વેક્સિન લીધા પછી 70 વર્ષની મહિલામાં એવો ચમત્કાર થયો કે….જે જાણીને તમે પણ બોલી ઉઠશો ‘ભગવાન જે કરે એ સારા માટે કરે’

70 વર્ષની મહિલાએ કર્યો દાવો: 9 વર્ષ બાદ પહેલા ગુમાવેલી આંખોની રોશની વેક્સીનેશન બાદ આવી પરત! જાણો સમગ્ર મામલો

આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પણ અનેકવાર આંખોની કેટલીક એવી સમસ્યાઓ થઈ જાય છે જેનાથી ખૂબ પરેશાની થાય છે. આવી જ એક બીમારી છે મોતિયાબિંદ.. જે વધતી વયના લોકોમાં જોવા મળે છે. તેમા આંખોને લૈંસ પર એક સફેદ પડદો આવી જાય છે. જેનાથી બધુ ધુંધળુ દેખાય છે. આમ તો મોતિયાબિંદને ઓપરેશન દ્વારા જ ઠીક કરી શકાય છે.

image source

મોતિયાબિંદની સમસ્યાને દૂર કરવા માટે ખોરાકમાં વિટામીન A વધુ પ્રમાણમાં લો. રોજ દિવસમાં 2 વાર ગાજરનુ જ્યુસ પીવો કે પછી કાચી ગાજર પણ ખાઈ શકો છો. તેમા ઘણા પ્રમાણમાં વિટામિન A હોય છે. જે મોતિયાબિંદને હટાવીને આંખોની રોશની પણ તેજ કરે છે. આંખો પરથી પડદો હટાવવા માટે તાજા આમળાના 10 મિલી રસમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો અને તેનુ રોજ સવારે સેવન કરો.

આ ઉપરાંત આમળાનો મુરબ્બો ખાવાથી પણ આ બીમારીને રોકી શકાય છે. મહારાષ્ટ્રની 70 વર્ષની એક મહિલાએ દાવો કર્યો છે કે વેક્સિન લીધા બાદ 9 વર્ષ પહેલાથી તેણે ગુમાવેલી આંખોની રોશની તેને પરત મળી છે.

image source

મહારાષ્ટ્રના વાશિમ રિસોડ વિસ્તારમાં બેંદરવાડીમાં એક 70 વર્ષની મહિલા સાથે જાણે કે ચમત્કાર થયો છે. 70 વર્ષની મથુરાઈ બિડવઈ છેલ્લા 9 વર્ષથી જોઈ શકતી નથી. આ સાથે તેને મોતિયાબિંદની પણ સમસ્યા હતી. તેની આંખની કીકી પણ સફેદ થઈ ગઈ હતી. બંને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. 9 વર્ષથી આ મહિલા જોઈ શકતી ન હતી.

દૂર થયો અંધકાર, વેક્સિન લેતા થયો ચમત્કાર

image source

પતિ નહીં હોવાના કારણે આ મહિલાના સંબંધીઓ તેને રિસોડ લઈ આવ્યા. 26 જૂને આ મહિલાએ સમતા ફાઉન્ડેશનમાં લાગેલા વેક્સીનેશન સેન્ટરમાં કોવિશિલ્ડની વેક્સિનનો પહેલો ડોઝ લીધો. આ પછી આ મહિલાને અચાનક બંને આંખમાં દેખાવવાનુ શરૂ થયું. 9 વર્ષથી જેને જરા પણ દેખાતું ન હતું તેને દેખાવવાનું શરૂ થયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. મહિલા કહે છે કે વેક્સિન લીધાના બીજા જ દિવસથી મને એક આંખમાં 40 ટકા દેખાવવા લાગ્યું, સંબંધીઓની જીદના કારણે મેં વેક્સિન લીધી અને આ ચમત્કાર થયો.

જીવનમાં આવી રોશની, કારણ વેક્સિન કે બીજું કંઈ

ડોક્ટર્સ વેક્સિનથી આ ચમત્કાર થયો હોવાને નકારી રહ્યા છે. વિશેષજ્ઞો આ માટે કંઈ પણ કહેવાનું અત્યારે ટાળી રહ્યા છે. તેની પર શોધ બાદ જ કહી શકાશે કે વેક્સિનથી કોઈની આંખની રોશની પરત આવી શકે કે નહીં. હાલમાં મહિલા ખુશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!