અહિંયા 5 વર્ષથી નાના ભૂલકાઓને પોલિયો ડ્રોપની જગ્યાએ પીવડાવી દીધું સેનિટાઇઝર, અને પછી થયું…

‘દો બુંદ ઝીંદગી કી’ આ વાત આપણે સૌએ સાંભળી છે. આ અભિયાનના કારણે દેશ પોલિયોમુક્ત થયો છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવવામાં આવે છે. જેથી તેઓ પોલિયોથી ભયમુક્ત રહે અને ઉમદા જીવન જીવી શકે. પરંતુ આ બે ટીપા પોલિયોની રસીને બદલે અન્ય વસ્તુના આપી દેવામાં આવે તો ?

image source

આ વાતની કલ્પના પણ કંપારી ઉપજાવે તેવી છે. તેવામાં આ ઘટના મહારાષ્ટ્રના કેટલાક બાળકો સાથે બની છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના યવતમાલમાં આવી ઘોર બેદરકારીની ઘટના બની હતી અને જે હવે પ્રકાશમાં આવી છે. આ વાત સાંભળી તમને પણ ચિંતા થઈ જશે અને તંત્ર પર રોષની લાગણી થશે. કારણ કે તેમની બેદરકારીથી કોઈના ઘરના બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.

image source

જાણવા મળ્યાનુસાર યવતમાલની સરકારી હોસ્પિટલમાં ડોકટરો, આરોગ્ય કર્મચારીઓની બેદરકારીના કારણે 12 બાળકોને પોલિયો ડ્રોપને બદલે સેનિટાઇઝર આપી દેવામાં આવ્યું હતું. આમ થયા બાદ બાળકોની હાલત ખરાબ થવા લાગતાં તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

image source

મળતી માહિતી અનુસાર જેમની સાથે આ ઘટના બની તે તમામ બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી છે. આ ચોંકાવનારી ઘટના યવતમાલ જિલ્લાના ખાટનજીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બહાર આવી છે.

image source

અહીં પોલિયોના ટીપા પીવડાવ્યા બાદ શરૂઆતમાં બાળકોને ઉલટી થવાની શરૂઆત થઈ હતી, ત્યારબાદ તેમની હાલત કથળવા લાગી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વહીવટી તંત્રે તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરોને સસ્પેન્ડ કરી દીધા છે. યવતમાલ જિલ્લાના કાઉન્સિલના સીઈઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોગ્ય કેન્દ્રમાંથી 12 બાળકોને સેનિટાઈઝર પીવડાવી દેવામાં આવ્યું છે.

image source

આ ઘટના રવિવારે બની હતી. જો કે બાર બાળકોને પોલિયોની દવાને બદલે સેનિટાઈઝર આપી દીધા બાદ ટીમને ભાન પડી કે તેમણે ભુલ કરી તેથી ત્યારબાદ જેમને પણ દવા આપવામાં આવી તે પોલિયોના ટીપા હતા. જો કે 12 બાળકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોની ટીમ સતત તેમના પર વોચ રાખી રહી છે.

image source

આ પહેલીવાર નથી કે મહારાષ્ટ્રમાં બાળકોને લઈને કોઈ બેદરકારીભરી ઘટના બની હોય. આ પહેલા પણ ભંડારા જિલ્લા હોસ્પિટલમાં પણ બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. હોસ્પિટલના નવજાત કેર યુનિટમાં લાગેલી આગમાં 10 બાળકોનાં મોત નીપજ્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત