ટૈરો રાશિફળ – ૧૨ રાશિઓ માંથી ૭ રાશિઓ માટે આજનો દિવસ કેટલીક બાબતોમાં શાનદાર રહેવાનો છે.

તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૦ રવિવારના રોજ ટેરો કાર્ડ્સના સંકેત છે કે, ૧૨ રાશિઓ માંથી ૭ રાશિઓ માટે આજનો દિવસ કેટલીક બાબતોમાં શાનદાર રહેવાનો છે. કેટલીક વ્યક્તિઓને પ્રમોશન કે પછી આર્થિક લાભ મળી શકે છે. તેમજ ૫ રાશિઓ માટે આજનો દિવસ કોઈને કોઈ બાબતે તકલીફપૂર્ણ રહી શકે છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે, વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે, મિથુન રાશિના જાતકો માટે આર્થિક અને સામાજિક પ્રગતિનો દિવસ છે. ચાલો જાણીએ અન્ય રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ : Four Of Pentacles :

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક બાબતોમાં આત્મવિશ્વાસની સાથે કામ કરવાનો છે. જો આપ પોતાની પર વિશ્વાસ નહી કરો તો સફળતા મળવામાં શંકા રહી શકે છે. સામાજિક મેલમિલાપમાં દિવસ વિતાવી શકો છો. ઉન્નતી અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આજે આપને ધન લાભનો અવસર મળશે. કાર્યક્ષેત્રમાં ધ્યાન ઓછું રહેશે પરંતુ આપની ઉર્જાને ઘણી સારી રીતે જળવાઈ રહેશે. આપે પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવશો તો ખુબ જલ્દી સારા ફળ મળશે.

કરિયર :કરિયરમાં આજે આપને નવા અવસર મળશે ઉન્નતી અને પ્રગતિનો યોગ બની રહ્યો છે.

લવ :આજે કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થવાના સંકેત છે અપરણિત વ્યક્તિઓ માટે પરિસ્થિતિ અનુકુળ રહેશે.

હેલ્થ :આજે આપને પેટ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ : Four Of Cups :

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્ર સાથે સમાંબંધિત સ્થાન પરિવર્તન આપના માટે લાભકારક રહેશે. નાની મોટી મુશ્કેલીઓ આજે રહેશે. એના કારણે આપે ચિંતિત થવું નહી. એનાથી આપને કોઈ નુકસાન થશે નહી. અંગત અને વ્યવસાયી જીવનમાં આજે તાલમેલ જાળવવામાં મુશ્કેલી આવી શકે છે. કોઈની સાથે નાની વાત પર ઝઘડો થઈ શકે છે. આજે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો. વાતને શાંતિપૂર્વક સુલ્ઝાવવાનો પ્રયત્ન કરો.

કરિયર :કાર્ય ક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે જેના કારણે આપનું સ્થાન પરિવર્તન પણ કરવું પડી શકે છે.

લવ :સંબંધોમાં કોઈ નાની વાત પર ઝઘડો થઈ શકે છે. નાની મોટી વાતોને નજરઅંદાજ કરવાની જ સારું રહેશે.

હેલ્થ :સ્વાસ્થ્ય માટે આજનો દિવસ આપના માટે જુના રોગોમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે.

મિથુન રાશિ : The High Priestess :

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણા સારા ફળ આપનાર સાબિત રહી શકે છે. આપને પોતાના જીવનમાં આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરવાનો છે. કેટલાક સારા અવસર મળી શકે છે. તેને અપનાવવાથી આપે અચકાવું નહી. પોતાની યોગ્યતા પર શંકા ના કરો. આપનામાં તે બધા ગુણ છે જે સફળ થવા માટે જોઈએ. આપે પોતાની પર વિશ્વાસ રાખવો. ઘરમાં કપૂર પ્રગટાવો, આમ કરવાથી ઘર અને મન બંને નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે.

કરિયર :આજે નવા વ્યાપારનો પ્રસ્તાવ આવી શકે છે ભાગીદારી માટે સમય ઘણો સારો છે.

