10 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, એ પણ ચોરના સંપર્કમાં આવ્યા બાદ, શું તમને ખબર છે કયા શહેરની ઘટના છે?

છેલ્લા ઘણા સમયથી દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં ફ્રંટલાઈન વોરીયર્સ પોલીસ માટે ગુનેગારોની ધરપકડ કરવા માટે એક નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. નવી મુંબઈમાં બે ચોર ગેંગની ધરપકડ કરી લીધા પછી ૧૦ પોલીસ અધિકારીઓનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. ઉપરાંત ૧૫ પોલીસ કર્મચારીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુનેગારોના વકીલને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

image source

ઘરફોડ ચોરી કરનાર ગેંગના સાત ગુનેગારોની ધરપકડ કર્યા પછી નેહરુ નગર પોલીસ સ્ટેશનના બે અધિકારીઓ અને ૧૦ પોલીસ કર્મચારીઓના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. ગુનેગારોને પણ જે. જે. હોસ્પિટલમાં પોલીસની સુરક્ષા અંતર્ગત દાખલ કરી દીધા છે. આ સાથે જ પોલીસ કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

image source

પોલીસ કર્મચારીના જણાવ્યા મુજબ, ‘આ ઘરફોડ ગેંગ એક ઇલેક્ટ્રોનીક્સ ગુડ્સ સ્ટોરમાં ઘૂસીને ૫.૫૦ લાખની કિમતનો સામાન અને કેટલીક કેશની ચોરી કરી છે. આ ઘરફોડ ગેંગની ધરપકડ કર્યા પછી ગેંગના ગુનેગારોનો કોરોના વાયરસ રીપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે ગુનેગારોનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવે છે. જેના કારણે પછીથી પોલીસ કર્મચારીઓના કોરોના વાયરસ રીપોર્ટ પણ કરાવવામાં આવ્યા.’

image source

જયારે અન્ય એક કેસમાં ૩૦ વર્ષીય ઘરફોડ ચોરીના ગુનેગારોની ધરપકડ કરી લીધા પછી આ ગુનેગારોનો પણ કોરોના વાયરસ રીપોર્ટ કરાવવામાં આવ્યા અને આ ગુનેગારોના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા હતા. ત્યારે પણ તલોજા પોલીસ સ્ટેશનના ૧૫ પોલીસ કર્મચારીઓને અને ગુનેગારોના સંપર્કમાં આવેલ વકીલને પણ હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

image source

તલોજા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી ઇન્સ્પેકટર કાશીનાથ ચવાને કહે છે કે, ‘ગુનેગારોમાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હોવાના કારણે ગુનેગારોના કોરોના વાયરસ રીપોર્ટ કરાવવામાં આવ્યા અને ગુનેગારોના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવે છે. ત્યાર પછી ગુનેગારોને પોલીસ સ્ટેશન માંથી જામીન આપી દેવામાં આવ્યા છે અને અત્યારે ગુનેગારોને જીલ્લા હોસ્પિટલમાં એડમીટ કરી દેવામાં આવ્યા છે.’

image source

દુનિયામાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીના કારણે પોલીસ કર્મચારીઓને હવે આવી નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ધરપકડ કરવામાં આવતા ગુનેગારોની ધરપકડ કરવી જરૂરી હોય છે પણ ગુનેગારો કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકે છે જેનો શિકાર ગુનેગારોને પકડનાર પોલીસ કર્મચારીઓને પણ અસર કરે છે અને આવા જ કેટલાક ગુનેગારોના સંપર્કમાં આવવાથી તલોજા પોલીસ સ્ટેશનના કર્મચારીઓના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત