સસ્તી અને સારી ઓફર: અહિં મળી રહ્યું છે માત્ર 21,000 માં બજાજ ડિસ્કવર, જાણી લો સરળ પ્રોસેસ વિશે તમે પણ

સસ્તા બાઈક લેવાની ઈચ્છા કોની ન હોય ? અને સાથે સાથે તેમાં સારી માઈલેજ પણ મળે તો તો સોનામાં સુગંધ ભળી જાય. ત્યારે આજના અઅઅ આર્ટિકલમાં અમે આપના માટે બજાજ કંપનીની એક શાનદાર બાઈકની ઓફર લઈને આવ્યા છીએ જેમાં દમદાર માઇલેજ પણ મળે છે. આ મોડલ અને કંપનીની બાઈકની અસલી કિંમત લગભગ 50,000 રૂપિયા જ છે પરંતુ અમે જે બાઈકની ઓફર જણાવી રહ્યા છીએ તે બાઈક ફક્ત 21,500 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. અને સાથે જ તમને તેમાં અમુક સુવિધાઓ પણ મળશે.

image source

અસલમાં આ એક સેકન્ડ જેન્ડ બાઇકની ઓફર છે અને આ બાઈકનું નામ બજાજ ડિસ્કવર 100 Std છે. આ બાઇક CredR ની વેબસાઈટ પર વેંચવા માટે મુકવામાં આવી છે અને ત્યાં જણાવેલી માહિતી મુજબ આ બાઈક ખરીદવા પર તમને 7 દિવસનું Buy protect, 6 મહિનાની વોરંટી અને અશ્યોર્ડ RC ટ્રાન્સફરની સુવિધા પણ મળે છે.

ઉલ્લેખનીય છે કે CredR અસલમાં જૂની બાઈક ખરીદવા અને વેચવા માટેનું એક પ્લેટફોર્મ છે.

બજાજ ડિસ્કવર 100 Std ની અન્ય માહિતી

image source

આ એક ફર્સ્ટ ઓનર બાઈક છે અને અત્યાર સુધીમાં કુલ 17,636 કિલોમીટર ચાલી ચુકી છે. તેમાં 100 cc નું એન્જીન આપવામાં આવ્યું છે અને જયપુરમાં ઉપલબ્ધ છે. આ બાઈક બાબતે વધુ માહિતી મેળવવા માટે તમે તમારું નામ, મોબાઈલ નંબર અને પીનકોડ નંબર નાખીને માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ સાથે જ માત્ર 399 રૂપિયા દઈને આ બાઈક ઘરે મંગાવી શકો છો અને શોરૂમ ખાતે જઈને પણ ખરીદી શકો છો. એ સિવાય તમે તેના વિશે વિસ્તૃત માહિતી માટે આ લિંક https://www.credr.com/all-used-bikes-in-Jaipur-Bajaj-Nagar,-Jaipur/Bajaj-Discover-100Std/16817 ઓપન કરી શકો છો.

બજાજ ડિસ્કવર 100 Std ના ફીચર્સ

બાઈક દેખો પર આપવામાં આવેલી માહિતી મુજબ આ બાઇકમાં સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કુલ્ડ 94.38 cc નું એન્જીન મળે છે જે 7500 rpm પર મેક્સિમમ 7.7 bhp નો પાવર અને 5000 rpm પર 7.85 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 4 સ્પીડ ગેઅરબોક્સ પણ છે અને તેના ફ્રન્ટ તેમજ રીયરમાં ડ્રમ બ્રેક મળે છે. એ સિવાય તેને એક લીટરમાં 84 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

image source

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સેકન્ડ હેન્ડ બાઈક ખરીદતા સમયે બધી બાબતો વિશે વ્યવસ્થિત તપાસ કરી, માહિતી મેળવી લીધા બાદ જ સોદો કરવો, જેમાં ગાડીના પેપર જેમ કે ઇન્સ્યોરન્સ, RC વગેરેની તપાસ કરવી. એ ઉપરાંત ગાડીના મુખ્ય સ્પેરપાર્ટની પણ તપાસ કરી લેવી અને બાદમાં જ પેમેન્ટ વગેરે કામ પૂરું કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!