત્રિ સમય દરમિયાન પોતાના જ ઘરમાં ગળે ફાસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. ત્યાર પછી જયારે દિશાના માતા પિતા દિશાને હોસ્પિટલ સારવાર કરાવવા માટે લઈને જાય છે પણ હોસ્પિટલના ડોકટરોએ દિશાએ બ્રેઈન ડેડ જાહેર કરી દેવામાં આવી હતી.

image source

દિશા દેવાંગભાઈ નાયક નવસારીની ઇન્સ્ટીટયુટ ઓફ ફીજીયોથેરપીના થર્ડ યરમાં અભ્યાસ કરી રહી હતી. દિશા દેવાંગભાઈ નાયકએ આત્મહત્યા કરી લીધા પછી જયારે તેને બ્રેઈનડેડ જાહેર કરી દેવામાં આવે છે. ત્યાર પછી દિશાના પરિવારે પોતાની દીકરીના અંગોનું દાન કરી દઈને અન્ય પાંચ વ્યક્તિઓને નવજીવન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દેશવ્યાપી લોકડાઉન પછી સુરત માંથી સૌપ્રથમ વાર અંગદાન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ આવી ગયા પછી બ્રેઈનડેડ જાહેર કરી દેવામાં આવી.:

image source

તા. ૧૬ જુન, ૨૦૨૦ મંગળવારની રાતના સાડા અગિયારના સુમારે દિશાએ પોતાના જ ઘરમાં ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધા પછી દિશાને સારવાર માટે તરત જ ગણદેવીમાં સ્થિત દમણીયા હોસ્પિટલમાં એડમીટ કરાવીને સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું. ત્યાર પછી ૧૭ જુન, ૨૦૨૦ બુધવારના રોજ વધુ સારવાર માટે દિશાને સુરતમાં આવેલ સીડ્સ હોસ્પિટલમાં ડૉ. કરશન નંદાણીયાના માર્ગદર્શન હેઠળ આગળની સારવાર માટે એડમીટ કરી દેવામાં આવે છે.

image source

દિશાનું સીટી સ્કેન કરવામાં આવતા દિશાના દિમાગમાં લોહી અને ઓક્સિજન નહી મળી શકવાના કારણે દિમાગમાં સોજો હોવાનું જાણવા મળ્યું હતું. તા. ૨૧ જુન, ૨૦૨૦ રવિવારના રોજ ઈંટેન્ટસીવીસ્ટ ડૉ. કરશન નંદાણીયા, ન્યુરોફીજીશીયન ડૉ. ગૌરાંગ ધીવાલા, ગેસ્ટ્રોલોજીસ્ટ ડૉ. રાજીવ મહેતા અને સર્જન ડૉ. કેયુર ભટ્ટ દ્વારા દિશાને બ્રેઈનડેડ જાહેર કરી દેવામાં આવી હતી.

કોવિડ ટેસ્ટ થઈ ગયા પછી અંગદાન કરવામાં આવ્યું.:

image source

હોસ્પિટલમાં ડોકટરો દ્વારા દિશા નાયકને બ્રેઈનડેડ જાહેર કરી દીધા પછી દિશાનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવે છે તો જ દિશા નાયકના અંગોને ડોનેટ કરવાની પ્રક્રિયાને શરુ કરી શકાય તેમ હતી. જયારે દિશાનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવે છે અને ત્યાર પછી ડોનેટ લાઈફની ટીમ સીડ્સ હોસ્પિટલમાં આવી જાય છે અને દિશા નાયકના ફુઆ બંકિમ ભાઈ દેસાઈ સાથે દિશા નાયકના માતા પિતા દેવાંગભાઈ અને શિલ્પાબેનને અંગદાનનું મહત્વ સમજાવતા તેમની સાથે ચર્ચા કરવામાં આવી.

લાઈફ ડોનેટ ટીમના દિશાના પરિવારને સમજાવ્યા પછી દિશાના માતાપિતા અને ફુઆ દિશાના અંગદાન વિષે કોઈ નિર્ણય લેવા માટે કેટલાક દિવસનો સમયની માંગ કરે છે. ત્યારપછી તા. ૨૭ જુન, ૨૦૨૦ શનિવારના રોજ દિશા નાયકના ફુઆ બંકીમભાઈ દેસાઈએ ડૉ. નિલેશભાઈ માંડેલવાળાને ફોન કરીને દિશાના માતાપિતા તેમને મળવાની ઈચ્છા ધરાવે છે એમ જાણ કરી હતી. નિલેશભાઈ માંડેલવાળાએ સીડ્સ હોસ્પિટલ આવીને દિશાના માતાપિતા દેવાંગભાઈ અને શિલ્પાબેન સહિત અન્ય પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની પ્રક્રિયા વિષે પૂરી જાણકારી આપે છે.

image source

દિશા નાયકના પિતા દેવાંગભાઈ નાયક અને માતા શિલ્પાબેન નાયક જણાવે છે કે અમારી પુત્રી દિશા ફીજીયોથેરપીસ્ટનો અભ્યાસ કરીને સમાજના લોકોની સેવા કરવાની ઈચ્છા ધરાવતી હતી. પણ આજે દિશા બ્રેઈનડેડ થઈ ગઈ છે અને દિશાનું મૃત્યુ નજીક જ છે તો દિશાના શરીરના અંગોને બાળીને રાખમાં ફેરવવાને બદલે દિશાના અંગોનું દાન કરીને તેના દ્વારા અન્ય વ્યક્તિઓ જેમના અંગો નિષ્ફળ થઈ જવાના કારણે મૃત્યુની નજીક હોય છે એવા દર્દીઓને એક નવું જીવન આપવા માટે અંગદાન આપવા માટે આગળ વધવા માટે જણાવે છે.

કીડની અમદાવાદ મોકલવામાં આવી.:

હોસ્પિટલના ડોક્ટર્સને દિશા નાયકના પરિવાર તરફથી સંમતિ મળી જતા જ નિલેશભાઈ માંડલેવાળાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી સાથે સંપર્ક સાધીને દિશાની કીડની અને લીવરના દાન માટે જણાવવામાં આવ્યું.

image source

અમદાવાદની Institute Of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉ. સુરેશ કુમાર અને તેમની ટીમ દ્વારા સુરત આવીને દિશાની કિડની અને લીવરની દાન સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે દિશા નાયકની આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. દિશા નાયકની દાનમાં મળેલ બંને કીડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરીને ત્રણ જરૂરીયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવશે. આ ત્રણ દર્દીઓમાં દિશાની બંને કીડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા અમદાવાદની Institute Of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત