MBBSના અભ્યાસ દરમિયાન મહિલા સાથે જે થયું એ બીજા કોઈ હોય તો સહન કરી શકે, છતાં પરસેવો પાડીને બની ડોક્ટર

ડોકટરો જે દર્દીઓના જીવનને બચાવે છે પરંતુ તેમની પોતાની જિંદગીની ઘણી વાતો છૂપી રહેતી હોય છે. તે દર્દીઓની કહાનીમાં એક કિરદાર તરીકે રહી જતાં હોય છે. આ વચ્ચે ઘણાં લોકોની કહાની એવી સામે આવે છે કે જે અન્ય માટે પ્રેરણા બને છે. હાલ આ યુવતીની કહાની ઘણી વાયરલ થઇ રહી છે જેમણે અપંગતાને હરાવીને પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યુવતી પોતે અપંગ છે અને છતાં આજે અનેક મુશ્કેલીઓ બાદ ડોકટર બની છે. મળતી માહિતી મુજબ આ કહાની છે કેરળની. મહિલાનું નામ મારિયા બિજુ છે અને તેની ઉંમર ફક્ત 25 વર્ષ છે.

image source

એક રીપોર્ટ મુજબ આ 25 વર્ષીય ડો.મારિયા બિજુની આખા કેરળમાં ચર્ચા થઈ રહી છે. જે પાછળનું કારણ છે કે તેણે જીવનમાં હારીને બેસી જવાના બદલે મુશ્કેલીઓનો સામનો કરવાનું નક્કી કર્યું. વાત કરીએ તેની આ સફર વિશે તો 2015માં મારિયા બિજુએ કેરળના થોડુપુઝા અલ અઝહર મેડિકલ કોલેજમાં એમબીબીએસ કોર્સમાં પ્રવેશ લીધો હતો. તે ત્યાં કોલેજની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરવા લાગી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું અને તે ડોકટર બનાવા તરફ પહેલે પગથિયે ઉભી હતી. આ પછી તેણે સપનામાં પણ વિચાર્યુ ન હતું તેવી એક ઘટના બની.

image source

5 જૂન 2016ના રોજ તે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં કપડા સૂકવવા માટે બાલ્કનીમાં ગઈ હતી. ત્યાં બધું ભીનું હોવાનાં કારણે તે ઉપરનાં માળેથી લપસી ગઈ અને સીધી બીજા માળે આવીને પટકાઈ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ગળાનો શિરોબિંદુનો ભાગ અને જાંઘનું હાડકું તૂટી ગયું હતું. આ કારણે ગળાના નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. જો કે તે પછી તેની સર્જરી પણ થઈ હતી. ઘણા મહિનાઓ સુધી રિહે બિલિટેશન ઉપચાર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ તેણે હાર માની ન હતી.

image source

તે ફરી હિંમત કરીને ઉભી થઈ અને કોલેજ જવા લાગી. આ વિશે જ્યારે મારિયા બિજુ સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે ઓપરેશન પછીનો સમય તેમના માટે ખૂબ મુશ્કેલ હતો. તેણે આંગળીમાં સેન્સેશન અનુભવ કર્યો કે જેથી તે પરીક્ષા લખી શકે. પરંતુ તે પણ તેના માટે હવે અશક્ય હતું નહીં. જો કે તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ કોઈ બીજા વ્યક્તિ દ્વારા તેને પેપર લખવાની મંજૂરી આપી દીધી હતી. તેથી તેણે અન્ય તબીબી વિદ્યાર્થીઓ દ્વારા તેના પેપરો લખાવ્યા હતાં.

image source

આ પછી ફરી એકવાર પોતાને સાજા કરવામાં તેણે સમય પસાર કર્યો. જાણવા મળ્યું છે કે મારિયાએ પોતાના પેપર તેના મિત્રોની મદદથી જ આપી શકી હતી. તેણે પોતાની પરીક્ષા પણ સારા માર્ક્સથી પાસ કરી લીધી હતી. ફાઈનલમાં તેને 64 ટકા સાથે સફળતા મળી હતી. આ પછી તે એક સર્જન બનવા માંગતી હતી પરંતુ આ અકસ્માતને કારણે તે હવે શકય બની શકે તેમ નથી. આ સમયે તેણે હાર ન માનતા બીજો વિકલ્પ પસંદ કરીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. હવે તે એમડી માટેની રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ યુવતીની કહાની પરથી પ્રેરણા લઈ શકાય કે કઈ પણ અશક્ય નથી. આજે પણ જેવી રીતે તે આગળ વધી રહી છે તે સરાહનીય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!