ટૈરો રાશિફળ : શનિવારનો દિવસ 12 રાશિ માટે શું લાવ્યો છે જાણો એક ક્લિક પર

ટૈરો રાશિફળ : શનિવારનો દિવસ 12 રાશિ માટે શું લાવ્યો છે જાણો એક ક્લિક પર

મેષ – કોઈપણ નવી ડીલ કરતી વખતે તેના દસ્તાવેજને સારી રીતે તપાસો. કામ મુશ્કેલીમાં આવશે. જીવનસાથીની વાત પર પણ ધ્યાન આપો. આજે ઈષ્ટદેવની પૂજા કરો. કામને પાર પાડવા કરેલા પ્રયત્નો સફળ સાબિત થશે. તમને સમાજમાં માન મળશે. ઉદાર આપેલા નાણા પરત મેળવવામાં સરળતા રહેશે. બાળકો તરફથી ચિંતિત રહેશો.

વૃષભ – કાયદાકીય બાબતોનું સમાધાન મળશે. તમારી પ્રવૃત્તિઓ અને શક્તિ જોઈને શત્રુની પરાજિત થઈ જશે. લીધેલા ઉધાર નાણા પરત પણ કરી શકો છો. દિવસ દરમિયાન કોઈ શુભ સમાચાર મળશે. સમાજમાં તમારું આત્મગૌરવ વધશે. કાર્યસ્થળમાં સ્પર્ધા વધારે રહેશે.

મિથુન- તમારા જીવનમાં ઝડપથી અને અણધાર્યા પરિવર્તન આવશે. જો તમે નવી યોજનાની તૈયારી કરી રહ્યા છો તો તમારા મિત્ર તમારી મદદ માટે આગળ આવશે. આજે શત્રુ તમારાથી ડરશે. કોઈ સાથે વિવાદ ન કરો. મહત્વપૂર્ણ કાર્યોમાં રસ વધશે અને તેને સારી રીતે પુરા કરી શકશો.

કર્ક – આવક વધારવામાં સમય લાગશે. નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં તમારું કાર્ય ચાલુ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. કિંમતી વસ્તુઓની સુરક્ષાનું ધ્યાન રાખો. મનની દૂષિતતાને કારણે નુકસાન થશે. વિવાદ ન કરવો. તેનાથી તમને જ નુકસાન થશે.

સિંહ – તમારા મનમાં પણ ઉત્સાહ રહેશે, પરંતુ શંકા-કુશંકા પણ રહેશે. તમારો ગુસ્સો બનતી વાતને બગાડી શકે છે. આજે તમારા ક્રોધ અને વાણીને કંટ્રોલ કરો. નોકરીમાં બઢતી મળવાની સંભાવના છે. કાનૂની બાબતોમાં સાવચેત રહેવું.

કન્યા – હાલમાં પ્રગતિ જણાય છે. આ સમય દરમિયાન તમે મિલકતમાં રોકાણ કરી શકો છો, અથવા તો કોઈ મિલકતની લે-વેંચ કરી શકો છો. અન્ય લોકો તમારા આકર્ષણથી પ્રભાવિત થશે. મુસાફરી, રોકાણ અને નોકરી માટે દિવસ અનુકૂળ રહેશે. ઉધાર આપેલા નાણા વસુલ કરવામાં સરળતા રહેશે. કાનૂની અડચણો ઊભી થઈ શકે છે.

તુલા- પારિવારિક બાબતોમાં સમજદારીથી કામ કરવું. જીવનસાથી સાથે શાંતિથી વર્તન કરો નહીં તો વૈવાહિક સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઠંડા પીણા પીવાથી દૂર રહો. મહત્વના કામોમાં રસ લેવો. પરંતુ કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. શાંતિ જાળવવાથી જીવન સાથીનો સહયોગ મળશે.

વૃશ્ચિક – તમારે કેટલીક બાબતોમાં વ્યવહારિક બનવાની જરૂર છે, વધારે પડતો લાગણીશીલ સ્વભાવ તમને નુકસાન પહોંચાડી શકે છે. અસંતુલિત ખોરાકના કારણે તમને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. નાણાકીય વ્યવહારમાં સાવચેત રહો. નવી યોજના બનાવવામાં આવશે અને તેના પર અમલ પણ કરી શકશો. કાર્ય પદ્ધતિમાં સુધારો થશે. અટકેલા કામ પાર પડશે.

ધન – તમારે તમારી નોકરી અથવા ધંધામાં કેટલીક અણધારી પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ ખાસ કાર્યમાં નિષ્ફળતા મળવાથી મનમાં અસ્વસ્થતા થઈ શકે છે. નોકરી અને રોજગારમાં પ્રગતિ કરશો. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. આજે મુસાફરીથી લાભ થશે.

મકર – કોઈપણ સંજોગો ક્રોધ કરવો નહીં. તમારા હાથમાં આવેલું કામ દૂર થઈ શકે છે. ઉધાર આપેલા નાણા પર આવવાનું શરૂ થશે પરંતુ બધું તમને અનુકૂળ રહેશે. માંગલિક કાર્યક્રમોમાં ભાગ લેશો. ધર્મ-કર્મમાં રસ લેશો. કોર્ટ-કચેરીના કામોમાં સુસંગતતા રહેશે. કીમતી વસ્તુઓને સુરક્ષિત રાખો. લાંબી બિમારીમાંથી બહાર આવી શકો છો. આજે કામની સ્થિતિ સારી જણાય છે.

કુંભ – તમે તમારી જાતને નવી વસ્તુઓ માટે ઉત્સાહિત અનુભવશો. આજે કોઈ કામ માટે ના કહી શકશો નહીં. તમે કરેલી ભૂલનો આજે તમને ખ્યાલ આવશે. આરોગ્ય નરમ-ગરમ રહેશે. ચોરી અને વિવાદ વગેરેના કારણે નુકસાન શક્ય છે. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં. શત્રુ આજે હાવિ થવાનો પ્રયત્ન કરશે. જરૂરી હોય ત્યાં જ ખર્ચ કરવો. વિવાદ ટાળવો.

મીન -વ્યવસાયિક કામગીરીમાં તમારું પલળુ ભારે રહેશે. તમે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ કરી શકો છો. શેર-બજારમાં રોકાણ કરવામાં સાવચેત રહો. સામાજિક કાર્યમાં જીવનસાથીનો સહયોગ મળશે. કાનૂની અડચણ દૂર થશે. ખુશ રહેશો અને શારીરિક વેદના પણ દૂર થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