આ સમયે ફરદિન હતો એકદમ જાડિયો, જો કે એ પછી ફરદિનને આ લુકમાં જોઇને ફેન્સ થઇ ગયા હતા પાગલ: PICS
જાણીતા અભિનેતા ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન એકવાર ફરી લાઈમલાઈટમાં આવી ગયા છે. અને આ વખતે લાઈમલાઈટમાં આવવાનું કારણ છે એમનો ટ્રાન્સફોર્મેશન લુક. ફરદીન ખાન હાલમાં જ કાસ્ટિંગ ડાયરેકટર મુકેશ છાબડાની મુંબઇ ઓફિસની બહાર સ્પોટ થયા હતા. એ દરમિયાન એનો લુક ખૂબ જ બદલાયેલો હતો.
સોશિયલ મીડિયા પર ફરદીન ખાનનો ફોટો જ્યારે સામે આવ્યો તો ફેન્સ એ જોઈને હેરાન થઈ ગયા. ફરદીન ખાન થોડા સમય પહેલા જ્યારે દેખાયા હતા તો એમનું વજન ઘણું જ વધેલું હતું અને એમનો એ ચાર્મ પણ ગાયબ હતો. મેદસ્વીતાના કારણે ફરદીન ખાનનો ખૂબ જ મજાક ઉડાવવામાં આવ્યો હતો. જો કે એક સમય એવો હતો જ્યારે ફરદીનના ગુડ લુકની ચર્ચા ચારે બાજુ હતી.
90ના દાયકામાં ફરદીન ખાને પ્રેમ અગનથી ડેબ્યુ કર્યું હતું.આ ફિલ્મ માટે એમને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી એમને ઘણી ફિલ્મો કરી જેમાં લવ કે લઈએ કુછ ભી કરેગા, ઓમ જય જગદીશ, હે બેબી, જાનશી અને ઓલ ધ બેસ્ટ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફરદીન ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં રિલીઝ થયેલી દુલ્હા મિલ ગયા હતી.
ઘણી ફિલ્મો કર્યા પછી ફરદીન ખાન અચાનક જ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. લાંબા સમય પછી જ્યારે એ દેખાયા તો એમને ઓળખવા મુશ્કેલ હતા કારણ કે એમનો લુક સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હત. વધેલા વજનના કારણે ફરદીન ખાન સહેજ પણ ઓળખાતા નહોતા. પછી શું… સોશિયલ મીડિયા પર ફરદીન ખાનને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. જેનો ફરદીન ખાને ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો.
ગ્રે ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા ફરદીન ખાનને જોઈને ખબર પડી રહી છે કે એ હવે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. ફરદીન હાલ પોતાના પિતા ફિરોઝ ખાનની વિરાસત સાંભળી રહ્યા છે. ફિરોઝ ખાને બેંગલુરુમાં સો એકરથી પણ વધુ જમીન લીધી હતી. ત્યાં એમનું એક ફાર્મહાઉસ છે જેમાં ઘોડા પણ છે.
ફિરોઝ ખાનને શાહી જીવન જીવવાનો શોખ હતો અને આ શોખના કારણે એમને જમીન લીધી હતી. એ ઈચ્છતા હતા કે આ જમીન પર લોકો રહેવા માટે ઘર બનાવે.ફિરોઝ ખાનના ગયા પછી ફરદીન ખાને પોતાના પિતાની આ વિરાસતને સંભાળી. ફરદીન ખાનને પોતાના પિતાની જેમ ફિલ્મોમાં લોકપ્રિયતા નથી મળી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત