અમદાવાદના બોડકદેવ વિસ્તારની આ પ્રસિદ્ધ હોટેલના ભોજનમાં જીવાત નીકળી, ક્યાંક તમે તો આ હોટલમાં નથી જતાં ને?

હોટેલમાંથી જીવાત અને વંદા નીકળવાના કેસ આ પહેલાં પણ ઘણા આવી ગયા છે. ત્યારે હાલમાં અમદાવાદથી ફરી એકવાર આવો કેસ સામે આવ્યો છે અને આ વખતે ઢોકળામાંથી જીવાત નીકળી છે અને જેનો વીડિયો પણ વાયરલ તઈ રહ્યો છે. આ વાત છે બોડકદેવ વિસ્તારમાં આવેલી જાણીતી અતિથી હોટલની કે જ્યાં ફેમીલી સાથે જમવા ગયેલ વાસ્તુ આર્કીટેકને ઢોકળામાં જીવાત આવી અને તેણે તરત જ વીડિયો ઉતારી લીધો અને હવે સમગ્ર શહેરમાં આ વાત ફેલાઈ રહી છે.

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે AMCના હેલ્થ વિભાગને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. હોટસના મેનેજરને જીવાત અંગે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેમનો પાવર એવો હતો કે તેણે તો વાત સાંભળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો અને સામે જવાબમાં કહ્યું હતું કે, વરસાદને લીધે જીવાત આવતી હોય છે એમાં અમે શું કરીએ? જો કે, ફેમીલી સાથે જમવા ગયેલા તેજસ મોજીત્રા ત્યાંથી પરત જ નીકળી ગયા.

તો વળી બીજી તરફ AMCના હેલ્થ વિભાગને ઓનલાઈન ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. થલતેજ વિસ્તાર બાગબાન પાર્ટીપ્લોટ પાસે રહેતા તેજસ મોજીત્રા ફેમીલી સાથે અતિથી હોટલમાં શનિવાર સવારના એક વાગ્યાની આસપાસ જમવા ગયા હતા અને ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી.

image source

પરિવાર વાત કરે છે કે જ્યારે થાળીમાં ઢોકળા આવ્યા તો એમાં સાથે જીવાત પણ નીકળી હતી. આ સમયે તેજસભાઈ અને તેમના ફેમીલીએ હોટલના વેઈટર અને મેનેજરને બોલાવીને કહ્યું કે જમવામાં જીવાતો આવે છે તમે શું ધ્યાન રાખો છો, અમે આ હોટલમાં મહિને ત્રણથી ચાર વાર આવતા હોઈએ છીએ છતાં આવી સર્વિસ કેમ આપો છો. તો વળતા જવાબમાં હોટલના મેનેજરે કહ્યું કે, વરસાદ હોવાથી જીવાત આવી હશે પણ તમારે જં કાંઈ વાત કહેવી હોય તે મારી કેબીનમાં આવીને કહો અત્યારે હોટલમાં અન્ય ગ્રાહકો પણ જમી રહ્યા છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઢાંક પીછોડો કરી રહ્યાં છે

આ સાંભળીને તેજસભાઈએ કહ્યું કે, એટલે શું અમારે જમવામાં જીવાતો ખાવાની એવું કહેવા માગો છો. પછી તરત જ તેજસભાઈ વીડિયો બનાવીને એએમસીના હેલ્થ વિભાગને મોકલી આપ્યો અને કહ્યું કે તરત જ હોટલ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી. આ અંગે તેજસભાઈએ જણાવ્યું હતું કે, પોશ વિસ્તારમાં કહેવાતી મોટી હોટલમાં જો ગ્રાહકને જીવાતવાળું જમવાનું પીરસાવામાં આવતું હોય તો કોર્પોરેશને તાકીદે પગલા ભરવા જોઈએ. જો કે હજુ પણ કંઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે અને લોકોમાં હોટેલ તેમજ સરકારી તંત્ર પર પણ રોષ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :સંદેશ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!