શું તમે આ દિવસોમાં સારું કાર્ય કરવાનું વિચારી રહ્યા છો? તો હમણાં રહેવા દેજો કારણકે..

આજથી એટલે કે, તા. ૧૬ ડીસેમ્બર, ૨૦૨૦ના દિવસથી કમુહુર્તા શરુ થઈ ગયા છે. ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાની સાથે જ કમુહુર્તા શરુ થવાના છે. એટલા માટે હવે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી કોઈપણ શુભ કાર્યોને કરી શકશો નહી. તેમ છતાં કમુહુર્તા દરમિયાન જમીન, મકાન અને વાહનની ખરીદી કરવા માટે મનાઈ કરવામાં આવી નથી. વર્ષ ૨૦૨૦માં તા. ૧૬ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ ૬:૪૫ વાગે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. તા. ૧૬ ડીસેમ્બર, ૨૦૨૦થી લઈને તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી ધન સંક્રાંતિ હોવાના કારણે કમુહુર્તાના દોષ રહેવાના છે.

image source

જયારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે શુક્ર અને મંગળની રાશિની યુતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલા રાશિમાં ચંદ્ર, મંગળ, ગુરુ, સૂર્ય અને વૃશ્ચિક રાશિમાં બુધ અને શુક્રનું ભ્રમણ થવાનું છે. જેથી તુલા રાશિમાં શુક્ર ગ્રહનું અને વૃશ્ચિક રાશિમાં મંગળ ગ્રહનું પરિવર્તન થવાનું છે. ગુરુ- માંગલ્ય યોગ, ચંદ્ર- મંગળ, લક્ષ્મી યોગ, ગુરુ, ચંદ્ર, ગજકેસરી યોગ નિર્માણ થવાના છે. જયારે સાંજના સમયે ચંદ્ર- સૂર્યનું અમાસ યોગ બનવાનો છે. ત્યાં જ ‘બુધાદિત્ય યોગ’ પણ બને છે. આવા રાજયોગો દરમિયાન ‘કમુહુર્તા’ની શરુઆત થઈ રહી છે.

image source

તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ સાંજના સમયે સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેને આપણે ધનારક તરીકે પણ જાણીએ છીએ. આ ધનારકના સમયમાં વિદ્વાનો અને જ્યોતિષીઓ આ એક મહિના દરમિયાન એટલે કે, તા. ૧૪ જાન્યુઆરી ‘મકર સંક્રાંતિ’ સુધી ચાલી રહેલ યોગ દરમિયાન શુભ કાર્યોને કરવાની મનાઈ કરવામાં આવી છે. શુભ કાર્યો જેવા કે, લગ્ન- વિવાહ, વાસ્તુ, સગાઈ, જનોઈ બદલવી જેવા સારા કાર્યો પર રોક લગાવી દેવામાં આવે છે. તેમજ મકરસંક્રાંતિના દિવસ પછી જ શુભ મુહુર્ત શરુ થાય છે અને ત્યાર પછી જ ધાર્મિક કાર્યોની શરુઆત કરવામાં આવે છે.

image source

આ સમય દરમિયાન ભક્તિ, ઉપવાસ અને કથા પારાયણ જેવા કાર્યો કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. સૂર્યનું ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે આધ્યાત્મિક પ્રગતિ થવાની શક્યતા વધારે પ્રબળ બનતી જાય છે. સૂર્ય આત્માનો કારક માનવામાં આવે છે. આત્મા નિરાકાર અને નિર્ગુણ હોય છે એટલા માટે આત્માની ઉપાસના નહી થઈ શકતી. એટલા માટે લોકો સૂર્યની પૂજા કરે છે. આ ધનારક કમુહુર્તામાં વ્યક્તિને પોતાની આંતરિક વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરીને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આમ જીવનમાં પરિવર્તન આવી શકે છે.

image source

મુસીબતોનો સામનો કરવાની હિંમત આ સમય દરમિયાન જ પ્રાપ્ત કરી શકાય છે. આત્મવિશ્વાસને દૃઢ કરવાની તક એટલે કે, ‘કમુહુર્તા. કમુહુર્તા આપણી હિંદુ સંસ્કૃતિમાં આ નવાઈ છે અને જીવનને નિખારવાના ઉપાયો પણ છે. પણ નવા વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરવો,નવું ઘર લેવું, નવા વાહનની ખરીદી કરવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે, જેને સંભાળીને જે કઈ ખૂટે છે તે વસ્તુઓમાં કઈ નવું કરવાની હા પાડવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત