અમદાવાદમાં લાગશે 4 હજાર CCTV કેમેરા, શહેરના ખુણે ખુણા પર રાખવામાં આવશે નજર

સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. આમ જોવા જઈએ તો જ્યારથી CCTV કેમેરાની લગાવવામાં આવ્યા છે ત્યારથી પોલીસે અનેક ગુના ઉકેલ્યા છે, મોટા મોટા ભેદ ઉકેલવામાં CCTV કેમેરા મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ હવે નવી માહિતી સામે આવી છે કે જે CCTV કેમેરાના ઉપયોગથી પોલીસ ગુનેગારો સુધી પહોંચતી હતી હવે એ જ CCTV કેમેરાનો ઉપયોગ પોલીસની કામગીરી માટે પણ કરવામા આવશે. નોંધનિય છે કે, અમદાવાદ પોલીસ હાઇ ટેક થઇ રહી છે ત્યારે શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 4000 CCTV કેમેરા લગાવવાની તૈયારી પણ કરી લીધી છે. નોંધનિય છે કે, ગુનેગારો ઉપર વોચ રાખવાની સાથે-સાથે હવે CCTV કેમેરા પોલીસ ઉપર પણ નજર રાખશે.

image source

આ અંગે સામે આવેલી માહિતી અનુસાર અમદાવાદને સ્માર્ટ‌ સિટી પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાથી આવરી લેવાયું હોવા છતાંય ચેઇન સ્નેચિંગ, લૂંટ, મારામારી, છેડતી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેને કંટ્રોલમાં લેવા અને ક્રાઇમ રેટને ઘટાડવા માટે પોલીસ હવે વિશ્વાસ પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં શહેરના તમામ ખૂણાને CCTV કેમેરાથી આવરી લેવાશે. જેથી લોકોની સલામતી વધે. અમદાવાદમાં એન્ટ્રી થતા તમામ પોઇન્ટ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવશે , જે તમામ ગતિ‌વ‌િધ ઉપર નજર રાખશે. આ ઉપરાંત પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા ભાગના ક્રિ‌મિનલ બહારનાં રાજ્ય તેમજ અન્ય શહેરમાંથી આવતા હોય છે, જે અમદાવાદમાં આવીને ગંભીર ઘટનાને અંજામ આપે છે અને તે પછી પોતાના રાજ્ય કે શહેરમાં ભાગી જાય છે, જેથી એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઉપર CCTV લગાવવામાં આવશે. જ્યારે પણ આવી કોઈ ગંભીર ઘટના બને ત્યારે તેને રોકવા માટે આ મહત્વનું પગલુ સાબિત થશે.

image source

તમને જણાવી દઈએ કે, 4 હજાર CCTV કેમેરાનું મો‌નિટ‌િરંગ પોલીસ હેડ ક્વાર્ટરથી કરવામાં આવશે, જેના માટે સ્પેશિયલ ટીમ પણ તૈયાર કરવામાં આવશે, આ ઉપરાંત 7 ઝોનના ડીસીપીની ઓફિસમાં પણ ‌મિની કંટ્રોલરૂમ બનાવવામાં આવશે, જે તેમના વિસ્તારનું મો‌નિટ‌િરંગ કરશે. પોલીસે આ પ્રોજેક્ટ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં અમલમાં મૂકશે. નોંધનિય છે કે, પોલીસ અને પ્રજા વચ્ચે એક વિશ્વાસ જળવાઇ રહે તેના ભાગ રૂપે પોલીસનો વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે CCTV કેમેરા લગાવવા પાછળનો ઉદ્દેશ કેટલાક પોલીસની કામચોરીનો પણ રહેલો છે. નોંધવિય છે કે, નાઇટ ડ્યૂટીના બહાને કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાના ઘરે અથવા તો પોલીસ ચોકીમાં જઇને સૂઈ જાય છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ જો હવે સીસીટીવી લગાવવામાં આવશે તો આ કામચોરી નહી ચાલે. નોંધનિય છે કે, જો કોઇ પોલીસ 6કર્મચારી ડ્યૂટી પર હોવા છતાંય નિયત કરેલા સ્પોટ ઉપર હાજર નહીં હોય તો CCTV કેમેરામાં તે કેદ થઇ જશે અને તરત જ તે પોલીસ કર્મચારી વિરુદ્ધ ‌ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી તેમજ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવશે. આમ હવે સમગ્ર મામલે પારદર્શિતા લાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.