શું તમે આધાર કાર્ડ પરના ફોટાથી ખુશ નથી? બસ આટલુ કરી બદલી નાખો ફોટો, નાનું છે કામ

આધાર કાર્ડએ આજના સમયમાં મહત્વના ડોકયુમેન્ટસમાંનું એક બની ગયુ છે. તમામ સરકારીથી લઈને ખાનગી સંસ્થાઓ સુધીના અનેક કામોમાં આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. પરંતુ આપણામાંના મોટા ભાગના લોકો એવા છે જે આધાર કાર્ડ પર જે ફોટા આપવામા આવ્યો છે તેનાથી ખુશ નથી. આ બાબતે ક્યારેક તો લોકોનો મજાક પણ બની જાય છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ છો કે જેઓ આધાર કાર્ડમાં જે ફોટો આવ્યો છે તેનાથી ખુશ નથી અને તેને બદલવાનું વિચારી રહ્યા છે? અહી તમને આ વિશે જણાવામા આવ્યુ છે કે તમે સરળતાથી કેવી રીતે આ ફોટો બદલી શકો છો.

UIDAI આપે છે ફોટો અપડેટ માટે પરવાનગી:

image soucre

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડ પર તેમનો ફોટો અપડેટ કરવાની મંજૂરી આપે છે. અહીં તમને આધાર કાર્ડમાં સારો ફોટો મેળવવાની સરળ રીત જણાવામા આવી છે. કાર્ડધારકો તેમના નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને આ કરી શકે છે. તો ચાલો જાણીએ શું છે પ્રક્રિયા:

  • 1. સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર લોગઈન કરવું પડશે અને આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.

    image soucre
  • 2. આ આધાર નોંધણી ફોર્મ ભરી અને તેને નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર સબમિટ કરો.
  • 3. હવે કર્મચારી તમારી નોંધણી કેન્દ્ર પર તમારી બાયોમેટ્રિક વિગતો લેશે.
  • 4. ત્યારબાદ આધાર નોંધણી કેન્દ્રનો કર્મચારી તમારો ફોટો લેશે.
  • 5. હવે આધાર નોંધણી કેન્દ્રનો કર્મચારી ફીના રૂ.25+GST લઈને તમારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરશે.
  • 6. આધાર નોંધણી કેન્દ્રનો કર્મચારી તમને URN સાથે એક સ્લિપ પણ આપશે.
  • 7. તમે આ URNનો ઉપયોગ કરી જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડનો ફોટો બદલવામાં આવ્યો છે કે નહીં.
  • 8. આધાર કાર્ડનો ફોટો અપડેટ થયા બાદ નવા ફોટો સાથે અપડેટેડ આધાર કાર્ડ UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
image soucre

આ સિવાય વાત કરવામા આવે કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક વિશે તો આધાર યૂઝર્સ તેના ફોન નંબર અપડેટ કે લિંક ઘરે બેઠા કરી શકે છે. તેના માટે તમારે સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) પર જવાનુ રહેશે. આધાર સાથે ફોન નંબરને લિંક કરવા માટે તમારે કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવા પડશે જે અહી જણાવામા આવ્યા છે.

  • 1. સૌથી પહેલાં તમારે UIDAI વેબ પોર્ટલ પર વિઝિટ કરવી પડશે.
  • 2. ત્યાં ask.uidai.gov.in પર ક્લિક કરો.
  • 3. અહીં એડ ફોન નંબર પર ક્લિક કરવું.
  • 4. તેના પછી તે ફોન નંબર સબમિટ કરવો પડશે જેને તમે અપડેટ કરવા માગો છો.
  • 5. કેપ્ચા કે સિક્યોરિટી કોડ નાંખવો.
  • 6. જે સબમિટ કર્યા પછી તમારે સેન્ડ OTP પર ક્લિક કરવું પડશે.

    image soucre
  • 7. OTP આવ્યા પછી તેને સબમિટ કરો અને પછી Submit OTP & Proceed ઓપ્શન પર ક્લિક કરો.
  • 8. ત્યારબાદ તમને એક ડ્રોપ ડાઉન મેનૂ જોવા મળશે તેમાં તમારે Online Aadhar Servicesનો ઓપ્શન સિલેકટ કરો.
  • 9. તેમાં નામ, સરનામું, જેન્ડર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર જેવા ઓપ્શન જોવા મળશે.
  • 10. તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો તેના પર ક્લિક કરો અને નામ, મોબાઈલ નંબર, આધાર નંબરની માહિતી ભરી દો.
  • 11. આગામી પેજ પર તમને કેપ્ચા જોવા મળશે જે સબમિટ કર્યા પછી OTP તમારા ફોન પર આવશે.
  • 12. તેને સબમિટ કરીને Save and Proceed પર ક્લિક કરો. આ પછી તમારો ફોન નંબર અપડેટ થઈ જશે.