અમદાવાદમાં કોરોના રસી આપવા AMC એ શરૂ કરી યુદ્ધના ધોરણે તૈયારી, આટલા લોકોનો કરાયો ડોર ડૂ ડોર સર્વે

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે કરીને 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓ કૅન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતાં હોય, તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશ કહ્યું કે અમને ગુજરાત સરકાર તરફથી આ સર્વે કરવાની સૂચના મળી છે અને જે પણ માહિતી ભેગી થશે, તે અમે રાજ્ય સરકારને સુપ્રત કરીશું. હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને 17 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.

રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સની કરાઈ રચના

image source

તો બીજી તરફ રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ કમિટીની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સાથે તાજેતરમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ મિટિંગમાં લેવાયેલા નિર્ણયના આધારે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાના રસીકરણ માટે વિવિધ ફેઝ નક્કી કરાયા છે. જે અંતર્ગત કોરોનાની રસી આવ્યા બાદ ફર્સ્ટ ફેઝમાં એટલે કે શરૂઆતમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર, નર્સ સહિતના પેરામેડિકલ સ્ટાફને ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે ગણી તેમને રસી અપાશે.

કોરોનાએ 2098 દર્દીનો ભોગ લીધો

image source

જેને લઈને ડેટાબેઝને તંત્ર દ્વારા સતત અપડેટ કરાઇ રહ્યો છે. કોરોનાની રસીના આગમન પહેલાં એક સમયે દેશના કોરોના કેપિટલ જાહેર થયેલા અમદાવાદને રસીકરણના મામલે સત્તાધીશો દ્વારા ખાસ મહત્ત્વ અપાઇ રહ્યું છે. અમદાવાદમાં ગઇ કાલે સાંજની સ્થિતિએ કોરોનાના કુલ 49,445 કેસ નોંધાઇ ચૂક્યા છે અને કોરોનાએ 2098 દર્દીનો ભોગ લીધો છે. બીજી તરફ કોરોના મહામારીના કપરાકાળમાં નાગરિકો કાગડોળે તેની રસીની રાહ જોઇ રહ્યા છે. કોરોનાની રસી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં શહેરીજનોને મળતી થાય તેવી શક્યતા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા રસીકરણને લગતી તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે.

ફર્સ્ટ ફેઝમાં કોરોના વોરિયર્સ

image source

આ અંગે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જમાવ્યું કે તંત્રના ‌રસી આપવાના વિવિધ ફેઝ હેઠળ ફર્સ્ટ ફેઝમાં કોરોનાના દર્દીની સારવાર સાથે સીધી રીતે સંકળાયેલ મ્યુનિસિપલ હોસ્પિટલ, મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર-કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો પેરામેડિકલ સ્ટાફ કોરોના સામેની લડતમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ હોઇ તેમને રસી અપાશે. હાલમાં મ્યુનિ. તંત્રના 20 હજાર કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સનો ડેટા એકઠો થયો છે, જ્યારે ખાનગી હોસ્પિટલના 10 હજાર ફ્રન્ટ લાઇન વોરિયર્સનો ડેટા પણ મેળવી લેવાયો છે.

40 હજાર આ ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી અપાશે

image source

હજુ દશેક હજાર વધુ ડેટા મેળવાશે એટલે ફર્સ્ટ ફેઝમાં કુલ 40 હજાર આ ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી અપાશે. તંત્ર દ્વારા રસી આપવાના કેન્દ્ર તરીકે હાલના શરૂઆતના તબક્કે 100 શાળાની પસંદગી કરાઇ હોવાનું જણાવતાં ડૉ. સોલંકી વધુમાં કહે છે કે કોરોનાની રસીના સ્ટોરેજ માટે તંત્ર પાસે અર્બન હેલ્થ સેન્ટર સહિતનાં સ્થળોએ ILR મશીનની વ્યવસ્થા છે, જેના કારણે તંત્ર દ્વારા દરરોજ 50 હજાર વ્યક્તિને કોરોનાની રસી આપી શકાય તેમ છે. અત્યારે 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોનો સર્વે કરાઇ રહ્યો છે, જેમાં 700 શિક્ષક જોડાયા છે.

20 હજાર કર્મચારીની યાદી તૈયાર

image source

આ સરવે હજુ ચાર-પાંચ દિવસ ચાલે તેવી શક્યતા છે. આ ઉપરાંત મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ગઇ કાલે કરાયેલા એક સર્ક્યુલર મુજબ તમામ વિભાગના વડાને કોરાનાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીની માહિતી બે દિવસમાં એક્સેલ શીટમાં ભરી મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે, જે મુજબ કોરોનાની કિટની ફાળવણી, માઇક્રો કન્ટન્મેન્ટ એરિયાનો બંદોબસ્ત, ડેસ્કબોર્ડની કામગીરી તેમજ સરવે સાથે સંકળાયેલા ઇજનેર, ટેક્સ અને એસ્ટેટ વિભાગ જેવા અન્ય વિભાગના આશરે 20 હજાર કર્મચારીની યાદી પણ તૈયાર થઇ રહી છે.

ત્રીજા ફેઝમાં 50 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન રસી મળશે

image source

મ્યુનિસિપલના અધિકારીઓ પાસે અંદાજે દશેક દિવસમાં કોરોનાના રસીકરણને લગતા વિવિધ ફેઝના લાભાર્થીની વિગતો એકઠી થાય તેવી શક્યતા છે. કોરોનાની રસીના વિવિધ ફેઝ હેઠળ ફ્રન્ટ લાઇન વોરિયર્સ બાદ પોલીસ, હોમગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ તેમજ મીડિયામાં ફરજ બજાવતી વ્યક્તિઓને પણ વોરિયર્સ તરીકે માન્યતા અપાઇ હોઇ સેકન્ડ ફેઝમાં તેમને રસી અપાશે. ત્રીજા ફેઝમાં 50 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન રસી મેળવશે, જ્યારે ચોથા અને અંતિમ ફેઝમાં 50 વર્ષથી નીચેના અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એચઆઇવી, હૃદયરોગ, કેન્સર જેવી અન્ય બીમારી એટલે કે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા શહેરીજનોને રસી અપાશે તેમ પણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડાએ જણાવ્યું હતું.

રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા

image source

આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે 10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જો કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે.

1000થી વધુ કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી

image source

અમદાવાદમાં AMC હેલ્થ વિભાગના 1000થી વધુ કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 13 ડિસેમ્બર સુધીમાં સરવે પૂર્ણ કરી શહેરની ડેટા એન્ટ્રી સાથેની યાદી સરકારમાં મોકલાશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરને રસી અપાશે. તો બીજા તબક્કામાં અન્ય લોકોને રસી આપવાનું એએમસીનું આયોજન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત