અભિષેક બચ્ચન નો કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ, ઘરે જવા માટે છે બેચેન..

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક્ટર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચન 11 જુલાઈ થી મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.

image source

અગાઉ અભિષેક બચ્ચનના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં થયેલો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ જાણકારી અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા લોકોને આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે પોતાના કેર બોર્ડનો ફોટો મૂક્યો છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે કે, “મેં તમને કહ્યું હતું ડિસ્ચાર્જ પ્લાન.. હા આજે બપોરે મારો covid-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો. તમારી દુઆઓ માટે ધન્યવાદ, હું ખુશ છું અને હવે મારા ઘરે જઈ શકું છું. ”

image source

અભિષેક બચ્ચને નાણાવટી હોસ્પિટલના સ્ટાફ નો આભાર માનતા લખ્યું છે કે, “મારા અને મારા પરિવાર ની આટલી સારી સંભાળ કરવા અને અમને કોરોના ને હરાવવા મદદ કરવા માટે નાણાવટી હોસ્પિટલના ડૉકટર અને નર્સિંગ સ્ટાફનો આભાર. તમારા વિના અમે આ ન કરી શક્યા હોત”.

image source

અભિષેક બચ્ચનની આ પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2 ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચન કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેના હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. પરંતુ અભિષેક બચ્ચન નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે આજ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,