લવ :આજે આપે પરિવારની સાથે જ પોતાના માટે પણ સમય કાઢવાનો પ્રયત્ન કરી શકો છો.

હેલ્થ :હાડકા સાથે જોડાયેલ રોગોમાં મુશ્કેલી આવી શકે છે. જો કોઈ જૂની ચોટ છે તો એમાં દુઃખાવો થઈ શકે છે.

કર્ક રાશિ : Six Of Wands :

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ નવો અવસર લઈને આવી શકે છે. દિલ અને દિમાગ બંને ઉર્જાથી ભરપુર રહેશે. આપનું મન નવા કાર્યોને લઈને ઉત્સાહિત રહેશો. આજે આપે પોતાનું કામ સમયસર કરો, આજે કોઇપણ પ્રકારથી પણ કામને ટાળવા નહી, નહી તો આપને આ ભારી પડી શકે છે. આવેલ અવસર હાથ માંથી નીકળી શકે છે. વ્યવસાય માં સારો દિવસ રહેશે. જે ટેન્ડર માટે આપ હેરાન થઈ રહ્યા હતા તે આપને મળી શકે છે.

કરિયર :કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. આપના માટે આજનો દિવસ કોઇપણ સ્થિતીમાં પોતાના માટે સકારાત્મક રહેવાનું છે.

લવ :લગ્ન સાથે જોડાયેલ બાબતોમાં આપને સફળતા મળી શકે છે. પ્રેમ વિવાહના મામલામાં પણ લાભ થઈ શકે છે.

હેલ્થ :આજે આપને પગમાં દુઃખાવો કે પછી ખેચાણ રહેવાની સમસ્યા થઈ શકે છે.

સિહ રાશિ : The Moon :

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના મનમાં કેટલીક વસ્તુઓને લઈને મૂંઝવણની સ્થિતી રહી શકે છે. આપને નિર્ણય લેવામાં અસુવિધા થઈ શકે છે. પોતાના મનની અવાજ જરૂરથી સાંભળવી. આજે આપના મૂડમાં કેટલાક ઉતાર- ચઢાવ આવી શકે છે. આજે ભાવુકતા વધારે રહેશે, જેના કારણે આજે લીધેલ નિર્ણય ખોટા પણ હોઈ શકે છે. પોતાના ગુસ્સાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આજે આપે પોતાના આત્મવિશ્વાસમાં ઉણપ આવવા દેવી નહી.

કરિયર :આજે આપના કરિયરના બાબતમાં કેટલાક તણાવનો સામનો કરવો પડી શકે છે.

લવ :જો કોઈના માટે મનમાં ભાવનાઓ છે તો તેને વ્યક્ત કરો. જો આપ હકીકત જણાવશો તો સંબંધમાં મધુરતા બની રહેશે.

હેલ્થ :સ્વાસ્થ્યમાં સુધાર થવાના સંકેત છે. આપને જૂની બીમારીઓમાં કેટલીક રાહત મળી શકે છે.

કન્યા રાશિ : Temperance :

કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે મનમાં અસંતોષ અને નકારાત્મક વિચારોના કારણે હેરાન થઈ શકો છો. એનો સૌથી સારો ઉપાય છે ક્રિયાશીલતા. જે વસ્તુમાં મન લાગતું હોય, તેનાથી પોતાના દિવસ શરુ કરો. રચનાત્મક વિચારોને વાસ્વિકતામાં ઢાળવાનો પ્રયત્ન કરો, એનાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને અંગત જીવનમાં પણ સંતોષ રહેશે. ભવિષ્યમાં યાત્રા કરવાનો અવસર મળી શકે છે. આજે કોઇપણ કામની શરુઆત કરવા માટે સારો દિવસ છે.

કરિયર :કાર્યક્ષેત્રમાં નવા વિચારોથી લાભ થશે અને ઉન્નતિના અવસર મળશે. આ ઉર્જાનો લાભ અવશ્ય ઉઠાવો.

