ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ સારા ફિલ્મ માટે થઈ એક્ટિવ, એકદમ હોટ અંદાજમાં વરુણ ધવન સાથે કરી રહી છે..તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર 1’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થવા જઈ રહી છે. આ એક પારિવારીક કોમેડી ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન ખૂબ જ ફની સ્ટાઇલમાં જોવા મળશે. ‘કૂલી નંબર 1’ ના નાતાલ પર એમેઝોન પ્રાઈમ વીડિયો પર પ્રીમિયર કરવામાં આવશે.

image source

ફિલ્મની રિલીઝ પહેલા જ વરુણ ધવન અને સારા અલી ખાન ફિલ્મના પ્રમોશન માટે દોડતા થઈ ગયા છે. ફિલ્મ પ્રમોશનની શરુઆત તેમણે ટીવીના લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્માના શોથી કરી છે. તેઓ તાજેતરમાં જ કપિલ શર્મા શોના એપિસોડનું શૂટિંગ કરી ચુક્યા છે. તેઓ શોમાં ગયા હતા તે સમયના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.

image source

‘કુલી નંબર 1’ એ ફેમિલી કોમેડી ફિલ્મ છે જે પૂજા એન્ટરટેનમેન્ટની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી પર આધારિત છે અને તેનું નિર્દેશન કોમેડીના કિંગ ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વરુણ ધવન, સારા અલી ખાન, પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લિવર, રાજપાલ યાદવ સહિતના કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખે કર્યું છે.

image source

આ ફિલ્મ 25 ડિસેમ્બરે ઓનલાઈન રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા થિયેટરોમાં જ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે તેને અટકાવી દેવામાં આવી હતી. હાલ થિયેટરો ખુલ્લા તો મુકાયા છે પરંતુ દર્શકોને ફિલ્મ જોવામાં રસ કરતાં વધારે ડર કોરોનાનો છે તેથી આ ફિલ્મને ઓનલાઈન જ રિલીઝ કરવામાં આવનાર છે.

image source

મહત્વપૂર્ણ છે કે સારા અલી ખાનનું નામ પણ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું અને તેને ત્યારે પુછપરછમાં પણ બોલાવવામાં આવી હતી. તે સમયે સારા અલી ખાન પણ ટ્રોલ થઈ હતી.

image source

આ ઉપરાંત નેપોટિઝમના મુદ્દાને લઈ આ પહેલા સડક-2થી લઈ અનેક ફિલ્મોને નેગેટિવ રિસ્પોન્સ મળ્યો છે. તેવામાં હવે વાતાવરણ શાંત થતાં કુલી નંબર 1 રિલીઝ થવા જઈ રહી છે. ડ્રગ્સ કેસની તપાસમાં ચર્ચામાં રહ્યા બાદ સારા અલી ખાન પહેલી વખત કોઈ શોમાં જોવા મળશે. આ પહેલા તેણે દશેરા નિમિત્તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત