આર્યન ખાન સહિત અન્ય ૮ આરોપીઓને તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી NCBની કસ્ટડીમાં, 3 દિવસ સુધી જેલમાં જ રહેશે.

આર્યન ખાન સહિત અન્ય ૮ આરોપીઓને તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી NCBની કસ્ટડીમાં, 3 દિવસ સુધી જેલમાં જ રહેશે.

-આર્યન ખાન ૨૦ વર્ષની વયથી જ ડ્રગ્સ લેતા હોવાનું જાણવા મળ્યું છે.

image source

અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન માટે તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૧ સોમવારનો દિવસ અગત્યનો છે. વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી દીધી છે. આર્યન ખાનની આજ રોજ કસ્ટડી પણ સમાપ્ત થઈ ગઈ હતી. NCB દ્વારા કોર્ટમાં આર્યન ખાનની એક સપ્તાહ સુધીની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આર્યન ખાન સહિત અન્ય ૮ આરોપીઓને તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીની કસ્ટડી આપવામાં આવી છે. એટલે કે, આર્યન ખાન સહિત અન્ય ૮ આરોપીઓને હજી પણ 3 દિવસ જેલમાં જ પસાર કરવાના રહેશે.

આર્યન ખાનના ફોન માંથી આપત્તિજનક વસ્તુઓ મળી.

‘આજ તક’ના અહેવાલ મુજબ, NCB રિમાન્ડમાં જણાવ્યું છે કે, આર્યન ખાનના ફોન માંથી આપત્તિજનક ફોટોસ મળી આવ્યા છે. આર્યન ખાનના ફોન માંથી પિક્ચર્સ ચેટ તરીકે કેટલીક લિંકસ મળી આવી છે. જે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ તરફ ઈશારો કરે છે.

ચેટ્સમાં મળ્યા કેટલાક કોડ નેમ.

image source

NCB દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘ચેટ્સમાં કેટલાક કોડ નેમ મળી આવ્યા છે અને તેના વિષે જાણકારી મેળવવા માટે કસ્ટડી આવશ્યક છે. લિંક તથા નેકસ્સને ઉજાગર કરવા માટે રિમાન્ડ જરૂરી છે. ડ્રગ્સ પેડલર્સ સાથે થયેલ વોટ્સ એપ ચેટ છે. આ કેસમાં હજી દરોડા શરુ છે.

કોર્ટમાં શું દલીલો થઈ?

વકીલ સતીશ માનશિંદે દ્વારા આર્યનની તરફેણમાં શું કહેવામાં આવ્યું?

-હું અધિકાર તરીકે જામીનની માંગ નથી કરતો. સાચી વાત એ છે કે, મારા ક્લાયન્ટ એટલે કે, આર્યનની ક્રૂઝ પર અટકાયત કરવામાં આવી નથી. મને ત્યાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. હું મારા મિત્રની સાથે ત્યાં ગયો હતો. મને ખ્યાલ નહોતો કે, મને ક્રૂઝ પર કઈ કેબિન અલોટ કરવામાં આવી હતી.

image source

-મેં ક્રૂઝ પર જવા માટે કોઈ ખર્ચ કર્યો નથી અને હું એકપણ ઓર્ગેનાઈઝરને જાણતો નથી. પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં મોબાઈલ સિવાય મારી પાસેથી બીજું કઈ મળી આવ્યું છે નહી. મારા મિત્રની ધરપકડ એટલા માટે કરવામાં આવી કેમ કે, તેની પાસે ૬ ગ્રામ ચરસ મળી આવી હતી. આની સાથે મારે કોઈ લેવાદેવા નથી.

-રિમાન્ડ માટે જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેમાંથી અમારા પાસે કોઈ વસ્તુ મળી આવી નથી. તેમજ આ જપ્ત કરવામાં આવેલ વસ્તુઓ અન્ય આરોપીઓ પાસેથી મળી આવી હતી અને મને તેની સાથે જોડવામાં આવ્યો છે. પૂછપરછ કરવા દરમિયાન મારી વોટ્સએપ ચેટ ડાઉનલોડ કરવામાં આવી છે. હવે એવો દાવો કરવામાં આવે છે કે, હું ઈન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ સાથે સંબંધ ધરાવું છુ.

image source

-હું સ્પષ્ટ કરવા ઈચ્છીશ કે, મેં જેટલો પણ સમય વિદેશમાં વિતાવ્યો છે, મારો કોઈ ડ્રગ ટ્રાફિકિંગ, સપ્લાય તથા ડીસ્ટ્રીબ્યુશન સાથે કોઈ સંબંધ છે નહી. મારી ચેટ્સ, ડાઉનલોડસ, પિક્ચર્સ અથવા અન્ય કોઈપણ માહિતી પરથી આ વાત ક્યારેય સાબિત થતી નથી કે, મારો આ કેસ સાથે કોઈ સંબંધ હોય.

-મારે શિપ પર ડ્રગ્સ ખરીદવાની કોઈ જરૂરિયાત છે નહી, કેમ કે, હું આખુ શિપ જ ખરીદી શકું તેમ છે.

-જો ડ્રગ્સ વિષે કોઈ વાતચીત થઈ પણ છે તો એનો અર્થ એ બિલકુલ નથી કે, હું ડ્રગ ટ્રાફિકિંગ સાથે જોડાયેલ છે. અભિનેત્રી રિયા ચક્રવર્તીના કેસમાં પણ કલમ ૨૭ (A) હટાવી દેવામાં આવી હતી, એટલા માટે ,મને રિમાન્ડ પર મોકલવાને બદલે જામીન આપવામાં આવે. તેમજ હવે રીકવરીની કોઈ આવશ્યકતા છે નહી અને મને જેલમાં રાખવાનું કોઈ કારણ બનતું નથી.