લવ :સંબંધોમાં કોઇપણ વાતથી ચિતિત ના થવું, પરીસ્થિતિ જલ્દી જ આપને અનુકુળ થઈ જશે.

હેલ્થ :આજે આપને સ્વાસ્થ્ય બાબતે ખુબ સતર્ક રહેવાનું છે. થોડીક પણ લાપરવાહી આપને ભારે પડી શકે છે.

તુલા રાશિ : Page Of Swords :

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પરિસ્થિતિઓમાં પરિવર્તન આપને થોડાક હેરાન કે પછી વિચલિત કરી શકે છે. પરંતુ આપને પોતાની અંદર એક આધ્યાત્મિક ભાવ રાખવાનો રહેશે. આજે આપને પોતાના મનમાં સકારાત્મક ભાવોને વધારે રાખવાના રહેશે. નહી તો કોઈ અનિચ્છીત પરિસ્થિતિમાં આપ ફસાઈ શકો છો, જે આપના કામને પ્રભાવિત કરશે. આ સાથે જ આપને પોતાના લક્ષ્યથી ભટકાવી પણ શકે છે. આજનો દિવસ પોતાના ઇષ્ટદેવને યાદ કરો.

કરિયર :કરિયરમાં કેટલાક પરિવર્તન થઈ રહ્યા છે જે આપના સારા માટે છે. કામ સાથે જોડાયેલ કઈક નવું શીખવાનું પ્રયત્ન કરો.

લવ :આજે આપે સંબંધોના તણાવને કઈક ઓછો કરવા માટે પ્રયત્ન કરશો. એમાં આપને ઘણી હદ સુધી સફળતા પણ મળશે.

હેલ્થ :આજે આપને ગરદન કે પછી પીઠમાં તકલીફ થઈ શકે છે. મોટાભાગે સીટીંગ વર્ક ના કરો.

વૃશ્ચિક રાશિ : Two Of Cups :

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલ થઈ શકે છે કેટલીક બાબતોમાં આપને તણાવ અને ચિતાનો સામનો કરવો પડી શકે છે. પરિસ્થિતિઓને પોતાની પર હાવી થવા દેવી નહી. જૂની ભૂલોના કારણે તકલીફ ઉઠાવી પડી શકે છે. કોઈની વાતને પોતાના દિલ પર ના લેવી નહી કે પછી તેના કારણે પોતાના અહંકારને વધવા દો, નહી તો આ આપના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એનાથી ના ફક્ત આપના સંબંધો પર અસર પડશે ઉપરાંત આપનું સ્વસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

કરિયર :પરિસ્થિતિ પ્રતિકુળ થઈ શકે છે. આપે વસ્તુઓને સતર્કતાની સાથે સાંભળવાનું રહેશે.

લવ :પારિવારિક જીવન સારું રહેશે. લવ લાઈફ કે પછી અંગત જીવનમાં થોડીક તનાવપૂર્ણ રહી શકે છે.

હેલ્થ :આજે આપને પાચન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ધનુ રાશિ : The Devil :

ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ પૂરી રીતે પોતાની જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહેવાનું છે. આપને કેટલાક નવા કામ મળી શકે છે, પરંતુ એના કારણે જૂની જવાબદારીઓને નજરઅંદાજ ના કરો. પોતાના કામમાં ફોકસ બનાવી રાખો અને પોતાનું કામ ઈમાનદારીથી કરતા રહો, આપને કોઈની વાતથી વિચલિત થવાની જરૂરિયાત છે નહી. પરિસ્થિતિનો સમયની સાથે ઉકેલ મળી જશે, જેટલા તેના માટે હેરાન થશો એટલા જ પોતાના માટે વિઘ્નો ઉત્પન્ન કરશો.

કરિયર :આજે પોતાના કામ પર ફોકસ બનાવી રાખો. કોઈની વાતોથી વધારે પ્રભાવિત થવું નહી.

લવ : પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને અણબન થઈ શકે છે જેના લીધે સંબંધોમાં કટુતા આવી શકે છે.

