જોઈ લો ઐશ્વર્યા રાય બચ્ચનનો આ અંદાજ, પ્રેગનન્સીની ખબરો વચ્ચે સામે આવ્યો ગોર્જિયસ લૂક
પ્રેગ્નનસીની ખબરોની વચ્ચે સામે આવ્યો ઐશ્વર્યા રાયનો કાતીલાના અંદાજ, પહેલા નહિ જોઈ હોય તમે આવી સુંદરતા.
ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેમના નામની ચર્ચા એમની સુંદરતાના વખાણ કર્યા વગર ન થઈ શકે. ઐશ્વર્યા રાય ખૂબ જ સુંદર અને હસીન છે. એમને ચાહનારા કહે છે કે અભિનેત્રીને ઉપરવાળાએ ફુરસતથી બનાવી છે. ઘણીવાર એમની આ સુંદરતા કેમેરામાં કંઈક એવી રીતે કેદ થઈ જાય છે કે જોનારા પણ મદહોશ થઈ જાય છે. હવે હાલમાં જ ડબ્બુ રતનાનીના ફોટોશૂટથી ઐશ્વર્યા રાય બચ્ચનનો લુક સામે આવ્યો છે.
મોનોક્રોમ શૂટમાં પૂર્વ વિશ્વ સુંદરી ખૂબ જ ગોર્જીયસ લાગી રહી છે. એમનું આ ફોટોશૂટ સતત ચર્ચામાં છે. આ ફોટામાં અભિનેત્રીએ ટોપની સાથે જેકેટ પહેરેલું છે. આ ફોટામાં હાઈ વોલ્યુમ બીચ વેવી હેરસ્ટાઇલ એમન લુકને વધુ શાનદાર બનાવી રહી છે. ઐશ્વર્યાની આ દિલકશ તસવીરો ડબ્બુ રતનાનીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે હવે એમના ફોટા જોઈ હરકોઈ એમના પર ફિદા થઈ રહ્યા છે.
View this post on Instagram
ઐશ્વર્યા રાય બચ્ચનના આ ફોટા શેર કરતા ડબ્બુ રતનાનીએ લખ્યું કે જ્યારે તમારી અંદર પ્રકાશ હોય છે તો તમે બહાર સુધી ચમકો છો. હવે ઐશ્વર્યા છે જે એટલી સુંદર કે એમના પર તો આ લાઇન ખૂબ જ શાનદાર લાગી રહી છે. ઐશ્વર્યાના આ ફોટા પર ફક્ત ફેન્સ જ નહીં પણ સેલેબ્સ પણ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટા જોઈને એવું જ લાગી રહ્યું છે કે ઐશ્વર્યાએ ઉંમરને મુઠ્ઠીમાં કેદ કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઐશ્વર્યાના અમુક એવા ફોટા સામે આવ્યા હતા જેને જોઈને લોકો એમને પ્રેગ્નેન્ટ સમજવા લાગ્યા હતા. વાત જાણે એમ છે કે સેલિબ્રિટી પત્રકાર વિરલ ભયનાનીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમુક ફોટો શેર કર્યા હતા. એમાં ઐશ્વર્યા, અભિષેક અને દીકરી આરાધ્યા એક શૂટ દરમિયાન સરથ કુમારના ઘરે પહોંચ્યા હતા.
આ ફોટામાં ઐશ્વર્યાનું વજન થોડું વધેલું લાગી રહ્યું હતું, સાથે જ એ દરેક જગ્યાએ પોતાનું પેટ પણ છુપાવતી દેખાઈ રહી હતી. એ પછી જ ફેન્સે એ અંદાજો લગાવ્યો કે ઐશ્વર્યા કદાચ બીજી વાર માતા બનવાની છે. એક યુઝરે લખ્યું કે શું ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ છે? તો અન્ય એક યુઝરે લખ્યું કે ખુશખબરી ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ છે. જો કે હજી સુધી આ ખબરોની પુષ્ટિ થઈ નથી. એવામાં સાચું શુ છે એ તો અભિષેક અને ઐશ્વર્યા જ જણાવી શકે છે.
ઐશ્વર્યા રાય બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એ મણિરત્નમની ફિલ્મ પોન્નીયમ સેલવનમાં કામ કરી રહી છે. આ ફિલ્મ એ જ નામના તમિલ ઉપન્યાસ પર આધારિત છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય નંદીનીના રોલમાં દેખાશે.