આ લક્ષણ સાથે કેરળમાં જોવા મળ્યું નવું સંક્રમણ, 11 વર્ષના બાળકનું મોત થતા હાહાકાર, જાણો રાજ્ય સરકારે શું જાહેર કરી એડવાઈઝરી

કેરળમાં કોરોના બાદ ‘શિગેલા’ વાઈરસનો કહેર!

જ્યારે અનિચ્છનિય સામગ્રીઓ, ઔદ્યોગિક કચરો, માનવીય કચરો કે પશુઓનો કચરો, ગાર્બેજ, ગટરનાં પ્રદૂષકો વગેરે પાણીમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રદૂષણ પેદા થાય છે, પાણીની ગુણવત્તા બગડી જાય છે અને પર્યાવરણ તેમજ માનવીય આરોગ્ય માટે નુકસાનકારક બની જાય છે. પાણીજન્ય રોગો માટે પીવાનું પાણી કે પ્રદૂષિત પાણીમાં ધોયેલા અને બેક્ટેરિયા, વાયરસ તથા કૃમિ, અળસિયા ધરાવતાં ખાદ્ય પદાર્થોનું સેવન જવાબદાર છે. એનાથી એમોબાયાસિસ, ગિયારડાયાસિસ, ટોક્સોપ્લાઝમોસિસ, હેપેટાઇટિસ એ કે ઈ, કોલેરા કે ટાઇફોઇડ થાય છે.

image source

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યાં મુજબ, 80 ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી WHOનાં ધારાધોરણોને અનુસરતું નથી. 3.1 ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણીને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. એક અહેવાલ મુજબ, ભારતનાં 600 જિલ્લાઓમાંથી એક-તૃતિયાંશ જિલ્લાઓમાં ભૂગર્ભજળ પીવા માટે ઉચિત નથી, કારણ કે એમાં સંકેન્દ્રિત ફ્લોરાઇડ, ક્ષાર અને આર્સેનિકનું વધારે પડતું પ્રમાણ હોય છે.

image source

આશરે 65 મિલિયન લોકો ફ્લોરોસિસથી પીડિત છે, જે ફ્લોરાઇડનાં ઊંચા પ્રમાણને કારણે વ્યક્તિને અપંગ બનાવે છે. રાજસ્થાનમાં આ રોગ વધારે સામાન્ય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ જણાવે છે કે, ભારતનાં પાણીનાં પુરવઠાનો આશરે 70 ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે – પોતાનાં નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં 122 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.

image source

દેશમાં કોરોનાનો કહેર શમ્યો નથી ત્યારે શિગેલા નામની સંક્રામક બીમારી ઉત્તરી કેરળના અનેક ભાગોમાં ફેલાઈ રહી છે. એટલું જ નહીં કેરળમાં 11 વર્ષના એક બાળકનું પણ આ વાયરસના કારણે મોત થયું છે. કોઝિકોડ જિલ્લામાં ડાયરિયાના 56 નવા કેસ સામે આવ્યા છે અને તેમાંથી 6 લોકોને શિગેલા સંક્રામક હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારની એડવાઈઝરીમાં કહેવાઈ છે આ વાત

image source

કોરોનાનો કહેર દેશ અને દુનિયામાં અટક્યો નથી ત્યારે આ નવી આફતને જોતાં કેરળની સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. શિગેલા સંક્રમણનું મુખ્ય લક્ષણ ડાયરિયાને ગણાવવામાં આવી રહ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે. શૈલજાએ દરેક નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેઓએ સફાઈ પર વિશેષ ધ્યાન આપવાનું કહ્યું છે.

ડાયરિયાને આ રોગનું મુખ્ય લક્ષણ ગણાવાયું

image source

મળતી માહિતી અનુસાર કોઝીકોડ જિલ્લામાં ડાયરિયાના 56 નવા કેસ સામે આવ્યા છે જેમાંથી 6 કેસમાં શિગેલાનું સંક્રમણ હોવાનું જાણવા મળી રહ્યું છે.તંત્રની તરફથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી રહ્યા છે. રાહતની વાત એ છે કે તમામ દર્દીઓમાંથી કોઈની સ્થિતિ ગંભીર નથી.

આ કારણે સંક્રમણ ફેલાયું હોવાનું અનુમાન

image source

હેલ્થ એક્સપર્ટોએ આશંકા વ્યક્ત કરી છે કે, દુષિત પાણી પીવા કે વાસી ખોરાક ખાવવાથી વ્યક્તિ શિગેલા વાઈરસના (Shigella Virus) સંક્રમણનો ભોગ બની શકે છે. તેમણે સલાહ આપી છે કે, આ એક અત્યંત ચેપી રોગ છે અને એ વાતની વધારે સંભાવના છે કે, એક જ શૌચાલયનો ઉપયોગ કર્યાં બાદ પણ આ સંક્રમણ બીજામાં ફેલાઈ જાય. જેના કારણે પેટમાં દુખાવો, ઝાડા થવા અને તાવ જેની સમસ્યા થઈ શકે છે.

image source

આ બેક્ટેરિયલ સંક્રમણ છે, જેનાથી કોઈ પણ ઉંમરના બાળકો સંક્રમિત થઈ શકે છે, પરંતુ બાળકોને તેનો સૌથી વધારે ખતરો રહે છે. કેરળમાં પણ મોટાભાગે બાળકો જ તેનો ભોગ બની રહ્યાં છે. કોઝિકોડ આરોગ્ય વિભાગે 56 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 6 લોકોમાં શિગેલા વાઈરસ (Shigella Virus) મળી આવ્યો છે. આ સંક્રામક બીમારી દૂષિત પાણીના કારણે ફેલાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બીમારી ખાસ કરીને બાળકોને જલ્દી થાય છે. રાજ્ય સરકારની તરફથી લગાવવામાં આવેલા મેડિકલ કેમ્પમાં લોકો તપાસ કરાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત