ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું હોય તો આવી રીતે કરાય, આ કપલનો વીડિયો જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે જેમાથી કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને લોકો હસવાનુ રોકી શકતા નથી તો વળી કેટલાક એવા પણ વીડિયો પણ વાયરલ થતા હોય છે જે ખુબ જ ડરામણા હોય છે. આ સાથે ઘણી વખત વિશ્વાસ કરવો પણ અઘરો પડે તેવા વીડિયો સામે આવતા હોય છે.

હાલમાં આ બધાથી અલગ એક ભાવનાત્મક વીડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેના વિશે અહી વાત થઈ રહી છે. આ વીડિયોને જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગશે. આ વીડિયોમાં એકબીજા પ્રત્યેની લાગણી જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

આ વીડિયો જોયા પછી દરેક યુવતીના મનમાં પણ એવુ થશે કે તેને પણ આવી જ રીતે કોઈ પ્રપોઝ કરે. પ્રેમી પંખીડાઓ સામાન્ય રીતે પ્રપોઝ કરવા માટે સોશિયલ મીડિયા પર નવી રીતો શોધતા રહેતા હોય છે. આ વીડિયો એક ઇન્સ્ટાગ્રામ એકાઉંન્ટ પરથી વાયરલ થઈ રહ્યો છે જે તમારી આંખોને ભીની કરી દેશે. મળતી માહિતી મુજબ આ વીડિયોને એક હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો છે.

આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો તેમા જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને હોસ્પિટલમાં પ્રપોઝ કરી રહ્યો છે. યુવતીને જોઇને જ ખબર પડી જાય છે કે તેણીની હમણાં જ ડિલિવરી થઈ છે. તે બન્ને જ્યા ઉભેલા છે ત્યા નજીકમાં જ એક નાનુ બાળક પણ દેખાઇ રહ્યુ છે. જ્યારે આ યુવકે યુવતીને પ્રપોઝ કર્યુ ત્યારે તે તેના પર બિલકુલ વિશ્વાસ કરી શકી નહીં. થોડીક ક્ષણો માટે તો તેના હોશ જ ઉડી ગયા હતા. આ પછી જોઈ શકાય છે કે તે યુવતી યુવકના આ પ્રપોઝરને હા પાડે છે.

બીજી તરફ વાત કરીએ આ બાળક વિશે તો ત્યારે તે બાળકે જે ટીશર્ટ પહેર્યુ હોય છે તેમા લખેલુ હોય છે કે ‘મમ્મી, તું મારા પપ્પા સાથે લગ્ન કરીશ?’ પ્રપોઝ કરવાની આ અદભૂત અને અનોખી સ્ટાઇલ જોઈને તે યુવતી દંગ રહી ગઈ હતી. આ વીડિયોને ત્યારબાદ એક ઇન્સ્ટાગ્રામ એકાઉંન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 66 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ શેર પણ કરી રહ્યા છે. આ સાથે કોમેન્ટ સેશનમાં આ અનોખી સ્ટાઇલ વિશે કોમેન્ટો થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!