આ રીતે કરી શકશો સ્પામ કોલને હમેશા માટે બંધ, આ 3 રીત અપવાની લો એટલે ક્યારેય ફાલતુના કોલ્સ આવશે જ નહીં

આજે મોટાભાગના લોકોને સ્પામ કોલ આવે છે જેના કારણે લોકો ખૂબ પરેશાન થઈ જતા હોય છે. ટેલિમાર્કેટિંગ કંપનીઓ નંબરો એકત્રિત કરે છે અને વારંવાર સ્પામ કોલ કરે છે. તેઓ આ નંબર ઓનલાઇન સાઇટ્સ દ્વારા મેળવે છે. જો તમે પણ તમારા ફોન પર આવતા સ્પામ કોલ્સથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અહી એક ટ્રિક આપવામા આવી છે જેના દ્વારા તમે કોઈ પણ કોલને સરળતાથી આવતા રોકી શકો છો.

image source

સ્પામ કોલ્સ રોકવાની પ્રથમ રીત:

સ્ટેપ 1: સૌ પ્રથમ ફોનની કોલ સેટિંગ્સ પર જાઓ.

સ્ટેપ 2: ત્યારબાદ કોલ ફોરવર્ડિંગના ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: અહીં તમે ત્રણ વિકલ્પો જોશો- always forward, forward when busy, forward when unanswered

સ્ટેપ 4: આ પછી always forwardનો વિકલ્પ પસંદ કરો.

image source

સ્ટેપ 5: હવે તમે જે મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા નથી તેના પર સ્પામ નંબર ફોરવર્ડ કરો અને eneble બટન પર ટેપ કરો.

સ્ટેપ 6: હવે સ્પામ કોલ આવવાનુ તમને બંધ થઈ જશે

સ્પામ કોલ્સ રોકવાની બીજી રીત:

સ્ટેપ 1: મોબાઇલમાં ફોન એપ ખોલો.

સ્ટેપ 2: હવે તાજેતરના કોલ્સ વિકલ્પ પર જાઓ.

સ્ટેપ 3: પછી કોલ લોગમાં સ્પામ નંબર માર્ક કરો.

સ્ટેપ 4: હવે બ્લોક/રિપોર્ટ સ્પામ વિકલ્પ પસંદ કરો.

image source

સ્ટેપ 5: આ પછી સ્પામ નંબર બ્લોક થઈ જશે અને તમને તે નંબર પરથી કોલ નહીં આવે.

સ્પામ કોલ્સ રોકવાની ત્રીજી રીત

સ્ટેપ 1: સ્પામ કોલને અવરોધિત કરવા માટે તમારા ફોન પરથી 1909 પર કલ કરો.

સ્ટેપ 2: તે પછી આપેલ સૂચનાઓનું પાલન કરો.

સ્ટેપ 3: હવે DNDને સક્રિય કરો.

સ્ટેપ 4: તમને હવે સ્પામ કોલ્સ નહીં આવે

image source

હાલમા આ બાબતે ઓસ્ટ્રેલિયામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક ઓસ્ટ્રેલિયન મહિલા જેણે સ્કેમર્સ ફોન હોવાની શંકાથી ઘણી વખત આવેલા ફોનને રિસીવ ના કર્યો કારણ કે આવા સ્પામ કોલ આવતા રહેતા હોય છે. આ પછી એક દિવસ તેણે ફોન ઉઠાવ્યો ત્યારે ખબર પડી કે તેને લગભગ 1.5 મિલિયન ડોલર (11 કરોડ)થી વધારે લોટરીનો જેકપોટ લાગ્યો છે. તસ્માનિયાની લાઉસેસ્ટેનની રહેનારી મહિલાને ધ લોટના અધિકારીઓએ જણાવ્યું કે તે તેમના ફોનકોલ ઉઠાવવાથી બચી રહી હતી કારણ કે તે નંબરને ઓળખતી નહોતી. મહિલાને ફોન પરથી જાણવા મળ્યુ કે તેને 31 જુલાઈના ટૈટ્સલોટ્ટો ડ્રાઈંગમાં 1.47 મિલિયનનો જેકપોટ જીત્યો છે. તેણે વેસ્ટબરીમાં તહેવાર દરમિયાન વેસ્ટબરી લોટ્ટો આઉટલેટથી પોતાની ટીકીટ ખરીદી હતી.