US ટૂર પર અલગ જ મૂડમાં દેખાયા આ કીર્તિદાન ગઢવી, માણી રહ્યા છે વિવિધ રાઈડ્સની સફર

જાણીતા ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવી આજકાલ યુએસએના પ્રવાસે છે અને ત્યાં તેઓ ઘણી મોજ કરી રહ્યા છે. મહત્વનું છે કે હવે થોડા દિવસોમાં જ નવરાત્રિનો તહેવાર આવવાનો છે, જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે, યુએસએમાં વસતા ગુજરાતી લોકોએ આ વખતે કીર્તિદાનને ખાસ યુએસએમાં ગરબા ગાવા માટે તેડાવ્યા છે. પોતાની માટીનો અસલ અવાજ અને સુવાદ મેળવવા માટે પ્રખ્યાત ગુજરાતી કલાકારને યુએસએની ધરતી પર આમંત્રણ આપવામાં આવ્યું છે.

image source

હાલના દિવસોમાં અ્હીં પ્રી નવરાત્રી સેલિબ્રેશન ઈવેન્ટસના આયોજનને લઇ જાણીતા લોકગાયકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાનાની અલગ અલગ સીટીમાં ગુજરાતી સમાજ દ્વારા ગરબાના આયોજન કરવામાં આવી રહ્યાં છે. અને કીર્તીદાન ગુજરાતથી દૂર વસતા ગુજરાતીઓને ગરબે ઘુમાવી રહ્યાં છે.મહત્વનું છે કે કીર્તિદાન ગઢવીએ ડાયરા અને લોકગાયકીના ક્ષેત્રે ઘણી સારી નામના ધરાવે છે, જેના હિસાબે તેમને જ અમેરિકા ખાસ તેડાવવામાં આવ્યા છે.

ગરબાની સાથે સાથે કીર્તીદાન હાલ અમેરિકાને ફરવાની મજા પણ માણી રહ્યાં છે. મોંઘી મોંઘી ગાડીઓ, હેલિકોપ્ટર, 7 સ્ટાર હોટલમાં કીર્તીદાન ફરી રહ્યાં છે. અહીં ગુજરાતી લોકો આ કલાકારની આગતા સ્વાગતામાં કશી પણ નાનમ કે મણા રહેવા નથી દેતા. કીર્તીદાનના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ વાતની પુષ્ટિ થઈ જાય છે. પોતાના પ્રવાસના તમામ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોતાના ચાહકોને અપડેટ આપતા રહે છે.થોડા દિવસો અગાઉ કિર્તીદાન ગઢવીનો USAમાં એક ગરબાના આયોજનમાં કિર્તીદાન પર ડોલરનો વરસાદ થયો હતો. કિર્તીદાને ગરબાના સૂર રેલાવતા ગુજરાતીઓ ગરબા ઘુમવાની સાથે USAમાં પણ એક ગુજરાતની ઝલક જોવા મળે તે માટે જેમ ડાયરામાં લોકો પૈસાનો વરસાદ કરે તેમ ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.

image source

યુએસએની ધરતી હોય અને ફરવા માટે કોઇ રોક ટોક ન હોય તો જીવનની મજા માણી લેવામાં જ મોજ છે. કિર્તીદાન ગઢવીએ સ્પીડબોટની પણ મજા માણી હતી. ગુજરાતમાં સામાન્ય રીતે જાણીતા કલાકારોને આવી મોકળાશ મળતી નથી. પરંતુ યુએસએમાં કલાકારને ભારે છૂટ મળી ગઇ હતી. તે પોતાનું જીવન મન ભરીને માણી રહ્યા છે.

આ ઉપરાંત કિર્તીદાને પોતાની ટીમ સાથેનો એક હોટલમાં જતો ફોટો પણ અપલોડ કર્યો છે. જ્યાં તે પોતાની ટીમ સાથે મસ્તીના મૂડમાં જણાઇ રહ્યાં છે.હાલમાં કિર્તીદાન ગઢવીએ USAના ગલ્ટીનબર્ગ શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખાનગી હેલિકોપ્ટરની સફર માણી હતી. કીર્તીદાન જાહેર કાર્યક્રમમાં હંમેશા ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળતા હોય છે. ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. પરંતું USA જતા સંગ એવા રંગ ધારણ કરી લીધો હતો.

અમેરિકામાં ટૂર પર રહેલા કીર્તીદાન હાલમાં વિવિધ પ્રકારની મજા માણી રહ્યા છે, ખાસ કરીને આસમાનમાં હેલિકોપ્ટરની સવારી, દરિયામાં સ્કૂટર રાઈડ અને જમીન પર લક્ઝુરિયાસ કાર આમ હાલમાં તો આ કલાકાર અમેરિકામાં ઘણી મજા કરી રહ્યા છે.હેલિકોપ્ટરમાં ઉડતી વખતે કિર્તીદાને સેલ્ફી લઇને ટ્વીટર પર પોસ્ટ કરી હતી. આ ઉપરાંત જીન્સ અને ટી-શર્ટમાં તેમણે એક લક્ઝુરીયસ કાર સાથે પણ ફોટો અપલોડ કર્યો છે.

image source