આપઘાત કરવા યુવકે સાતમા માળેથી છલાંગ તો લગાવી, પણ બન્યું કંઇક એવું કે…પૂરી ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે આજે પણ 3 ચોંકાવનારી ઘટનાઓ અમદાવાદ શહેરમાં બની હોવાનું સામે આવ્યું છે. એક યુવકે હોસ્પિટલના સાતમા માળેથી યુવકે પડતું મૂક્યું પરંતુ ઝાડના કારણે બચી ગયો હતો. તો નારોલમાંથી તમંચા-કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના નિકોલ ગામમાં આવેલી કાનબા હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવીને ગઇ કાલે એક યુવકે આપઘાત કરવાની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ છે. હોસ્પિટલ પાસે ઝાડ હોવાના કારણે યુવકે ઝંપલાવ્યું ત્યારે સીધો ઝાડ પર પડ્યો હતો અને ત્યારબાદ જમીન પર પટકાયો હતો, જેના કારણે તે બચી ગયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો યોગેશભાઇ પટેલ નિકોલ ગામમાં આવેલી કાનબા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. ગઇ કાલે ધર્મેન્દ્ર નોકરી પર હાજર હતો ત્યારે અચાનક તેણે કોઇ પણ કારણસર હોસ્પિટલના સાતમા માળેથી આત્મહત્યા કરવા માટે  છલાંગ લગાવી હતી.

image source

છલાંગ લગાવી ત્યારે હોસ્પિટલ પાસે એક ઝાડ હતું, જેના પર તે પડ્યો હતો અને ત્યારબાદ જમીન પર પટકાયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ધર્મેન્દ્રએ છલાંગ લગાવતાં હોસ્પિટલના કર્મચારીઓ  સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. કાનબા હોસ્પિટલ કે જે કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. ધર્મેન્દ્રએ કયા કારણસર આત્મહત્યા કરી તે રહસ્ય હજુ સુધી અંકબધ છે ત્યારે નિકોલ પોલીસે
જાણવા જોગ ફરિયાદ નોંધી ધર્મેન્દ્રએ કયા કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા માટે તજવીજ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેમમાં નાસીપાસ થવાના કારણે તેણે આ પગલું ભર્યું હોય તેવું પ્રાથ‌િમક તપાસમાં લાગી રહ્યું છે.

વેજલપુરના અલમસ્ત રો-હાઉસમાં  ગાંજા સાથે એક શખ્સ પકડાયો

image source

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના વેચાણની સાથે-સાથે ગાંજાના વેચાણમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ખાસ કરીને યુવાધન માટે ખતરાની ઘંટડી છે. દરમિયાન વેજલપુર પોલીસે અલમસ્ત રો-હાઉસમાં દરોડો પાડી ૬૧૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.ડી. ભટ્ટ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે  જાવેદખાન પઠાણ ગાંજાનો ધંધો કરે છે. આ બાતમીના આધારે ફતેહવાડીમાં આવેલ અલમસ્ત રો-હાઉસમાં દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા ઇકબાલ પઠાણને તેના ઘરમાંથી ૬૧૦ ગ્રામ
જથ્થા સાથે પકડી પાડ્યાે હતાે.

image source

પકડાયેલા આરોપીએ કબૂલાત આપી હતી કે તે ક્યાંકથી છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં થોડાક સમયથી ગાંજાનું વેચાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

નારોલમાંથી તમંચા-કારતૂસ સાથે એકની ધરપકડ

image source

નારોલ વિસ્તારમાંથી દેશી બનાવટના તમંચા તથા કારતૂસ સાથે એક આરોપીની એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર નારોલથી વિશાલા તરફ જતાં રાજકુમાર એન્ટરપ્રાઇઝના ગેટ સામે  મળેલી બાતમીના આધારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે રાજુભાઈ ઠાકોરને વગર લાઈસન્સે દેશી હાથ બનાવટના તમંચા તથા કારતૂસ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજુભાઈ
વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની તપાસ શરૂ છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ તમંચો-કારતૂસ ક્યાંથી લાવ્યો હતો અને તે શું કામ તેની પાસે રાખ્યાં હતાં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

એસપી રિંગરોડ પર કુખ્યાત બુટલેગરના સાગરીત પાસેથી ૧૨ પેટી દારૂ મળ્યો

image source

ક્રિસમસ પાર્ટીનો સમય શરૂ થતો હોઈ બુટલેગરો બેફામ રીતે શહેરમાં દારૂ ઠાલવી રહ્યા છે. નાઇટ કરફ્યુ હોવાના કારણે બુટલેગરો હવે શહેર બહાર દારૂ ઠલવી રહ્યા છે. ગઇ કાલે અડાલજ પોલીસે અગોરા મોલની પાછળ આવેલા એટલાન્ટા પાર્કના એક ફ્લેટમાંથી દારૂનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ખંડણી, દારુ, મારામારી જેવા સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા કમલ ઉર્ફે સાબમતી અને કિશોર ઉર્ફે મીઠ્ઠા સાથે કામ કરતો દીપક ઉર્ફે ગુડ્ડા પાસે દારૂનો મોટાપાયે જથ્થો પડ્યો છે. તેવી બાતમી પોલીસને મળી હતી.

અડાલજ પોલીસ બાતમીના આધારે એસપી રિંગ રોડ પર આવેલા અગોરા મોલની પાછળ એટલાન્ટા પાર્કના એક ફ્લેટમાં પહોંચી ગઈ હતી. જ્યા દીપક ઉર્ફે ગુડ્ડાને ઝડપી પાડ્યો હતો અને ૧૨ પેટી દારૂ પણ મળી આવ્યો હતો.

image source

પોલીસે આ મામલે દીપકની ધરપકડ કરી છે જ્યારે કમલ સાબરમતી તેમજ કિશોર ઉર્ફે મીઠ્ઠાની સંડોવણી મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા દીપક પાસે સો કરતાં વધુ દારૂની પેટીનો જથ્થો હોવાની આશંકા છે. ૩૧ ડિસેમ્બર પહેલાં નાની નાની ખેપ મારીને આ દારૂ સરદારનગર અને કુબેરનગરમાં પહોંચાડવાનો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત