Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું

*તારીખ ૧૧-૧૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

જલારામ જયંતિ,આઠમ ક્ષય તિથિ છે.દુર્ગાષ્ટમી,ગોપાષ્ટમી.

*મેષ રાશિ*

આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું.કામકાજમાં ઉતાવળા નિર્ણય ન લેવા.લેતીદેતી ના વ્યવહારમાં સાવચેતી વર્તવી.

*વૃષભ રાશી*

ભાગ્યે થોડો ચિંતાનો માહોલ રહે. પ્રવાસ મુસાફરી નું આયોજન થતું જણાય.માનસિક ચિંતા રહે. આરોગ્ય સુધરતું જણાય.

*મિથુન રાશિ*

નોકરી-ધંધામાં પ્રગતિ રહે. આવતા-જતા પાકીટ કે વસ્તુ પડી અથવા ચોરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.મૂંઝવણ દૂર થતી જણાય.

*કર્ક રાશિ*

પારિવારિક સામાજિક કામોમાં ગૂંચવણ સર્જાય.વ્યવસાયમાં સુધારો જણાય.કર્મચારી સાથે સમાધાન કરવું શુભ રહે. અશાંતિના વાદળો વિખેરાતા જણાય.

*સિંહ રાશી

હરીફ શત્રુથી સાવધ રહેવું. અગત્યની કામગીરી વિલંબમાં જણાય.કંઈક નવું કરવાનો સાહસ/ વિચાર ચાલે.પ્રગતિની તક રહે.

*કન્યા રાશિ*

ચોક્કસ નિર્ણય નો અભાવ ચિંતા રખાવે.કામકાજમાં સરળતા રહે. નાણાભીડ રહે.સ્વજનથી સહકાર મળી રહે.

*તુલા રાશિ*

વિવાદ ટાળવો.વ્યવસાયમાં સાવચેતી વર્તવી.આશાસ્પદ દિવસ રહે.ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.સમજીને ચાલવું હિતાવહ.

*વૃશ્ચિક રાશિ* :-

સામાજિક ક્ષેત્રે વિચારીને આગળ ચાલવું.આર્થિક સંજોગ સુધરે.વ્યવસાય અથવા નોકરી અંગે પ્રવાસ.કાર્યક્ષેત્રે અનુકૂળતા બની રહે.

*ધનરાશિ*

નાણાકીય લેતીદેતીમાં સાવધ રહેવું દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.આનંદમય વાતાવરણ જળવાઈ રહે.ખોટા રોકાણથી ચેતવું.

*મકર રાશિ*

પારિવારિક સાનુકૂળતા બને. વ્યવસાયમાં અનુકૂળતા બને. પ્રવાસ-પર્યટન ની સંભાવના.ખોટા ખર્ચ ટાળવા.પ્રવાસનું શુભ ફળ મળે.

*કુંભરાશિ*

સ્થાયી સંપત્તિ અંગે ચિંતા. વ્યવસાયિક ઉલજન રહે. સમજી-વિચારીને નિર્ણય લેવા. સખત મહેનતની સંભાવના. ધીરજ રાખવી.

*મીન રાશિ*

ચિંતા દૂર થાય.સ્નેહિ સંબંધી સાથે મત-મતાંતર ટાળવા.કાનૂની ગૂંચમાં ધીરજ રાખવી.પડવા વાગવા અંગે તકેદારી રાખવી.

Exit mobile version