હેલ્થ :આપને માથાનો દુઃખાવો કે પછી અનિદ્રા જેવી કોઈ ફરિયાદ થઈ શકે છે.

મકર રાશિ : Knight Of Pentacles :

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે કોઈને કોઈ રીતે પોતાના જીવનમાં કેટલીક નવી વસ્તુઓ જોડવી કે પછી પ્રગતિ કરવાનો છે. આપને ઘણા બધા અવસર મળી રહ્યા છે, જેનાથી આપને જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યામિક રીતે આપની વૃદ્ધિ થશે. કોઈની વાતથી જો આપ હવે નારાજ પણ છો તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયત્ન કરો. કોઇપણ કાર્ય કે પછી સંબંધમાં વધારે પ્રયત્ન કરવાને બદલે તેને સમયની સાથે સંભાળવાનો અવસર આપો.

કરિયર :નવી નોકરી મળવાના આજે આસાર સારા છે. જોખમ લેવાથી ગભરાવું નહી.

લવ :આપની ફેમીલી અને પર્સનલ લાઈફ ખુબ સારી રહેશે. દિવસમાં કેટલાક સુખદ સમાચાર પણ મળી શકે છે.

હેલ્થ :કોઈ જુના રોગ આજે આપને હેરાન કરી શકે છે. એના માટે સાવધાની રાખવી.

કુંભ રાશિ : The Hermit :

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે પરિસ્થિતિઓ પોતાની જાતે કેટલીક એવી વસ્તુઓના ઉકેલ લાવી શકે છે, જેને લઈને આપ ઘણા સમયથી હેરાન હતા. આજે આપને પોતાના વ્યવહાર પર નિયંત્રણ પણ કરવાનો રહેશે. કોઈ એવી વાત ના બોલો, જેનાથી આપની છવિ અહંકારીના રૂપમાં બની જાય. બધાના માટે મનમાં વિનમ્રતાની ભાવના રાખો. બદલતા સમયમાં અસમંજસના કારણે મનમાં મૂંઝવણ રહી શકે છે. પરંતુ આ ફક્ત એક ફેઝ છે જે જલ્દી જ સમાપ્ત થઈ જશે.

કરિયર : ઓફિસમાં પોતાનું કામ કરવાની રીતમાં થોડાક પરિવર્તન લાવશો તો લાભકારક રહેશે.

લવ : પોતાના પરિવારના સભ્યો અને પ્રિયજનોની સાથે શાંતિથી વાત કરો. સ્વભાવમાં ઉગ્રતા આપના સંબંધોને પ્રભાવિત કરી શકે છે.

હેલ્થ :ઋતુગત બીમારીઓથી આપને બચીને રહેવાનું રહેશે.

મીન રાશિ : The Sun :

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણા સારા પરિણામ આપનાર રહી શકે છે. જુના રોકાયેલ કામ બની શકે છે. કોઈ ગુરુ કે પછી સમજદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે જે આપના આવનાર સમય માટે માર્ગદર્શન કરશે. આજે બાળકોની સાથે થોડોક સમય જરૂર વિતાવો, તેમને ભણવામાં કે પછી તેમની સાથે પોતાનું જ્ઞાન અને અનુભવ વહેચો. આપની સલાહથી લાભ થશે. આજે મેડીટેશન કે પછી પૂજાપાઠમાં થોડોક સમય અવશ્ય વિતાવો. શીખવા અને શીખવાડવા માટે આજનો દિવસ સારો રહેશે.

કરિયર :કાર્યક્ષેત્ર્મ આપના નવા આઈડીયાઝ આવી રહ્યા છે જેના માટે આપને સહયોગ પણ મળશે. પુરા વિશ્વાસની સાથે તેની પર આગળ વધો.

લવ : પરિવારની સાથે સમય વિતાવો. જીવનસાથીની સાથે આપનું સામંજસ્ય રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્ય માટે દિવસ સારો રહેશે. આપને પોતાની અંદર ઉર્જાનો અનુભવ થશે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત