આ માસ્ક થઈ જાય છે જાતે જ થાય છે સેનિટાઈઝ અને 99.9 ટકા સંક્રમણનો કરે છે નાશ…

આ છે દુનિયાનું પહેલું ડિજિટલ માસ્ક, ફોન સાથે કરી શકાય છે કનેક્ટ, આ માસ્ક થઈ જાય છે જાતે જ થાય છે સેનિટાઈઝ અને 99.9 ટકા સંક્રમણનો કરે છે નાશ, જાણો 6 ખાસિયતો વિશે જે તેને બનાવે છે દુનિયાનું સૌથી બેસ્ટ માસ્ક

image source

કોરોના વાયરસ ના સંક્રમણથી માત્ર ભારત જ નહિ વિશ્વભરના મોટાભાગના દેશો પરેશાન છે આ મહામારી દરરોજ અનેક લોકોના જીવ લઈ રહી છે જ્યારે તેનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે આ વાઇરસની રસી કે દવા હજુ સુધી મળી શકી નથી જેના પરિણામે વાયરસ થી બચવાનો એકમાત્ર ઉપાય છે માસ્ક પહેરવું અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી.

image source

ભારત સહિત દુનિયાના દરેક દેશમાં માસ્ક નું મહત્વ લોકો સમજવા લાગ્યા છે કોરોના વાયરસ જ્યારથી ફેલાયો છે ત્યારથી માસ્ક લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ઘરમાંથી બહાર નીકળતી વખતે અન્ય કોઈ જરૂરી વસ્તુ ભૂલી જાવ તો ચાલે પરંતુ માસ્ક પેરવાનું ભુલો તે ન ચાલે. માસ્ક પહેર્યા વિના એક વાર પણ બહાર નીકળવું તમારા માટે કોરોના વાયરસ ને ખુલ્લું આમંત્રણ આપવા સમાન સાબિત થઈ શકે છે.

image source

દુનિયાભરના દેશોમાં માસ્કનું મહત્વ સમજાતાં તેની માંગ પણ વધી છે અને વિવિધ પ્રકારના માસ્ક પણ હવે બનવા લાગ્યા છે. લોકો હવે માસ્ક સાથે નવા નવા એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં એન-95 માસ્કની ડિમાન્ડ વધી હતી, ત્યારબાદ ખાદી અને રંગબેરંગી કપડાંના માસ્ક બજારમાં વેચાવા લાગ્યા, થોડા સમય પહેલા એક એવા સમાચાર પણ સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિએ સોનાનું માસ્ક બનાવ્યું, તો વળી સુરતમાં હીરા થી જડેલું માસ્ક બનાવવામાં આવ્યું હતું.

image source

તેવામાં અમેરિકાના મિશિગન સ્થિત રેડક્લિફ મેડિકલ ડિવાઇસીઝ કંપનીએ ખાસ પ્રકારના પારદર્શક માસ્ક બનાવ્યા છે આ માસ્કનું નામ લીફ રાખવામાં આવે છે. લીફ દુનિયાનું પહેલું પારદર્શી માસ્ક છે જેને એસડીએ એ પ્રમાણિત કર્યું છે. આ માસ્કની ખાસિયત એ છે કે તે જાતે જ સેનિટાઈઝ થઈ જાય છે અને તેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે. આ માસ્કની કિંમત 3673 રૂપિયાથી શરૂ થાય છે

image source

આ માસ્કની 6 ખાસિયતો છે. એક કે તે બેટરી પાવર્ડ છે અને તેમાં અંદર એન્ટિગ્લેર છે જેથી તે હંમેશાં સ્વચ્છ દેખાય છે. આ માસમાં ખાસ ફિલ્ટર પણ છે જેનાથી રોગના કીટાણુઓ નષ્ટ થઈ જાય છે. આ માસ્ક 99.9 ટકા રોગના જંતુઓને નષ્ટ કરવા માટે સક્ષમ છે. આ માસને એન્ડ્રોઇડ અને આઇઓએસ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે અને તેનાથી વાતાવરણમાં હવાની ગુણવત્તા અને વેન્ટિલેશન ને પણ નિયંત્રિત કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત