એકવાર શિવના આ ચમત્કારિક મંદિરની અવશ્ય લો મુલાકાત, પુજારી વિના જ થઇ જાય છે પૂજા..

ભારત એક ધાર્મિક દેશ છે, ભારતમાં નાના-મોટા હજારો મંદિરો આવેલા છે, ભારતના દરેક ખૂણામાં તમને મંદિર જોવા મળે છે, આ મંદિરમાં દૂર-દૂર થી લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ભારતમાં આવેલા આ મંદિરોમાં અવારનવાર ચમત્કાર થતાં હોય છે.

image soure

આ ચમત્કાર જોઈને વિજ્ઞાન પણ હેરાન છે. આ ચમત્કાર કઈ રીતે થાય છે તે હજી સુધી વિજ્ઞાન પણ શોધી શક્યું નથી આ રહસ્યમય ચમત્કાર હજુ સુધી વણ ઉકેલાયા છે. આજે હું તમને મહાદેવ ના એક એવા મંદિર વિશે બતાવીશ ઈન્દ્રદેવ સ્વયં આવીને મહાદેવની પૂજા કરે છે.

image soure

આ મંદિર ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આવેલું છે. અહીં ત્રણ નદીઓનો સંગમ થતો હોવાથી તેને ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ઇન્દ્ર દેવ પૂજા કરી હોવાથી આ મંદિરને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

image soure

ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં હજારો ભક્તો દૂર-દૂર થી મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં આવેલા તમામ ભક્તો ની મનોકામના મહાદેવ પૂર્ણ કરતા હોય છે. અહીં શ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપૂર આવે છે. આ મંદિર પાછળ કેટલીક કથાઓ પણ છે. અહીં એવું માનવામાં આવે છે કે ઈન્દ્રદેવ સંવ્યમ આવીને મહાદેવની પૂજા કરે છે, તેમજ જળ અભિષેક કરે છે.

પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન આ મંદિરમાં પૂજા કરી હતી ત્યાર પછી ઈન્દ્રદેવ આ મંદિરમાં મહાદેવની પૂજા કરતા હતા. તેથી આ મંદિરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ પડ્યું એવું માનવામાં આવે છે કે મંદિરમાં રોજ સવારે ઈન્દ્રદેવ આવીને મહાદેવ ના શિવલિંગ ઉપર ફૂલ ચઢાવે છે, અને જળ અભિષેક કરે છે. મંદિરમાં થતા આ ચમત્કાર જોવા માટે દૂર-દૂર થી લોકો આવતા હોય છે, આ મંદિર ખૂબ પ્રાચીન હોય તેવું માનવામાં આવે છે. અહીં પિતૃ તર્પણ શ્રાદ્ધ કર્મ માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

image soure

પ્રાચીન પાંચ હજાર વર્ષ જૂનુ ભવ્ય શિવલીંગ છે, જેની અદભૂત વિશેષતા છે કે તમામ શિવ મંદીરોમાં ભગવાનના લીંગ પર જળાધારી હોય છે, જેનાથી મહાદેવ પર જળ અભિષેક થતો હોય પરંતુ અહીં જળાધારી નથી આ ભારતનું એકમાત્ર અનોખું મંદિર છે. જયાં જળાધારી નથી છતા મહાદેવનું શિવલીંગ ભીનું જ રહે છે.

કેમ કે અહીં સ્વયંભૂ ઈન્દ્ર અને પાંડવો રોજ પૂજા કરવા આવે છે. રાત્રે પૂજા નું વિસર્જન થઈ ગયા પછી પૂજારી મૂર્તિને ચોખ્ખી કરી દે પણ સવારે ચાર-પાંચ વાગ્યે પણ કોઈ પૂજા કરવા આવે તો શિવલીંગ પર કોઈ પૂજા કરી ગયું હોય તથા તાજા ફૂલો ચડાવી ગયું હોય છે. અનેક ભકતોએ આનો જાતે જ અનુભવ પણ કર્યો છે.