અમદાવાદમાં પોલીસે પકડી પાડ્યો એક અનોખા બુટલેગરને, દારૂ છુપાવવા માટે વાપરતો આવું માઈન્ડ, તમે પણ જાણી લો

ગુજરાતમાં અને આખા ભારતમાં લોકો 31મી ડિસેમ્બરે મોજ કરતાં હોય છે અને સામે પોલીસ પણ એટલી જ સજ્જ બનીને કામ કરી રહી હોય છે. પરંતુ હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને આ વખતે ગુજરાત સરકારે 31મી તારીખે કોઈપણ ઉજવણીને લઈને ચોખ્ખી મનાઈ જ ફરમાવી છે. એવામાં શહેરના બુટલેગરો પોતાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને પોલીસ તેના પ્રયત્નને નિષ્ફળ કરી નાંખે છે, 31મી ડિસેમ્બરને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે અને ત્યારે હવે બુટલેગરો રાજ્યમાં અને શહેરમાં દારૂ ઘુસાડવા માટે રોજ નવા નવા પેતરા અજમાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં બુટલેગરો અને દારૂ પીનારા લોકો પર તવાઈ બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે.

image source

ગુરુવારે જે કિસ્સો સામે આવ્યો એમાં એવું હતું કે પીસીબી દ્વારા શહેરના આંબાવાડી વિસ્તારમાંથી બનાવટી દારૂ બનાવતું કારખાનું ઝડપી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપી ઓ બનાવટી દારૂને બ્રાન્ડેડ દારૂના નામે વેચાણ કરતા હતા. ત્યારે હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એના વિશે વાત કરીએ તો આજે અમદાવાદમાંથી એક બુટલેગરે દારૂ ઘુસાડવા ગજબનું માઈન્ડ વાપર્યું પરંતુ પોલીસે અંતે પોલ ખોલી બુટલેગરના ઈરાદા પર પાણી ફેરવી કાઢ્યું છે અને બધાએ આ કામ બદલ પોલીસના વખાણ પણ કર્યા છે.

image source

તો આવો ચર્ચા કરીએ આ કિસ્સાની. પ્રાપ્ત માહિતી મુજબ, કોરોનાના કપરા કાળને કારણે આ વખતે શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી નહીં થાય પરંતુ કોઈપણ જગ્યાએ ખાનગી રહે પણ દારૂનું વેચાણ કે પછી અન્ય કોઈ મેહફીલ થઇ રહી હોવાની જાણ થાય કે તરત જ પોલીસ સખત કાર્યવાહી કરશે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કરવા માટે પણ આદેશ કર્યા છે. જો કે જોવા જેવી વાત એ છે કે બુટલેગરો નત નવી મોડસ ઓપરેન્ડીથી દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે અને છુપાવી રહ્યા છે. જેને પગલે ગઇકાલે વાડજ પોલીસએ બાતમીના આધારે એક આરોપીને ઝડપી પડ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, આરોપી પોલીસની પકડ માં ના આવે તે માટે દારૂની બોટલો ટપાલ પેટીમાં છુપાવી હતી. હવે આ વાત સામે આવતા જ લોકો વિચારી રહ્યા છે કે આખરે આ માણસને આવો મગજ કઈ રીતે ચાલ્યો અને પકડાઈ પણ ગયો એ મોટી વાત છે.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો, વાડજ પોલીસને બાતમી મળી હતી કે, ઉસ્માનપુરા કર્ણાવતી સોસાયટીના કિંજલ હાઉસમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા કિંજલ હાઉસના ચોથા અને પાંચમા માળે ટપાલ પેટીમાં છુપાવેલ દારૂની બોટલો મળી આવી હતી. હાલમાં માહિતી સામે આવી રહી છે કે પોલીસે ચાર વિદેશી દારૂની બોટલો સાથે હરેશ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ સિવાય વડોદરાની જો વાત કરીએ તો બિનવારસી પાર્ક કરેલી બાઈક ચોરીને બુટલેગરોને વેચી દેવાનું મસમોટું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 20 જેટલી ચોરીની બાઇકો કબ્જે કરી 25 વાહન ચોરી તેમજ 7 પ્રોહીબીસનના ગુના સહિત કુલ 32 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કેવીરીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક અને કોણકોણ સામેલ છે સમગ્ર બાઈક ચોરી કૌભાંડ તે ઘણુ રસપ્રદ બાબત છે.

image source

વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી વાહન ચોરીની અનેક ફરિયાદો ઉઠી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસે cctv તેમજ બાતમીદારોને સક્રિય કર્યા હતા. જો કે ધારી સફળતા ન મળતા પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતા. જેના કારણે પોલીસે વિવિધ ટિમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે તરસાલી વિશાલ નગર ખાતે રહેતા નીતિન સોલંકીને ચોરીના બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં તેને વિવિધ ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી. તેમજ તેના અન્ય ચાર સાગરીતો પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત