આવતી કાલથી આટલા દિવસ આ સમયે બેંકમાં નહીં થાય રોકડ વ્યવહાર

સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં જો તમારું બેંક ખાતુ હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. સ્ટેટ બેંકના ખાતેદારો માટે આગામી 3 દિવસ ખૂબ જ મહત્વના છે. જો તમારું ખાતું પણ એસબીઆઈમાં હોય તો જાણી લો કે આગામી 3 દિવસ બેંકના કામ કયા સમયે પતાવી લેવા પડશે. કારણ કે જો આમ નહીં કરો તો તમારા માટે મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

image soucre

એસબીઆઈના કરોડો ખાતેદારોને બેંક દ્વારા આ અંગે સુચના આપી એલર્ટ પણ કરી દેવાયું છે. બેંક દ્વારા આપવામાં આવેલા આ એલર્ટમાં જણાવાયું છે કે આવતી કાલથી ત્રણ દિવસ સુધી બેંકોમાં કેટલાક કલાકો સુધી બેંકમાં એક ખાસ સર્વિસ કામ કરશે નહીં. બેંકે ટ્વીટ કરીને આ અંગે ખાતેદારોને જાણ કરી છે.

image socure

એસબીઆઈએ ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે સિસ્ટમ મેંટેનેંસના કારણે 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી બેંકની કેટલીક સુવિધાઓ બંધ રહેશે. આ સેવાઓમાં ઈંટરનેટ બેંકિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈ સર્વિસનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે બેંક પોતાના ગ્રાહકોને વધુ શ્રેષ્ઠ સુવિધા આપવા માટે સમયાંતરે સિસ્ટમ અપડેટ કરે છે. જેના કારણે ગ્રાહકોને ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરવામાં સરળતા રહે. આવું જ અપગ્રેડેશન હવે 3 દિવસ થવાનું છે. એસબીઆઈએ સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરી અને આ અંગે સ્પષ્ટતા કરી છે. બેંકના જણાવ્યાનુસાર 9 ઓક્ટોબરની રાત્રે 12.20થી 2.20 કલાક સુધી સેવા બંધ થશે. ત્યારબાદ 10 અને 11 ઓક્ટોબરે રાત્રે 11.20 કલાકથી 1.20 કલાક સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે નહીં.

image soucre

એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સર્વિસ બંધ કરવાનું કારણ છે કે બેંક પોતાના યુપીઆઈ પ્લેટફોર્મને અપગ્રેડ કરે છે. જેથી કસ્ટમરને વધુ સારો અનુભવ કરાવી શકાય. આ દરમિયાન ગ્રાહકોના યૂપીઆઈ ટ્રાંઝેકશન બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે એસબીઆઈએ નિયત સમય માટે પોતાની સેવાઓ બંધ કરી હોય. આ પહેલા પણ બેંક પોતાની સેવાઓ બંધ કરી ચુકી છે.

image socure

જો કે આ વખતે આ નિર્ણય વધુ ચર્ચામાં છે કારણ કે હવે એસબીઆઈ બેંકની યોનો એપમાં 3.45 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સ છે અને તેના પર રોજ 90 લાખ લોકો લોગઈન થાય છે. ડિસેમ્બર 2020ની ત્રિમારીમાં એસબીઆઈના 15 લાખથી વધુ ખાતેદાર યોનો એપ સાથે જોડાયેલા હતા જે હવે કરોડોમાં છે.