આ રાજ્યમાં જો બે કરતા વધારે બાળકો હશે તો સરકારી નોકરી નહીં મળે, એક બાળક હોય તો આ લાભ મળી શકશે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે વસ્તી નિયંત્રણ કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ આખો રિપોર્ટ તેમણે રાજ્યના કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જો કાયદામાં આ મુસદ્દા મુજબ બદલવ કરીને આગળ ચાલવામાં આવે તો ભવિષ્યમાં યુપીમાં 2થી વધુ બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરી મળશે નહીં. આવા લોકો ક્યારેય ચૂંટણી લડી શકશે નહીં અને તેમને કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ મળશે નહીં.

image source

આ બાબતે લો કમિશનનો દાવો છે કે અનિયંત્રિત વસ્તીને કારણે સમગ્ર સિસ્ટમ પ્રભાવિત થઈ રહી છે. આયોગે આ અંગે 19 જુલાઇ સુધીમાં લોકોનો અભિપ્રાય માંગ્યો છે. આ પહેલા આવેલા લવ જેહાદ અધિનિયમનો ડ્રાફ્ટ પણ આદિત્યનાથ મિત્તલે પણ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટની મોટી વાત એ છે કે,

– બે કરતા વધારે બાળકોના માતા-પિતાને સરકારી નોકરી મળશે નહીં.

– સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણી પણ તેઓ લડી શકશે નહી.

– રેશનકાર્ડમાં ચારથી વધુ સભ્યોના નામ લખવામાં આવશે નહીં.

– આ કાયદો 21 વર્ષથી વધુ ઉંમરના યુવાનો અને 18 વર્ષથી વધુની વયની છોકરીઓ પર લાગુ થશે. -શાળાઓમાં વસ્તી નિયંત્રણ સંબંધિત અભ્યાસક્રમો શીખવવા પણ સૂચવવામાં આવ્યું છે.

– જો સ્ત્રીને બીજી ગર્ભાવસ્થામાં જોડિયા બાળકો હોય તો તે કાયદાના ક્ષેત્રમાં આવશે નહીં.

– ત્રીજા બાળકને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

– જો કોઈની પાસે 2 બાળકો અક્ષમ છે, તો તે ત્રીજા સંતાન હોવા પર સુવિધાઓથી વંચિત રહેશે નહીં.

-સરકારી કર્મચારીઓએ બાંહેધરી આપવી પડશે કે તેઓ આ કાયદાનું ઉલ્લંઘન કરશે નહીં.

~ બે બાળકો હોય તેમને થશે આ ફાયદા:

image source

બે બાળક નીતિ અપનાવતા માતા-પિતાને ઘણી સુવિધાઓ મળશે. એવા માતા-પિતા કે જેમને બે બાળકો છે અને તેઓ સરકારી નોકરીમાં છે અને તેઓ પોતાની મરજીથી નસબંધી કરાવે છે તો તેમને બે વધારે ઇન્કારીમેન્ટ, પ્રમોશન, સરકારી આવાસ યોજનાઓમાં છુટ, પી.એફ.માં એમ્પ્લોયર ફાળો જેવી સુવિધા મળશે. આ સાથે પાણી, વીજળી, મકાન વેરામાં પણ મુક્તિ રહેશે. એક સંતાન બાદ પોતાની મરજીથી નસબંધી કરાવનારના બાળકોને 20 વર્ષ સુધી નિ:શુલ્ક સારવાર, શિક્ષણ, વીમા, સંસ્થાઓ અને સરકારી નોકરીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

એક બાળક નીતિ અપનાવવાથી મળશે આ લાભો:

image source

વન ચાઇલ્ડ પોલિસી સ્વીકારનારા બીપીએલ કેટેગરીના માતાપિતાને વિશેષ પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે. આ અંતર્ગત પ્રથમ બાળકનાં જન્મ બાદ ઓપરેશન કરાવનારા માતા-પિતાને ઘણી સુવિધાઓ આપવામાં આવશે. પ્રથમ બાળક માટે જો દીકરી હશે તો 77 હજાર રૂપિયા અને દીકરી હશે તો 1 લાખ રૂપિયાનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે આવા માતા-પિતાની દીકરીને ઉચ્ચ અભ્યાસ સુધી નિ: શુલ્ક શિક્ષણ મેળશે જ્યારે દીકરાને 20 વર્ષ સુધી નિ: શુલ્ક શિક્ષણ મેળશે.

19 જુલાઇ સુધીમાં માંગ્યો જનમત:

મળતી માહિતી મુજબ રાજ્ય કાયદા પંચે આ મુસદ્દાને ઉત્તર પ્રદેશની વસ્તી (નિયંત્રણ, સ્થિરીકરણ અને કલ્યાણ) બિલ -2021 નામ આપ્યું છે. આયોગે શુક્રવારે જ પોતાની વેબસાઇટ http://upslc.upsdc.gov.in/ પર આ ડ્રાફ્ટ અપલોડ કરી દીધો છે. 19 જુલાઇ સુધીમાં લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે યોગી આદિત્યનાથ સરકાર 11 જુલાઈએ નવી જનસંખ્યા નીતિ જાહેર કરવા જઈ રહી છે.

image source

આ વિશે આદિત્ય મિત્તલે કહ્યું છે કે જો કોઈ ઇરાદાપૂર્વક કાયદાનું ઉલ્લંઘન કરે છે તો તેને કાયદાકીય સુવિધાઓનો લાભ નહીં મળે. આ પાછળનું કારણ એ છે કે આપણે વિચારશીલ નીતિ બનાવી છે. અમે કોઈ ખાસ ધર્મની વિરુદ્ધ નથી. વસ્તી નિયંત્રણમાં જે લોકો મદદ કરવા ઇચ્છે તેમને આ યોજનાઓનો લાભ મળે તેવું અમે ઇચ્છીએ છીએ. જાણવા મળ્યું છે કે આ કાયદાઓ આગામી એક વર્ષ પછી લાગુ કરવામાં આવશે. આ કાયદાના હાલના મુસદ્દા મુજબ આ બિલ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી અમલમાં આવશે. એક કરતા વધારે લગ્નના કિસ્સામાં બાળકોની સચોટ સંખ્યા જાણવાના હેતુથી દરેક દંપતી એક પરિણીત જોડી તરીકે ગણવામાં આવશે.